મેં યહાં હું,યહાં હું, યહાં હું, યહાં…

યશ ચોપરા અને શાહરુખ ખાન…

આ બે નામ ફરીથી લોકોના દિલોદિમાગ પર છવાઈ રહ્યા છે. યશજીએ ઉપરવાળા સાથે ટાઈ-અપ કર્યું હોય એમ એક્ઝીટ કરી લીધી. બપોરે ટ્વીટડેકમાં ન્યુઝ વાચ્યા અને ઘેર આવતા ઓટોપ્લેમાં ગીત વાગ્યું-કયું હવા,આજ યુ ગા રહી હૈ…સ્પીલબર્ગ-લુકાસ-કુબ્રિક પછી જેની ફિલ્મોએ આ લખનાર પર રીતસરની ભૂરકી છાંટી હોય એવો આ એક માણસ.નામે યશ ચોપરા. રાતના એક વાગીને 48 મીનીટે એમનો છેલ્લો ઈન્ટરવ્યું પૂરો કર્યો અને દિમાગ રાસડા લેવા માંડેલું. બીજે જ દિવસે JTHJ જોઈ. શરૂઆતમાં જ એમાં એમની લાઈન્સ મૂકી છે- યે ગીત સબ મેરે હૈ,યે કિરદાર સબ મેરે હૈ,ઇનમેં મેં હું… અને “વીર ઝારા”નું મદનમોહનનું ઉપર ટાઈટલ લખ્યું એ સોંગ મગજમાં એક ખૂણે શાંત સૂરમાં વાગવા લાગ્યું.

Yash Chopra

આ કોમ્બો રેર અને ડેડલી છે. જો કે,યશજી ક્યારેય શાહરુખ પર મુસ્તાક રહ્યા નથી.જ્યાં વિઝન અલગ પડે ત્યાં બીજા હીરોને એમણે રજુ કરી દીધો છે. જયભાઈએ બ્લોગ અને સ્પેકટ્રોમીટરમાં યશજીને અંજલી આપતો લેખ લખ્યો જ છે એટલે કશી જ વસ્તુઓનું રીપીટેશન કરવાનો ઈરાદો નથી.બહુ બધું બોલાયું,લખાયું યશજી પર.એમનો લાસ્ટ ઇન્ટરવ્યુ એટલે જ યાદગાર રહ્યો કેમકે એમણે આજના દરેક વૃદ્ધે સમજવા જેવી વાત બહુ સરળતાથી કહી દીધી-“હવે દિલ કહે છે કે બસ બહુ થયું. હવે હું ફિલ્મો ડીરેકટ નહિ કરું, હવે એ યુવાનોની મદદ કરીશ જેમને ફિલ્મોમાં ઘણું શીખવાનું બાકી છે.એમને મારો અનુભવ કહીશ.” JTHJ પર પણ બહુ માછલા ધોવાયા છે અને યશજીની છેલ્લી ફિલ્મના નામે કે બીજા ગમે એ રીઝનથી ફિલ્મે આજની ડેટ સુધીમાં 119.63 કરોડનો બિઝનેસ કર્યો છે. કોઈ ફિલ્મ માત્ર યશજીના નામે તરી ગઈ એ વાતમાં બહુ દમ નથી કેમકે ફિલ્મ ક્રિટીક્સ માત્ર ટેકનીકલ સમીક્ષા કરી શકે છે, ઈમોશનલ એનાલીસીસ નહિ. એ કામ ઓડિયન્સનું છે. પબ્લિક રાડારાડ એ મામલે કરતી હતી કે ફિલ્મ બહુ લાંબી બની ગઈ છે. એક પ્રેક્ષક તરીકે તમે એમાં કનેક્ટ થાવ એજ ફિલ્મની સ્ક્રીપ્ટનું જમા પાસુ છે. પ્રેમ આપણે ત્યાં સહુથી જુનો અને સૌથી તિરસ્કૃત + પૂજ્ય વિષય છે. એમ તો ‘લમ્હે’ પણ લાંબી લાગવાની. પણ માણસના સ્વભાવના અપ્સ એન્ડ ડાઉન્સ સ્ક્રીન પર પ્રોજેક્ટ કરવામાં ટાઈમ અને ફ્રેમ્સ જોઈએ. હશે, દરેક પાસે પોતાનો ઓપીનીયન છે-હોવો જ જોઈએ. ફિલ્મ જોતી વખતે વીર ઝારાનું બેકડ્રોપ સતત લાગ્યા કરે છે કેમકે ખુદ યશજીએ કહ્યું છે કે હું એવી ફિલ્મ બનાવવા માગતો હતો જેમાં સોલ મારી હોય,પણ અંદાજ અને વાત આજના યુગની હોય. જેબ્બાત, ધેટ્સ ધ સિક્રેટ. પ્રેમ જુનો,બોટલ નવી. 😉 અમુક મોમેન્ટ્સ ‘પરિણીતા’ની યાદ પણ અપાવે છે. આ કઈ ફિલ્મ રીવ્યુ નથી.બસ,એક અહેસાસનું શેરિંગ છે જેનું ઊંડાણ કદાચ દરેક દિલ પાસે છે. ફિલ્મ કોઈને ગમી કે ન ગમી એ મુદ્દો પછી છે,પણ YRF ના મૂળિયાં બહુ મજબુત છે એ દેખાઈ આવે છે. પ્રેમ હોય ત્યાં પેશન હોવાની,વાઈલ્ડનેસ પણ હોવાની..યાદ કરો ‘સાંસ’ સોંગ.. 😉 પ્રેમનું હોવાપણું તો જરૂરી છે જ,સાથે સાથે સમય મુજબ એમાં યશજી એમની સ્ટાઈલમાં પણ સુધારા કરતા જાય છે. સિનેમા એટલે આર્ટ ઓફ સ્ટોરીટેલીંગ. પછી એ નફરત હોય, ક્રોધ હોય,ષડયંત્ર હોય,કે પછી પ્રેમ હોય.

શાહરુખ ખાન માત્ર લવરીયાવેડા ન કરતા ઉમદા પરફોર્મન્સ પણ આપે છે. આ કદાચ મેટર ઓફ ટ્યુનીંગ છે,કદાચ મેટર ઓફ ઈમેજ પણ હોઈ શકે. જે હોય તે, ઇન્ટેન્સ પરફોર્મન્સમાં શાહરુખ જામે જ છે એ નક્કર હકીકત છે. સમગ્ર ફિલ્મમાં યશજી છવાયેલા છે. પછી એ DDLJ ના ચર્ચ સીનવાળો રેફરન્સ હોય કે રિશી કપૂરના મોઢે મુકાયેલી પોતાની લાઈફની ટેગલાઈન ‘હર એક ઈશ્ક કા એક વક્ત હોતા હૈ.’ માં સ્માર્ટલી મેસેજ પહોચાડવાની ખુબીલીટી હોય. 😛 ક્યાંક ક્યાંક ‘સાવરિયા’/ઉર્મિલા/જોસેફાઈનની જેમ વિરહી વેઇટિંગની અસર પણ દેખાઈ છે. પ્રેમ પર ફિલ્મો બનાવી જાણતા યશજીની રીયલ લાઈફ પણ પ્રેમસભર જ રહી છે. પત્ની પેમ સાથે એમને લવ એટ ફર્સ્ટ સાઈટ જ થયેલો છે. અને એટલે જ પ્રેમની ઉત્કટ રંગપૂરણી એ દરેક ફિલ્મમાં કરી શક્યા. પ્રેમ, કોઈ દિવસ એને ડીફાઈન જ કરી ન શકાય કેમકે એ અનુભૂતિનો વિષય છે. પુરુષ ત્યાગ કરીને પ્રેમ કરી શકે છે,સ્ત્રી આપીને પ્રેમ કરે છે. બે મૂળભૂત જાતિઓની પ્રેમ કરવાની પદ્ધતિ તદ્દન અલગ હોવા છતાંય એ બેય એક કોમન કેમેસ્ટ્રીના મોહતાજ છે. એ સ્પાર્ક,એ ગોડનો ઈશારો એ બધું હરીફરીને તમને પ્રેમના જ રસાયણમાં તરબોળ કરવા માટે હોય છે. ઢાઈ અક્ખર પ્રેમ કા,પઢે સો પંડિત હોય…નોર્મલ લાઈફની જેમ જ ઇત્તેફાક અને ડેસ્ટીની આ બે કાયમ પ્રેમના માર્ગમાં આવતા રહે છે. ઇત્તેફાક એ ક્યારેક ઈશ્વરને સાબિત કરવા માટેનું સૌથી મોટું હથિયાર છે. પ્રેમ એ ઈશ્વર છે કેમકે એકબીજાને ચાહતી વખતે ડીવાઈન ફીલ પ્રગટે છે અને એ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જાય છે. ચાહવું,કેટલો બહુઆયામી શબ્દ છે!! પ્રેમમાં કોઈ લોજીક વગર આગળ વધવું ખતરાથી ખાલી નથી કેમકે એ નો-વે રીટર્ન છે.ખૂંપતા જશો એમ દર્દ/ઘુટન/વિરહનું વોરંટી કાર્ડ કાયમી ગેરંટી કાર્ડમાં કન્વર્ટ થતું જશે. એ સહેવાની તૈયારી અને બળ પણ પ્રેમમાંથી જ મળ્યા કરશે.બળતણ મળ્યા કરશે અને તમને જલાવ્યા કરશે. વચ્ચે વચ્ચે ક્યારેક સારી મોમેન્ટ્સના બુદબુદા મળશે પણ સતહી પ્રેમને માટે જગતમાં જગ્યા નથી. એ પાણીમાંના બબલ જેવો છે. પાણી છે ત્યાં સુધી એનું અસ્તિત્વ છે.બાહરી હવામાં એ શ્વાસ નહિ લઇ શકે. સાચો પ્રેમ પામવા માટે ઘુટણ પણ છોલાશે અને બંધન વગરના વાયદાઓ પણ આપવાના થશે. એજ તો કસોટી છે,જે ભક્તિમાં પ્રભુને પામવા માટે થતી હોય છે.ડીટ્ટો ફોર લવ. જે લોજીક મીરા નથી સમજી શકતી,એ રિશી કપૂરની ઈશ્ક કા વક્ત લાઈનમાં ક્લીયર થઇ જાય છે. ઈશ્ક જેટલો વક્ત લેશે,એટલો એ વધુ તીવ્ર બનશે. એ વધુ બળવત્તર ત્યારે બનશે,જયારે એમાં તમે તમારી ઘુટન/દર્દ/વિરહ એ બધું બળતણ તરીકે હોમી દો. પ્રેમ કુરબાની માગે છે,વક્તની,ભરોસાની,સમજણની,અને તમારી..અને એટલે જ JTHJ ધીમી બળે છે,પણ લિજ્જત આપે છે.પ્રેમની જેમ.જો જિંદગીમાં કોઈનેય ક્રેઝી પ્રેમ કર્યો હશે તો એક એક મોમેન્ટ પ્રેમતત્વ બયાન કરે છે…એન્જોય….

પાપી કાગવાણી:

प्रेम हमारे यहाँ एक ऐसा विषय है,जहा सिर्फ थियरी की क्लास चलती है।। 😉 😛

– Dr. Kumar Vishvas

પ્રેમને ડીવાઈન બતા(/ના)વનાર અને આપડા સહુના ફેવરીટ ભગવાનના ફેવરીટ વાદ્યને ફિલ્મ OMG માં બહુ સરસ રીતે યુઝ કરવામાં આવ્યું છે.એનાથી મોટી પ્રેમની વ્યાખ્યા હજી સુધી અમને મળી નથી.સાંભળીને નક્કી કરજો.. 😉
Enjoy…
Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: