પોએટ્રી – પા પા પગલી…

જરા વિચાર કરો કે તમામ હિન્દી ફિલ્મોમાંથી ગીતો કાઢી નાખવામાં આવે તો? ફોર એક્ઝામ્પલ, ‘રોકસ્ટાર’ માંથી બધા ગીતો કાઢી નાખો તો શું વધે? કદાચ કાઈ નહિ. જો આવું ખરેખર થાય તો મરેલા શાયરો અને જીવતા શાયરો, લીરીસીસ્ટો દેવાળું ફૂંકે, એના આધારે ધૂન રચતા મ્યુઝીક કમ્પોઝર્સ ગિટાર લઈને સાઈબાબાના મંદિરે બેસે, મ્યુઝીકલ વેબસાઈટ્સ ના બિજનેસ પર કાગડા ઉડે વગેરે વગેરે…

આ બધામાં કોમન શું છે કહું? એ છે શબ્દો.ના,ખાલી શબ્દો નહિ, લય સાથેના શબ્દો. એક ચોક્કસ પદ્ધતિથી બોલાયેલા, લખાયેલા, ગવાયેલા શબ્દો. તોજ સાંભળવાની મજા આવે. આજે વાત છે એવા શબ્દોના ગ્રુપની,જેને આપણે કવિતા/પોએટ્રી/લિરિક્સ કહીને ઓળખીએ છીએ. જો કે, આ ત્રણેય શબ્દોમાં બહુ મોટો ડીફરન્સ છે. જેને આપણે બંધારણ અથવા તો ફોર્મેટ કહીએ એવો ડીફરન્સ. જરા વિચાર કરો કે આ શબ્દોનું ગ્રુપ આપણી લાઈફમાં કેટલું ગુંથાયેલું છે. જન્મ્યા ત્યારથી મમ્મી/મોટી બેન/દાદી/નાની/કાકી/ફિયા એવી ફીમેલ્સ તમને/મને શું ગાઈને ઘોડીયામાં સુવરાવતી? હાલરડા. એ શું છે? એ પણ કવિતા જ છે. મોટા થયા એટલે નાની નાની કવિતા આવતી. ‘નાની મારી આંખ,ને જોતી કાંક કાંક,એતો કેવી મજાની એવી વાત છે’ હજી થોડા મોટા થયા એટલે જેક એન્ડ જીલ વેન્ટ અપ ધ હિલ…જેને આપણે જોડકણા કહીને બોલાવતા. થોડા સમજણવાળા થયા એટલે કોઈ ગમવા માંડે અને એના વર્ણનમાં લાંબુ લાંબુ પ્રાસ વગરનું ત્રાસવાદી ઘસડી મારીએ. તો મુદ્દો એ છે કે કવિતા બોલે તો પોએટ્રી, આપણા જીવનમાં વણાઈ ગઈ છે. પણ કાયમ એવું થતું આવ્યું છે કે આપણી જેવા મિત્રોને ખરેખરી કવિતા કોને કહેવાય અને એનો મજો કઈ રીતે લેવાય એ વિષે સમજાવનાર કોઈ હોતું જ નથી. આપણે ત્યાં કવિતા એ ખાલી નામર્દ/સુંવાળા/ઋજુ હૃદયવાળા/કોટન ઝભ્ભાવાળા/ફૂલ દાઢીવાળા લોકો જ લખે એવી ગેરમાન્યતા છે. હકીકતમાં એવું નથી. દરેક સર્જન, પછી એ લેખ હોય,નિબંધ હોય,હાઈકુ હોય, વિવેચન હોય કે પછી સ્ટોરી હોય, મહેનત માગી લેતું કામ છે. કવિતામાં મુખ્ય ફેર એ છે કે એમાં આપણા એક્સપ્રેશન વધુ બળુકા બનીને બહાર આવે છે. એક ઉદાહરણથી સમજીએ. તમારે ગામડાના સૂર્યોદયની વચ્ચે મહેનત કરતુ વૃદ્ધ કપલ દેખાડવું છે. હવે એને ગદ્યમાં દેખાડવું હોય તો આ રીતે દેખાડી શકાય- ‘નદીના કાંઠે વસેલા નાનકડા બાળક જેવા ગામ માથે સૂરજદાદો ઉગુ ઉગુ થઇ રહ્યો છે ને એવામાં જમાનાઓની દિવાળીઓ વટાવી ગયેલ એક વૃદ્ધ દંપતી અશક્ત હાથોથી લાકડાના ફાડિયા ઉપાડીને હાલ્યા આવે છે.’

હવે પદ્યના ફોર્મેટમાં-

ઊગે છે સુરખી ભરી રવિ મ્રુદુ
હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ
સવચ્છ સ્વચ્છ, દીસતી
એકે નથી વાદ્ળી
ઠંડો હિમ ભર્યો વહે
અનિલ શો ઉત્સાહને પ્રેરતો

એ ઉત્સાહ ભરી દીસે શૂક ઊડી
ગાતાં મીઠાં ગીતડાં

મધૂર સમયે એવે ખેતેરે શેલડીનાં
રમત ક્રુશીવલોના બાલ નાનાં કરે છે
કમલવત્ત ગણીને બાલના ગાલ રાતાં
રવિ નીજકર તેની ઉપરે ફેરવે છે

વ્રુધ્ધમાતા અને તાત તાપે છે સગડી કરી
અહો કેવું સુખી જોડું કર્તાએ નિર્મ્યું દીસે-  ‘કલાપી’

Poetry – Romance of Words

તો મિત્રો, આ પાવર છે પોએટ્રીનો. અમે જ લખેલું હતું કે ગુજરાતી લિટરેચર ગામના મેળા જેવું છે. અલગ અલગ પોએમ્સના ફોર્મેટના અલગ અલગ સ્ટોલ જોવા મળે છે. એમાંથી અમુક શેર કરી લેવાના મુડમાં અમે છીએ. 😉  ગુજરાતી પોએમ્સમાં એવા કઈ કેટલાય કવિઓ છે જેમણે પોતાને સુઝે એવી કવિતાની ડેફીનેશન આપેલી છે. પણ સૌથી સ્યુટેબલ વ્યાખ્યા આપણા શેઠ શ્રી ર.પા.એ આપેલી છે. “કાવ્યમાં અંગત વાત બિનગત બની રહેવી જોઈએ.તે કલાની શરત છે. ભલે વેદના મારી હોય પરંતુ તેનો અનુભવ બધાનો અનુભવ બની રહેવો જોઈએ” જેબ્બાત, કાવ્ય શું,કોઈ પણ આર્ટ માટે આ વસ્તુ લાગુ પડે છે. ‘તારે ઝમીન પર’માં આમીર ખાન કહે છે ને? કલા મતલબ અપને અંદર કે જઝબાત કો જગાના. જયારે અંદર કશુક ઘૂંટાય છે,ચિરાય છે, વલોવાય છે ત્યારે શબ્દોના સહારે લાગણી ફૂટી નીકળે છે અને એને લયના કપડા પહેરાવો એટલે એ ગીત/પોએટ્રી બને છે. વેલ, હવે આ લય બહુ વાયડી ચીજ છે. 😛 કોઈ પણ નવા કવિ માટે આ લય બહુ ટફ છે પણ લય શીખવો હોય તો સ્વ.સુરેશ દલાલ ની કવિતાઓ વાંચવી. દરેક કવિતાને વાંચવાનો એક લય હોય છે. ઘણા પાવરફુલ કવિઓ એના પઠન માટે જાણીતા છે. અંકિત ત્રિવેદી,રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ વગેરેના રીતસર પ્રોગ્રામ થાય છે જેમાં એ બડી લિજ્જત અને લહેકા સાથે પોએમનું રિસાઈટેશન કરે છે. એ ત્યારે આવડે જયારે આપણું મન ખુલ્લું હોય. 😉 આતો થઇ આપણને વારસામાં મળેલી પોએમ્સની વાત. પોએમ્સના ફોર્મેટ ઈમ્પોર્ટ પણ કરવામાં આવ્યા છે. જેમકે સોનેટ, હાઈકુ, નઝમ, ગઝલ, હઝલ વગેરે વગેરે. આ બધા ફોર્મેટ એટલા મજબુત છે કે દરેક પર એક અલગ સીરીઝ થઇ શકે એમ છે. ગઝલો અને નઝમોની વાત છે ત્યાં સુધી આપણા સહુના પ્રિય એવા શ્રી મનહર ઉધાસ સાહેબે એમને બરોબર નિખારી છે. આ એક રસ્તો છે જેના આધારે માસ મીડિયા સુધી પહોચી શકાય છે. દુર્ભાગ્યે દરેક પોએમના નસીબમાં આવી ફેઈમ નથી હોતી. 😦

એક રીતે જોવા જાવ તો કાવ્યનો લય એ કોસ્મિક લય છે. બ્રહ્માંડનો લય, આદિ શક્તિનો લય, CERN ની લેબની બહાર રહેલા નટરાજનો લય આ બધા લયનો પડઘો દિલને તારતાર કરતો જાય ત્યારે કાવ્યતત્વની ત્રાડ દિમાગને સુન્ન કરે છે. દિલસે નીકળી હૈ તો દિલ તક જાયેગી…પૃથ્વીના કોઈ પણ પડમાં જોઈ લેવાની છૂટ, કવિતા એ અંદરના અસંતોષની પીડા છે, અંદરની તડપનું પ્રતિબિંબ છે, પીડાનો આક્રોશ છે અને આક્રોશની પીડા છે. બસ એને આપડે સમજી શકીએ એવા શબ્દોમાં રજુ કરે એ કવિ.

પાપીની કાગવાણી:

આ વખતે થોડું ગંભીર અને થોડું ઊંડું ચિંતન કરવું પડે એવી લાઈન્સ….

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?

કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી,હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત.

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ..

– મકરન્દ દવે

Advertisements
Leave a comment

4 Comments

 1. બોસ..મોજ પડી ગય
  શબ્દે શબ્દ જાણે કવિતા હતી,અને હરેક વચ્ચે ની જગ્યા પણ કૈક કેહતી હતી
  કોઈ વિષય પર કવિતા લખવી સેહલી કહી શકાય પણ ખુદ કવિતા વિષે લખવું..ડેરીંગ જોયે બાપુ
  જલસો પડી ગયો…

  Reply
 2. ટાગોર કહેતા ; કે કવિતા કાંઈ સમજાવવાની ન હોય , એ તો અંદરથી જ ઉગી , ને મેં કાગળ પર ઉતારી ! જો હું એ સમજાવવા જઈશ તો કાંઈક ભળતો જ અર્થ નીકળશે . { Gentle request to visit my blog for Ravindrnath Tagore on Poem . }

  Reply
 3. એક વાર પોએટ્રી માં મારેલી ડૂબકી , માણસનું મન હમેશા ભીનું રાખે છે! 😉
  This is ‘શાબાશ’ લયદાર પોસ્ટ દોસ્ત! 🙂

  Reply
  • “આ લય બહુ વાયડી ચીજ છે”…..
   સો ટકા સાચી વાત….. દિલ સાંભળો ત્યાં લય ખસી જાય અને લય સાંભળો ત્યાં દિલ….. 😛

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: