• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  August 2012
  M T W T F S S
  « Jul   Sep »
   12345
  6789101112
  13141516171819
  20212223242526
  2728293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

સેડ હાર્ટ, કરેજીયસલી…!!!

20 ઓગસ્ટ. રાજીવ ગાંધીનો બર્થ ડે.પણ આ દિવસ ગુજરાતી ભાષાને બેલી ડાંસ કરવાનું મન થાય એટલો જોરદાર છે. બીજો કોઈ દેશ હોત તો રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવો જાહેર થઇ ગયા હોત અને કઈ કેટલાય ચોક,સ્ટ્રીટસ્ ને નામાભિધાન થઇ ગયા હોત. પણ ડીસએડવાન્ટેજ ગુજરાત કે જેની શેરમાર્કેટ/એકેડેમિક શેઠીયાઓની બદસુરત સ્ત્રીઓ ગુજરાતી ભાષાને વીસ પુસ્તકોની લાઈબ્રેરીના, ‘દુર્ગમ સંગીત’ વાળા ડાયરાઓના કે પોતાના NRI સન/ડોટરને ગુજરાતી સમાજમાં જ પરણાવવા માટેના મહઝ પ્રદર્શન તરીકેના અંગ સિવાય યુઝ કરતી નથી. એ અંગ સડી ન જાય એના માટે આ બ્લોગના લેખકો અને એમના જેવા બીજા અનેક નાના મોટા સૈનિકો તમે વાંચો છો એ પળ, એ સેકંડ સુધી કાર્યરત છે અને આગળ પણ રહેવાના છે.. યેસ્સ, આજે માઉન્ટમેઘદુત માટે સેલીબ્રેશનનો અને છાતીફાટ ગૌરવ લેવાનો દિવસ છે. ગુજરાતી ભાષાને ચરણે પોતાનું માથું વધેરી દેનાર સર્જકો ઘણા છે. થોડા નામ સાદર સેલ્યુટ [અને ઝાઝી ક્ષમા] સાથે… નર્મદ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, કવિ ન્હાનાલાલ, રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફ ‘કલાપી’, રાવજી પટેલ, શેઠશ્રી ર.પા. વગેરે વગેરે…પણ આજે જેની વાત માંડીએ છીએ એ સદાકાળ વોરિયર, રાઈફલના બોલ્ટની જેમ ગુજરાતી ભાષાને કલમની તાકાતથી રીડરના મગજમાં વિચારોની પોઈન્ટ બ્લેન્ક બુલેટ ઠોકનાર અને એવી જ બાદશાહતથી જીન્દગી જીવી જનાર, વ્યાકરણના નિયમોની ઐસી તૈસી કરીને સુષ્ઠુ સુષ્ઠુ વાક્યોને દુર્યોધનની જાંઘોની જેમ તોડી ફોડી નાખનાર , હેમિંગ્વેનું અપડેટેડ ગુજરાતી વર્ઝન અને આપણા બર્થડે બોય એટલે ‘ધ’ ચંદ્રકાંત બક્ષી…

‘એકમેવ’ – ચંદ્રકાંત બક્ષી

આજે બક્ષીનો જન્મદિવસ છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે આ માત્ર બક્ષીને જ શું કામ લખવાના? તો મિત્રો,જે ચંદ્રકાંત બક્ષીને નથી ઓળખતા એમને દિલથી સોરી કહેવાનું છે કેમકે આજે ફરી એકવાર એમના ગયાનો કકળાટ થવાનો છે. દર વખતે એમની પુણ્યતિથી હોય કે જન્મતિથી, એક લીટી જે એ વારંવાર કહ્યા કરતા, યાદ આવી જાય છે- તું ફિર આ ગયી, ગર્દીશે આસમાની/ બડી મહેરબાની બડી મહેરબાની..ઘણા માણસ જીન્દગી જીવે છે, ઘણા ગુજારે છે, ઘણા હિમત તૂટી જતા રેલ્વે ટ્રેક નીચે કે બિલ્ડીંગ પરથી કુદીને લાઈફને ફેંકી દે છે. પણ હિંમત મરવામાં નહિ, જીવવામાં જોઈએ છે અને જે માણસે જિંદગીમાં એકેય ભૂલ જ ન કરી હોય એ તો જીવ્યો જ કેમ કહેવાય? બક્ષી અહીંયા બીજાઓ કરતા જુદા પડે છે. બક્ષીની એક શબ્દમાં વ્યાખ્યા કરવી હોય તો આ રીતે થાય- ઓનેસ્ટી. બકૌલ જયભાઈ એમણે લેખકો-સર્જકોને બહુ માન નથી આપ્યું,પણ વાચકોને જરૂર કરતા વધુ મહોબ્બત કરી બતાવી છે. આમ તો, બક્ષી એટલે એસીડીક મિજાજ એવું જ બધા માનતા હોય છે અને ઘણેખરે અંશે એ સાચું પણ છે. લેકિન, કિન્તુ, પરંતુ, ઓનેસ્ટીનો આરંભ જે-તે વસ્તુ/વ્યક્તિના હોવાપણાના સ્વીકાર સાથે પુરો થાય છે. પ્રેમમાં પણ સામેવાળાનો સ્વીકાર જ હોય છે ને? એમણે સમગ્ર સ્ત્રી જાતિને, ગુજરાતી મહાજાતીને, ભારત દેશને અને પર્સનલ લાઈફમાં પત્ની બકુલા અને દીકરી રીવાને બેસુમાર પ્રેમ કર્યો છે. એ પ્રેમ, એ દઝાડતી પ્રામાણિકતા અને ભીના હોઠો પર રહેલા ઝાકળના બુંદો જેટલો ક્રિસ્ટલનુમા એહસાસ એમના લખાણોમાં જાણે પ્રેમતત્વને એક્સપોઝ કરી નાખે છે અને સર્જક બક્ષી એમાં ઘૂંટાતો રહે છે.

Baxi in ETV Gujarati’s SAMVAAD

નોસ્ટાલ્જિયા કે વિષાદાનંદ એમનો ફેવરીટ સબ્જેક્ટ છે અને કોણ નથી જાણતું કે પ્રેમનો સાક્ષાત્કાર દર્દની ઘુટન વિના નથી થતો? પત્ની બકુલાના ગયા પછી પાર્ટનર ગુમાવ્યાનું દુ:ખ એમણે છુપાવ્યું નથી. પણ યાદોને સાથે લઈને બેસી રહેવું અને અવસાન નોંધોનું સર્જન કર્યા કરવું એ ટાઈપની કાયરતા એમણે બતાવી નથી. એ પછી પણ એમના પરફોર્મન્સમાં ફેર નથી પડ્યો,ઉલટાનું એમનું સર્જન વધુ ધારદાર બન્યું હોવાનું એક વાચક તરીકે અમે નોંધ્યું છે. મૃત્યુનો એહસાસ માત્ર વ્યક્તિને સ્વ ની અનુભૂતિ કરાવી દે છે. પછી ફોટામાં સ્થિર આંખો કોઈ દિવસ બંધ નથી થવાની અને આ વરવી વાસ્તવિકતા, ભીંસી નાખતી શ્વાસની એકલતા વચ્ચે સ્વીકારી લેવાની છે અને લીલી નસો હોવા છતાંય એમાં ધીમે ધીમે પાનખર ફૂટતી જોતા જવાની છે. માત્ર કલમદાડિયા બની બેઠેલા, કુર્તાની નીચેના નંગા બદન ઢાંકતા, અને ચાપલુસીયુક્ત બદબૂદાર ગમારોની વચ્ચે પ્રોફેશનાલીઝમની વ્યાખ્યા જીવવા માટે અપાર મહેનત અને સુજી જતી આંખોની તેજી જબાન પર, કલમ પર ચડે ત્યારે ભાગ્યે જ એમાં નુક્તેચીની થાય. બક્ષીના ભાગે પ્રોફેસરનો રોલ પણ આવ્યો જેને એમણે દિલ દઈને નિભાવ્યો. ઓશો જેવું, જે આવ્યું એને એવું જ સ્વીકારીને ઉજવી લીધું…

નવી પેઢીને માટે ચંદ્રકાંત બક્ષી નવું નામ છે. મમ્મી પપ્પાના મોઢે સાંભળ્યું હોય એવું મેમરીમાં છે કદાચ. પણ, એ પેઢી આજે જે સર્જકોને વાંચે છે કે વાંચવાની છે એ બધાયનો શબ્દ બક્ષી યુનિવર્સીટીની ક્રેશ બેચનો જ આઉટપૂટ છે. એમની શબ્દોની માયાજાળ બક્ષી નામના પેટ્રોનસ ચાર્મથી બનેલી છે. બેશક, એમના સમકાલીનોનું પ્રદાન અદ્ભુત છે. પણ બક્ષી એટલા માટે આગળ છે કેમકે એમણે સતત અપડેટ રહીને યુવાનીને ભર્યા હાથે પોંખી છે. મિલેનિયમના આગમનને એમણે પણ દરેક પાર્ટીપ્રેમી ગુજ્જુની જેમ જ વધાવ્યું છે અને એટલે જ એ આજેય સાંપ્રત છે. નવી પેઢીને અમારે કશું જ કહેવું નથી. માત્ર એ કહેવું છે કે એમને વાંચી જુઓ, કદાચ પોતાની અંદરુની શક્તિ અમારી ખીલી ગઈ એમ ખીલી ઉઠશે, ફાટી ઉઠશે, યોર રેબેલ/યોર ફાયર ઇઝ વેઇટિંગ ફોર ધેટ ચાર્મ, યોર પેટ્રોનસ ચાર્મ….ગો ફોર ઇટ.

પાપીની કાગવાણી:

“ હોક , જો લાઈફમાં ખાઈ ન શકાય, પી ન શકાય, સરખી રીતે જીવી ન શકાય, તો એ લાઈફ શું કામની? આઈ રીજેક્ટ ધેટ લાઈફ …. અર્નેસ્ટ હેમિંગ્વે [મોઢામાં બંદુકનું નાળચું મુકીને,ઘોડો દબાવીને આત્મહત્યા કરી એ પહેલા એમના સાથી હોક્થ ને કહેલું વાક્ય.]

તમે કાયમ વાચકોના હૃદયના સુલતાન જ રહેવાના છો અને જ્યાં સુધી પુસ્તકો રહેશે, ત્યાં સુધી આ સલ્તનત પણ રહેવાની છે. – [જયભાઈના ઈટીવી પરના કાર્યક્રમ ‘સંવાદ’માં બક્ષીબાબુની મુલાકાતનું જયભાઈએ આ લાસ્ટ લાઈનથી સમાપન કર્યું હતું.]

Advertisements
Leave a comment

11 Comments

 1. Nehal Mehta

   /  August 20, 2012

  Kya baat…..Enjoyed reading it…:)

  Reply
 2. એક આડવાત : જ્યોર્જ ઈસ્ટમેને પણ આત્મહત્યા કરતા કહ્યું કે મારું કામ હવે પૂરું થયું હવે જીવીને શું કામ ? ઓ તેરી . . .

  અને ચંદ્રકાંત બક્ષી વિષે તો આપે ગુલાલ ઉડાડી જ દીધો છે , એમના જન્મદિવસે !

  અને હેમિંગ્વે પરના દીપકભાઈ સોલીયાના આર્ટીકલ્સ પ્રમાણે , તો એમના એટલા બધા અકસ્માત થયા હતા કે . . .

  Reply
  • Harsh Pandya

    /  August 20, 2012

   true nirav…but thing is his attitude towards life..which was indeed of living each n every second with the way he wanted…hemingway was bakshi’s idol… 🙂

   Reply
 3. હરનેશ સોલંકી

   /  August 20, 2012

  શ્રી બક્ષી સાહેબને તેમના ૮૦માં જન્‍મદિવસે ખુબ ખુબ અભિનંદન

  Reply
 4. કલમની તાકાતથી રીડરના મગજમાં વિચારોની પોઈન્ટ બ્લેન્ક બુલેટ ઠોકનાર…
  વાહ દોસ્ત…આનાથી વધારે સારી રીતે આનું વર્ણન થાયજ ના શકે…
  હેડ્સ ઓફ તો બક્ષી એન્ડ હિસ્ ગ્રેટેસ્ટ ફેન…

  Reply
 5. ભાઈ હર્ષ હુ તો આ બ્લોગનો કોઈ રેગ્યુલર વાંચક નથી…બે દિવસ થી એફ બી ન્હોતુ ખોલ્યુ..આજે ચેક કર્યુ અને બધી ધોધમાર પોસ્ટીંગ વચ્ચે..બક્ષીફેન્સ ના વાવટાઓ..ટાઈપીકલી દિલ ફાડિને ફરકતા હતા..;) એમા ખબર નઈ કઈ લીન્ક ઉપરથી..કઈ રીતે..એન્ડેડ ઉપ હીયર..એન્ડ ઈટસ બીન ક્મ્પલીટલી વર્થ..સુપર્બ લી વ્રીટન..બ્રેવો મેન..નેઈલ્ડ ઈટ !!

  Reply
 6. Raj Mistry

   /  August 26, 2012

  મને ગર્વ થાય છે કે – હું બક્ષી ના જન્મદિવસે જ જન્મ્યો છું……..! અને મને પણ બક્ષી જેવી વૈચારિક આસમાની ખુલ્લાપણું ગમે છે……..સલામ બક્ષી બાબુ…..!

  Reply
 7. Hi Harsh,

  That was an exceptionally well-written blog. Rarely, one comes across an intellectual blog written in Gujarati. I 100% agree with whatever you have written about Bakshi Sir. Sadly, I’ve only recently started reading his books, thanks to my mom’s old collections, when he is no longer with us. I must say, I’m completely smitten by Bakshi Sir’s writings and wish he had lived longer to enlighten us more. May his soul rest in peace.

  Vaibhavi

  Reply
 1. હેપ્પી બર્થ ડે, બક્ષીબાબુ « મારા વિચારો, મારી ભાષામાં!
 2. સેડ હાર્ટ, કરેજીયસલી…!!! | RangrezZ
 3. Baxi – Forevergreen…!!! | Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: