સિરીયલ કિલર part 2

હમણાં સિદ્ધાર્થ છાયા સાહેબ ના બ્લોગ પર એક સરસ પોસ્ટ વાચી, જેમાં સીરીયલો ના નવા ટ્રેન્ડ, ગીતો ના નામ પર થી સીરીયલો ના નામ અને એની પોસીબલ સ્ટોરી ની……

શ્રી સિદ્ધાર્થ ભાઈ ની મદદ ખાતર એના આઈડિયા ની મોનોપોલી માં ખાતર પાડવા માટે આ પોસ્ટ ની સિકવલ “સીરીયલ કીલર્સ પાર્ટ ટુ” અહી રજુ કરીએ છીએ…….
૧. અજીબ દાસ્તાન હે યે, કહા શુરુ કહા ખતમ : ક્રીસ નોલન જેવા જીનીયસ ભેજા ને અનુરૂપ સીરીયલ, સ્ટોરી કોઈ પણ રાખી શકાય બસ એટલું કનેક્શન રાખવાનું કે એપિસોડ ૨૬ એપિસોડ ૧ ની ડાયરેક્ટ સિકવલ હોય અને એ બંને વચ્ચે ની વાર્તા ના બે કટકા કરી એક એપિસોડ ૭૬ અને બીજો એપિસોડ ૧૧૨ માં હોય.
૨. તુમ્હારી નઝર કયું ખફા હો ગઈ, ખતા બક્ષ દો ગર ખતા હો ગઈ : એક ન્યાયાધીશ અને એક કેદી વચ્ચે ની લવ સ્ટોરી, જે કોર્ટ રૂમ માં જ ડેવેલોપ થતી હોય, ૨૫૦ ૩૦૦ એપિસોડ પછી લગ્ન ની વાતો ચાલે જેમાં ન્યાયાધીશ ની માં ને એના ભાવી જમાઈ સામે વાંધો હોય…. બીજા ૪૫૦ ૫૦૦ એપિસોડ પછી એવું દેખાડવાનું, કે એ કેદી અને ન્યાયાધીશ ની લવ સ્ટોરી એક ક્રિમીનલ પ્લાન નો ભાગ હોય અને કેદી નું હ્રિદય પરિવર્તન થાય, એ કેદી ની એક મદદગાર હોય જે આ કેદી ને પ્રેમ કરતી હોય, પણ એના લગન બીજે થઇ ગયા હોય. અને જનરેશન લીપ માં આ કેદી ના અને એની મદદગાર ના સંતાનો વચ્ચે ની લવ સ્ટોરી દેખાડવાની..
૩. C.A .T કેટ – કેટ માને બિલ્લી : એક અંગ્રેજી ભણાવતી શિક્ષિકા ના લગ્ન ગધાપ્રસાદ છાપ ગમાર પણ સીધા સાદા છોકરા સાથે થાય, પહેલા સો બસ્સો એપિસોડ સુધી એ બંને વચ્ચે પ્રેમ થતો દેખાડવાનો, પછી અચાનક સી આઈ એ એ ભાઈ ની તપાસ માં આવે અને એને એક આતંકવાદી ગણી ને લઇ જાય (એના ૫૦ ૬૦ એપિસોડ કાઢી શકાય) પછી અચાનક ખબર પડે કે એ આતંકવાદી એ આ ભાઈ નો જુડવા હતો, એટલે સી આઈ એ પેલા ને માફી માંગી ને છોડી દે છે….. કહાની માં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે જયારે પેલો ગધાપ્રસાદ છાપ ગમાર જ આતંકવાદી નીકળે…. (જોઈન્ટલી રીટન બાય કમલ હસન, ફરહાન અખ્તર એન્ડ લાસ્ટ એપિસોડ ના ગેસ્ટ રાઈટર પૂજા ભટ્ટ 😉 )….
૪. જબસે તેરે નૈના, મેરે નૈનો સે લાગે રે: બે આંધળા ઓ ની લવ સ્ટોરી ,હવે તમે પૂછશો કે આમાં નૈના ક્યા આવ્યા? સિમ્પલ: સ્ટોરી એક હોસ્પિટલ માં ચાલુ થાય જ્યાં બંને હીરો અને હિરોઈન આંખો “ઇન્સ્ટોલ”  ( 😀 ) કરવા આવ્યા હોય. ત્યાં એના માં – બાપ ની મદદ થી મળે. અને બંને વચ્ચે પ્રેમ થાય, ૧૦૦એક એપિસોડ પછી ખબર પડે કે છોકરી ના પપ્પા જે એવિલ ડોક્ટર હોય એની દવા ને લીધે હીરો આંધળો થઇ જાય, અને છોકરા ના પપ્પા બળજબરી થી છોકરી ને ય આંધળી બનાવી દે, એટલે બંને પરિવાર એક બીજા ની વિરુદ્ધ થઇ જાય અને પછી બંને ના લગ્ન થઇ જાય…….
૫. હસતા હુઆ નૂરાની ચેહરા, કાલી ઝૂલ્ફે રંગ સુનહરા : રાજ કપૂર ના નકશે કદમ પર ચાલતા એક જોકર ની અને એના પરિવાર ની વાર્તા પર બનતી સીરીયલ. સર્કસ અને મનોરંજન ઇન્ડસ્ટ્રી ની કાળી બાજુ દેખાડતી એક ઓર સીરીયલ, આમાં પણ આજકલ પાવ ઝમી પર નહી પડતે મેરે ની જેમ સામાજિક નિસ્બત પર ધ્યાન આપી શકાય…. (આ ટાઈટલ અને આ વાર્તા પર પ્રથમ હક્ક “મધુબાલા” ના પ્રોડ્યુસર નો રહેશે)
૬. શેહેર મેં હું મેં તેરે, આકે મુજે મિલ તો  લે: નવા જમાના ની કેચી સ્ટોરી, ઈન્ટરનેટ ની મદદ થી બે બડીઝ એક બીજા ને મળે અને બડીઝ માંથી બ્રો બની જાય. બંને અલગ અલગ શહેર માં રહેતા હોય. બંને એક બીજા ના શહેર માં જતા હોય પણ કદી રૂબરૂ મુલાકાત થઇ શકે એમ ન હોય, (અગેઇન) ૨૦૦ એપિસોડ પછી અચાનક એમાં લવ સ્ટોરી ઘુસાડવાની, બંને બડીઝ ની વહુઓ પણ ઈન્ટરનેટ થી જ મળે એ ય અલગ અલગ શહેરો માં રહેતી હોય અને એમાય મુલાકાત ન થઇ શકે એવા લોચા હોય, પરિવાર જનો ના વિરોધ વચ્ચે બંને કપલ્સ ઈ-લગ્ન કરે અને ૫૦૦ માં એપિસોડ માં ખબર પડે કે બંને છોકરી ઓ ના આઈડી એક્સચેન્જ થઇ ગયા હોય. (ધીમે ધીમે પંડ્ય માં નાર્સિસસ આવી રહ્યો છે, હમણાં અરીસા માં જોઇશ એટલે પંખા ચાલુ થઇ જશે)
૭. દેનેવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે : (આ ટાઈટલ અને વાર્તા પર પ્રથમ હક્ક હેટ્સ ઓફ પ્રોડક્શન નો છે, બાકી ની સંસ્થાઓ એ અત્યારે તસ્દી લેવી નહિ), માધ્યમ વર્ગ ના એક પરિવાર ની કથા, પપ્પા એક નિવૃત શિક્ષક હોય અને બચત થી ઉભા કરેલા મકાન માં પોતાના બે દીકરાઓ અને એના પરિવાર સાથે હળી મળી ને આનંદ થી રહેતા હોય, આ પરિવાર ને દર વખતે એક મોટો દલ્લો હાથ લાગતો હોય, પણ એ દલ્લા હારે એક મોટો પ્રોબ્લેમ પણ આવી જાય જેને સોલ્વ કરવા માં આ દલ્લો વપરાઈ જાય અને અંતે બધા બેક ટુ સ્ક્વેર વન.
૮. તુ જહાં ભી જાએગી, તેરે પીછે પીછે મૈ આઉંગા, આઈ લવ યુ માય એન્જલ તુજે કભી ના ભુલાઊંગા: એક પરફેક્ટ ફેન્ટસી સ્ટોરી, એક રખડું છોકરા ને એક એન્જલ એટલે કે પરી સાથે પ્રેમ થઇ જાય, એ છોકરો એ પરી ને એટ્રેકટ કરે એમાં ૧૦૦ એક એપિસોડ જતા રહે, ત્યાં સુધી માં પરી ય આ છોકરા ના પ્રેમ માં પડી જાય અને બંને લગ્ન નું વિચારે. પેલી એક એન્જલ અને આ એક સામાન્ય કાળા માથા નો માનવી બંને ના લગ્ન કઈ રીતે થાય? (આ કન્ફયુઝન માં બીજા ૨૦૦ એપિસોડ જવા દેવા એ તો આ પ્રોડ્યુસરો માટે નાનીમા ના ખેલ) પછી એવું નક્કી થાય કે કાં તો પરી એની જાદુઈ શક્તિ ગુમાવી દે અથવા પેલો છોકરો મેહનત કરી એન્જલ બની જાય. (બીજા ૫૦ ૬૦ એપિસોડ) અને આટલી બધી મેહનત કર્યા પછી ફાઈનલી સસુર દામાદ છાપ મેલોડ્રામા. પ્રોડ્યુસરો આ લવ સ્ટોરી ને આસાની થી ઇન્ટર કાસ્ટ મેરેજ ના મેટાફોર તરીકે ગણાવી શકે. વળી પાછો કોઈ ટ્વિલાઈટ સીરીઝ નો પંખો (જો મળે તો કેજો અહિયાં પંખા ચાલુ કરવા છે) હોય તો આખી સીરીઝ ને ટ્વિલાઈટ જેવો “વર્લ્ડ ક્લાસ ટચ” પણ આપી શકે છે. 😛
સેમીકોલોન

સંગીત સજેશન,
વહી ચેહરા વહી આવાઝ : જેણે પ્લેબેક આપ્યું હોય એ જ સ્ક્રીન પર હોય એવા ફેવરીટ ગીતો
૧. મૈ યહા તુ વહાં અને ચલી ચલી (બંને બાગબાન) ધ બચ્ચન સહુથી પહેલા…… જોડકણા અને રીસાઈટેશન સિવાય બચ્ચન બાબુ  (સીનીયર ઓફકોર્સ) ની સિંગિંગ રેંજ નો પરિચય આમાં વધારે થાય છે. બુઢ્ઢા હોગા .. નું હાલે દિલ પણ સંભાળવા જેવું છે.
૨. સેન્યોરીટા (ઝીંદગી ના મિલેગી દોબારા)– ફરહાન અખ્તર ના ચમકારા તો રોક ઓન થી ય જાણીતા છે, પણ અભય દેઓલ અને રિતિક રોશન પાસે ગવરાવવું અને તોય ગીત ગમ્મે ત્યારે સાંભળવાનું મન થાય એવું બનાવવું એ અઘરું છે.
૩. ઝેહરીલે (રોક ઓન) – “પંખીડા” ના સિંગર સુરજ જગન નું ફ્ષ્ટ ઓન સ્ક્રીન પરફોર્મન્સ.
૪. રાણાજી (ગુલાલ) – પીયુષ મિશ્રા – જો કે ગીત નો ફેવરીટ પાર્ટ રેખા ભારદ્વાજ નું સિંગિંગ અને માહી ગીલ ની પ્રેઝન્સ જ છે સાથે સાથે પીયુષ મિશ્રા ય દિલ જીતી જાય છે.
૫. રિન્દ પોશ માલ (મિશન કાશ્મીર) – એઝ ઓફ નાવ શંકર એહસાન લોય નું એક માત્ર સ્ક્રીન એપિઅરન્સ
એન્ડ
. લાઈફ ઇન મેટ્રો નું કર સલામ સિવાય નું કોઈ પણ સોંગ, કર સલામ એન્ડ ક્રેડીટ વખતે આવે છે, એટલે એમાં કોઈ જ દેખાતું નથી બાકી મુવી માં સોન્ગ્સ વખતે માં પ્રીતમ એન્ડ ટીમ ને દેખાડવા નો આઈડિયા એકદમ લાજવાબ હતો.
Advertisements
Leave a comment

6 Comments

 1. Height of Imagination near to reality…!!! 😀

  Reply
 2. 1) An idea can change your life : )

  2) પીયુષ મિશ્રા નું કોક સ્ટુડીઓ માં આવેલ પરફોર્મન્સ જોરદાર હતું ! , Cock Studio , aired on MTV is really recommended .

  Reply
  • I like to watch it, but there are other contenders for TV…. ane repeat telecast vakhte ka to sui gyo hou athva aava kaik coding na ke bija bija kam ma valagyo hou….

   Season 1 ni jem aani y CD bahar padshe tyare lai leva ma avshe…. TV screen ma chadta jadu ni khabar nahi pan headphone ma thi to literally kahumbo j nitre chhe 😛

   Reply
 3. આને કહેવાય કાખ માં છોકરું ને ગામ માં રાડારાડ… હાઈપર સીટી નોઈસ પોલ્યુશન જેવું. #૧. અજીબ દાસ્તાન ના મોડેલ પર એક ટીવી સીરીયલ વેસ્ટ માં બચ્ચેલોગ માટે ચાલે જ છે. નામ છે સ્ટાર વોર્સ ધ ક્લોન વોર્સ અને રચયિતા છે નોલન અને મારી જેવા અનેક ના મંદિર માં જગ્યા મેળવી ચુકેલા જ્યોર્જ લુકાસ પોતે. અત્યારે એની સીઝન ૫ ચાલે છે અને આ સીરીઝ માં કોઈ પણ ત્રણ એપિસોડ ડાયરેક્ટ સિકવલ કે પ્રિકવલ હોય એવું નથી. સીઝન ૧ ના એપિસોડ ૯ ની પ્રિકવલ સીઝન ૩ માં ય છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: