ટાર્ગેટ એચિવર્સ – ખરેખર?

આ દેશમાં સત્યની સાથે ચાલવું એ કોઈ જંગથી કમ નથી, ખાસ તો ત્યારે જયારે અસત્ય સત્તામાં હોય અને આપણે સત્યની મશાલ જલતી રાખવા પોતાની જાતને અને આસપાસના વ્યક્તિઓ,વિચારોને પૂળો મુકવાનો હોય. સત્ય એટલે અભય. સત્ય એટલે પારદર્શિત નજર. સત્ય એટલે વિસ્ફારિત આંખે જોયેલી અભિભૂત કરતી આભા જેનો પ્રકાશ એને આત્મસાત કરનારને નહિ,એનો વિરોધ કરનારને આંજી મુકે છે. ડીટ્ટો ભૂતપ્રેત કાઢવાની વિધિ. ભૂતપ્રેત છે કે નહિ એ ચર્ચા ફિર કભી,પરંતુ સાળંગપુર ગયા હશે એને ખબર હશે કે નોર્મલ માણસોને કષ્ટભંજન દેવના દર્શનથી પીડા નથી થતી.હા,કઠેડામાં બેસનારને પીડા મળે છે કેમકે ત્યાં ઈશ્વરનો વિરોધ છે. કદાચ એટલે જ સત્યને શિવસ્વરૂપ ગણવામાં આવ્યું છે.

તો વાત ચાલી રહી છે ઇન્ડિયાની. આ દેશ એક દંભપ્રધાન સમાજનો બનેલો છે. પોતાની નીચે રેલો આવે ત્યારે તમામ નિયમો,નીતિશાસ્ત્રની તોતિંગ વાતો ચુપકીદીપૂર્વક અને નાગી નફફટાઈથી ભૂલી જવામાં આવે છે. અહિયા ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની પેલા વ્રુક્ષને ખસેડવાની એડ એવોર્ડ લઇ જાય છે અને એ જ ટાઈમ્સમાં ગુજરાત રાયોટીંગ કેસમાં મુખ્યમંત્રી માનવાધિકાર ક્યાં ક્યાં ભૂલ્યા એ વિગતવાર છાપવામાં આવે છે.અફકોર્સ, સ્યુડો સેક્યુલારીયા ડોગીઓના કાંઉ કાંઉ મિશ્રિત ઓર્કેસ્ટ્રા સાથે જ સ્તો. ઘણીવાર બધું ફોર્મ્યુંલેટેડ લાગવાનું કારણ એ કે એ ખરેખર ફોર્મ્યુલેટેડ જ હોય છે. શેત્રુંજી પાઈપલાઈનમાં ભંગાણ પડવાની ખબર પડે તો કોણે પાડ્યું એ ખબર ન પડી શકે? વાહિયાતપણાના અલગ કોર્સીસ નથી થતા.કોઈ પણ છાપા કે ન્યુઝના તંત્રીઓને મળો એટલે તરત સમજાય જાય.

સવાલ એ છે કે માત્ર ન્યુઝ ફેબ્રીકેટેડ નથી હોતા, બીજું ઘણું ફેબ્રીકેટ કરવામાં આવે છે. કમ ઓન ટુ કોર્પોરેટ્સ. આજે વાત કરીએ સેલ્યુલર ઓપરેટર્સની. એવરેજ ઓપરેટર્સ કે બીજા સર્વિસ પ્રોવાઈડર્સ પોતાની સર્વિસ આપે છે એના માટે પૈસા લે છે. આ બધા પ્લેયર્સ, કોમ્પીટીશનમાં ટકી રહેવા સેલ્સ રેવન્યુ વધુને વધુ જનરેટ થાય એવા પ્રયત્નો કરતા રહે છે. હવે આ કાઈ જાદુની છડી તો છે નહિ કે સેલ્સ આમ વધી જાય.એટલે નીચલા લેવલે ગરબડો સ્ટાર્ટ થાય છે. ઉપરથી પ્રેશર આવે કે તમે સેલ્સ વધારો,વધુ ને વધુ સીમ કાર્ડ વેચો. પણ, રીયલ ફિલ્ડમાં જનારાને ખબર હોય છે કે એમ કોન્ફરન્સ રૂમમાં સ્ટ્રેટેજી ઘડવાથી કે આંકડાઓ માંડવાથી સેલ્સ વધી ન જાય. એટલે આરામપ્રિય આળસુ પ્રજા નવો તરીકો ગોતી લે છે. ડીલર્સ, સબ ડીલર્સ અને એજન્સીઓ ફેક નામે સીમકાર્ડ ઇસ્યુ કરે છે જેને વાપરનાર પાછા એ જ એજન્સીના લોકો હોય છે.

હવે,ટ્રાઈ એ સીમકાર્ડ ઇસ્યુ કરવા માટે અમુક ગાઈડલાઈન્સ બહાર પાડેલી છે, જે અંતર્ગત તમારે સીમકાર્ડ જોઈતું હોય તો ફોટો + આઈડી પ્રૂફ + એડ્રેસ પ્રૂફ જોઈએ. આ એજન્સીઓ ઝેરોક્સ સેન્ટર્સ, સ્ટુડીઓવાળા પાસેથી આ ડેટા લે છે. યાદ હોય તો તમે જયારે સીમકાર્ડ લેવા જાવ છો ત્યારે તમારી પાસે એક નહિ, બે ફોટા માંગવામાં આવે છે. એક ફોટો ફોર્મ પર અને બીજો ક્યાં ચોટાડવામાં આવે છે એ પૂછ્યું છે કોઈ દિવસ? બીજો ફોટો જાય છે બીજા ફોર્મ પર. બીજા નામે. આઈડી પ્રૂફ ની ઝેરોક્સ કરાવવા જાવ છો ત્યારે એ સ્કેન કરીને સેવ કરે છે કે એમનેમ કોપી કરી આપે છે એ માર્ક કર્યું છે?

હવે,આ ફોટા અને આઈડી પ્રૂફ સાથેનું ફોર્મ જે-તે એજન્સીના એક્સીક્યુટીવ જ ભરે છે અને સહી પણ પોતે જ કરે છે. નતીજા, નવું સીમકાર્ડ અને જે-તે એજન્સીના નામે અક્મ્પ્લીશ્ડ ટાર્ગેટ. જે આ ખેલ વધુ સારી રીતે કરે એને કંપની ઇનામોથી નવાજે છે. ટાવર એતો નક્કી ન કરી શકે ને કે રવજીભાઈના નામનું સીમકાર્ડ એ પોતે જ વાપરે છે કે બીજા ગામમાં રહેનાર સવજીલાલ? ડેટા એન્ટ્રી જુઓ તો ખબર પડે કે ઠેઠ હરિયાણાના એડ્રેસ પ્રૂફ પર ભાવનગરમાં કાર્ડ ઇસ્યુ થાય છે. અને આ વસ્તુ અસલી ફોર્મ જુઓ તો જ ખબર પડે, કમ્પ્યુટરની એન્ટ્રી જુઓ તો બધું વ્યવસ્થિત જ લાગે. ઓથેન્ટિકેશન કરવાનું કોઈને શું કામ સુઝે? કંપનીને પૈસા મળી ગયા, સરકારને બતાવવાનું પ્રૂફ મળી ગયું, ભાડમાં જાય બાકી બધું. હોલસેલ ડીલર્સ આ સીમકાર્ડના આગોતરા પૈસા આપીને બલ્કમાં સીમકાર્ડ ખરીદી લે છે અને પછી મન થાય એ રીતે વહીવટ કરવામાં આવે છે. આખું વ્યવસ્થિત ચક્ર ચાલે છે જેમાં પૂરી બારાત જમે છે.જાનૈયા સહીત.

મુદ્દો એ છે કે આવી અન-એથીકલ પ્રેક્ટીસ શું કામ ચાલે છે? પ્રેશર અને ટેલેન્ટની કશ્મકશમાં અંતે પેટ જીતે છે અને જયારે બે છેડા ભેગા કરવાના હોય ત્યારે આ બધું બહુ આમ લાગે છે,ઇન્સેન્ટીવ છૂટ્યું, કંપનીમાં જે તે એજન્ટ/એજન્સીના નામે રેકોર્ડ જમા થઇ જાય એટલે દુનિયા જખ મારે છે. ક્યારેક ગાંધીજીની સાધન શુદ્ધિની વાતો ખરેખર કચરામાં નાખવાની ઈચ્છા થઇ આવે કેમકે કંપનીને આંકડાઓથી મતલબ છે, હ્યુમનથી નહિ. પ્રોફિટ વધશે તો તમે ખાઈ શકશો. અને ઇન્ડિયા ‘ખાવા’માં તો ચેમ્પિયન છે. આ ટાર્ગેટ એચીવ કરવામાં પણ સાઠમારી હોય છે. અંદરોઅંદરની લડાઈ પણ એટલી જ અસર કરતી હોય છે. એક તો બોસ કોલ પર જાય નહિ અને જો જાય તો પોતાનું વાહન વાપરે નહિ. આ તો બહુ નાની વાત છે. આ જ બોસ તમને ખાવાનુંય ન પૂછે કેમકે સેલ્સની જોબમાં લંચ અવર નથી હોતો. બે કોલની વચ્ચે ગળચી લેવાનું હોય છે. એ જ બોસ ચેક ન લાવો તો ‘સેલ્સ હો કયું નહિ રહા?’ ચિલ્લાતો હોય છે.

આફ્ટર ઓલ, દુનિયા સારા અને ખરાબ માણસોથી ભરી પડી છે અને કોર્પોરેટસ્ આ બેમાંથી જે પ્રોફિટેબલ હોય એમાં માર્ગ પકડીને ચાલતા હોય છે. ક્લાયન્ટ્સને ઉલ્લુ બનાવવા, એ જ ટાઈમે એની પાસેથી ચેક લેવા માટે ડિસ્કાઉન્ટની લાલચ આપી એના લાળા પણ ચાવવાના…ક્યાંક ક્યાંક નહિ,બધે જ એથીક્સની ધજ્જિયા ઉડાડીને કામ કરવામાં આવે છે.

પાપીની કાગવાણી:

આવું તમારી આસપાસ પણ ચાલતું જ હશે.

થાય તો વિરોધ કરજો , કચકચાવીને… જય હિન્દ

Advertisements
Leave a comment

1 Comment

  1. ભડભડતી પોસ્ટ…
    જય હિન્દ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: