Delightful Dubai, Terrific Turkey – 8

Bosphorus Cruise

દસ જુલાઈ.

આજે બોસ્ફરસ ક્રુઝનો વારો છે. માર્મરા સમુદ્ર ફરતે ચક્કર લગાવવાનું છે. આ ક્રુઝમાં જ ફિલ્મ ‘ગુરુ’નું શુટીંગ થયું છે.મલ્લિકા શેરાવત કરતા પેલી ગાયક[નીતિ મોહન]નો અવાજ જેમાં વધુ જામે છે એ ‘મૈયા મૈયા’ ગીતનો આઉટડોર શૂટ અહી આ ક્રુઝ પર થયેલો છે. ક્રુઝની પછવાડે જઈને સમુદ્ર પર નજર કરી. નજર ફરતી ફરતી નીચે સુકાન પાસે ગઈ ને મન કડવું થઇ ગયું. સાલા ટુરીસ્ટોએ એમાં પાણીની બોટલ્સ, પ્લાસ્ટીકના ઝભલા અને બીજો કચરો નાખ્યો હતો. પ્લેનમાંથી જ્યારે જોયું હતું ત્યારે જે કુદરતી સૌન્દર્ય જોવા મળ્યું હતું અને ધરતી પર હૈયાફાટ પ્રેમ ઉભરાયો હતો એ જ ધરતીના સમુદ્રની આવી હાલત જોઈને મગજનો પીસ્ટન છટક્યો.

Garbage in the Sea

View through Cruise

Hotel for staying the Footballers

Government University , Istanbul

It ‘s the windscreen reflection of the view…

ક્રુઝ પૂરી કરીને ‘સ્પાઈસ બઝાર’ ગયા. આ બઝાર 1597-1664 દરમિયાન બનેલું છે અને એ મુખ્યત્વે ઇજિપ્શિયન ઢબનું છે. મુસ્તફા આગા નામના આર્કિટેક્ટ એ આ બઝારનું બાંધકામ કર્યું છે. યેની કેમી કોમ્પ્લેક્સનો એક ભાગ બનેલું આ બઝાર ઇસ્તાન્બુલની બીજા નંબરની સૌથી મોટી મસ્જીદમાં છે. દરેક મસ્જીદ પોતાનું એક બઝાર ધરાવે છે. અહિયા સોનાની વસ્તુઓમાં બે જાતના કેરેટ જોવા મળે છે. 14 કેરેટ અને 22 કેરેટ. અહીં કરન્સી રેટ 1 ડોલર=1.6 ટર્કીશ લીરા થાય છે. એ હિસાબે 1 ટર્કીશ લીરા= 28.87 INR થાય.

2nd Largest Mosque in Turkey

Spice Bazaar

Gold Products in the Bazaar

Some More…

2nd Largest Mosque in Turkey

Te amor, TE DE AMOR…

Leave a comment

4 Comments

  1. મગજમાં પીસ્ટન હોય છે , એ પહેલી વાર જાણવા મળ્યું !

    Reply
  2. ભવનગરીયાઓ ને ખવાર હોય જ!🙂

    Reply
    • વિશાલ અને નીરવ ની પોસ્ટ નો સંયુક્ત જવાબ,

      મગજ માં પીસ્ટન ય હોય અને પીન ય હોય, અને બેય ને એક જ વસ્તુ આવડે છે, છટકવું.
      કોના મગજ માં શું હોય, એ મગજ ની સાઈઝ અને વપરાશ પર આધારિત છે….

      હળવદ, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને દક્ષીણ ગુજરાત વાસીઓ ના મગજ માં પારા પણ હોય છે એવું રણછોડભઈ મફાભઈ પટેલ યુનીવર્સીટી ના સંશોધકો ને જાણવા મળ્યું છે.😛

      Reply
      • *સાલું મે શું લખ્યું? મારૂ મન લખતી વખતે ભટકતું હતું!
        સુધારો: ભાવનગરીયાઓ ને ખબર હોય આ શબ્દની !
        ઘણાને મગજ ની જગ્યાએ બાટલા ઇન્સ્ટોલ કરેલા હોય છે!
        દા.ત.,: મારો બાટલો ફાટશે, મારો બાટલો ફાટયો, ! મારી બાટલી(!) ગરમ કરમાં!!!😀😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: