Delightful Dubai, Terrific Turkey – 5

સાત જુલાઈ

આજે વારો પડ્યો દુબઈ સીટીનો.આઠ ગુજ્જુ પીપલ અને દુબઈનું બિચારું સીટી મ્યુઝીયમ.પંદર મીનીટમાં આખું જોવાઈ જાય એવું હતું.શોર્ટ એન્ડ સ્વીટ[said by Maulik].આજે અમારો ગાઈડ હતો અમિત.એ પણ બરોડાનો છે.આજે દુબઈના ઇતિહાસને નજરે નિહાળ્યો.ત્યાં એક ગાદલા પર ચાર-પાંચ તકિયા જોઈને મારા મોઢામાંથી નીકળેલો શબ્દ હતો ‘મહેફિલ’ અને એને અમિતે પુષ્ટિ આપતા કહ્યું કે એને ‘મજલીસ’ કહે છે.પછી તો મગજમાં ઘાયલ,રુસ્વા મઝલુમી,બેફામ,શયદા વગેરેની મહેફિલની વાત ઘૂમરાવા માંડી.ત્યાંથી જુમેરા બીચ પર ગયા.ત્યાં આગળ થોડે દૂર પામ જુમેરા કરીને એક માનવસર્જિત ટાપુ છે.હેલીકોપ્ટરમાંથી જુઓ તો ખજુરીના પાન જેવા આકારનો એ ટાપુ મોંઘા મોંઘા ફ્લેટ્સ ધરાવે છે.શાહરુખ ખાનનો બંગલો પણ જોયો.એટલાન્ટીસ નામની હોટેલ પણ જોઈ જે આ ખજુરીના પાનના થડ પર છે.ત્યાં આગળ મોનોરેઈલ છે જેનું સ્ટેશન આ એટલાન્ટીસ હોટેલમાં પણ છે.ત્યાનો વોશરૂમ વાપરી શક્યા એટલા નસીબદાર ;). ત્યાંથી આગળ ગયા બુર્જ ખલીફા જોવા. દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડીંગ છે બુર્જ ખલીફા. તમને 150 દિરહામ ની ટીકીટ લઈને 122 માં ફ્લોર સુધી જવા દે છે.ટોટલ 185 ફ્લોર છે.એની સામે જ દુબઈ મોલ છે જેની સ્પેશિયલ બસ સર્વિસ છે બુર્જ ખલીફા અને એટલાન્ટીસ ટૂર માટે.બસમાં નાસ્તો કરવાની મનાઈ છે એવું બોર્ડ અમે ઘણા વખતે વાંચ્યું.પણ ત્યાં સુધીમાં હું અને મૌલિક શિંગ ભુજીયા ખાવા માંડ્યા હતા.સાચું જ કહેવાયું છે કે Rules are made to be broken…ત્યાંથી હોટેલ પરત આવ્યા. મારા નોકીયાના ફોને અને મૌલિકના કેમેરાએ બંડ પોકારતા બેટરી લો હોવાના સિગ્નલ્સ આપવા માંડતા અમે બધું ચાર્જીંગમાં મૂકી થોડું ઊંઘ્યા.

Dubai Museum

MAJLIS

ATLANTIS

Monorail Station of Palm Jumeirah

Burj Khalifa

Bus to Emirates Mall and Burj Khalifa

Dubai Mall

Gigantic Dubai Mall Roof

હવે વાત આવે છે ડેઝર્ટ સફારીની. સાંજે ચાર-સાડા ચાર આસપાસ નીકળી ગયા.ડ્રાઈવરનું નામ હતું મોહમ્મદ. રણમાં ગાડી ચલાવવાની એને જબ્બર ફાવટ છે એ અમે પાછળથી જાણ્યું.રસ્તામાં પેટ્રોલ પુરાવ્યું ત્યારે ખાસ જોયું કે ત્યાનો ભાવ ઇન્ડિયા કરતા કેટલો ઓછો છે. માત્ર 1.72 દિરહામ/લીટર.મુરલી દેવરા સાહેબ, સાંભળો છો ને? રણ પાસે પહોચ્યા અને મોહમ્મદનો હુકમ છૂટ્યો કે કુર્સીકી પેટી બંધ લીજીયે વરના ચોટ લગ જાયેગી. મૌલિક ફ્રન્ટ સીટ અને હું લાસ્ટ સીટ પર ગોઠવાયા એ લાલચે કે શુટીંગ સારું થશે.પણ શુટીંગ કરતા કરતા લીટરલી ફીણ આવી ગયા.મોહમ્મદ એ બ્લેક ગોગલ્સ ચડાવ્યા,ચારેય ટાયરની હવા થોડીક કાઢી નાખી અને પહેલા ગીઅરમાં ગાડી નાખી.ટોયોટા લેન્ડક્રુઝરના પહેલા ગીયરનો થ્રસ્ટ રણની રેતીને ચીરતો અને અમને બધાયને સ્તબ્ધ કરતો ગયો. જે રીતે એ ગાડી ચલાવતો હતો એ જોતા અમને એમ થયું કે આ ગાડી છે કે પેલું અમેરિકાનું મિલેનિયમ ફોર્સ રોલરકોસ્ટર? કેમેરા માંડ સીધા રહી શકતા હતા અને લોહીના પ્રવાહના કોઈ જ ઠેકાણા નહોતા. એમાં મેં છીંકાછીંક શરુ કરી.રેતીના એક ઢુવા પર જઈને એણે ગાડી ઉભી રાખી અને બોનેટ ખોલી નાખ્યું તો ધુમાડે ધુમાડા દેખાયા. અમારી સાથેની ગાડીઓમાં એક બે જણાએ વોમિટ પણ કરી.પણ,વોમિટ ગાડીમાં કરો તો 200 દિરહામનો ફાઈન લાગે છે એટલે પ્લાસ્ટિક બેગ આપવામાં આવે છે.

Petrol Price (!!)

Desert Safari

ત્યાંથી રીટર્નમાં ગયા કેમ્પ પર જ્યાં બેલી ડાન્સિંગ વિથ બાર્બેક્યુ ડીનર હતું. અસલી બેલી ડાંસ જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ ગયું. 😛 ડેઝર્ટ સફારીનો બધો થાક પેલીની ઘુમરી ખાતી બેલી જોઈને એમાં ઓગળી ગયો.  હોટેલ પહોચીને આડા પડ્યા. કાલે સ્નો પાર્ક જવાનું છે.

Barbecue Dinner-Stage+Dinner

પાપીની કાગવાણી:

બેલી ડાન્સિંગ પર અગેઇન એક વાઈલ્ડ ક્વોટ-

‘‘હવે સમજાય છે કે આપડું સૂર્યમંડળ અને આકાશગંગા ઘૂમરીઓ ખાય છે એને માટે આવી ઘુમતી બેલી જ જવાબદાર છે. 😉

Advertisements
Leave a comment

4 Comments

 1. 😀 mast Mr.Pandya!! 🙂

  Reply
 2. Dharmesh Vyas

   /  July 8, 2012

  vaah mast m mast varnan

  Reply
 3. બસમાં નાસ્તો કરવાની મનાઈ છે એવું બોર્ડ અમે ઘણા વખતે વાંચ્યું.પણ ત્યાં સુધીમાં હું અને મૌલિક શિંગ ભુજીયા ખાવા માંડ્યા હતા.સાચું જ કહેવાયું છે કે Rules are made to be broken…

  ” પહેલે ઇસ્તમાલ કરે ફિર વિશ્વાસ કરે : ) ”

  અને બેલી તો અલબેલી છે – ” બેલી રે બેલી , ક્યાં હે યે પહેલી ? ” ( યાદે , સુભાષ ઘઈનું બ્લોકબસ્ટર ! )

  Reply
 4. ભાઈ …..આ ફેસબુક વારા એ કૈક લોચો મારીઓ છે …તમારા એક પણ ફોટા દેખાતા નથી …:) સારી બંધુક ગોતી ભડકે દેવા પડશે ..માર્કઝુકારીયા માર ખાવા નો થયો છે એ નક્કી છે

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: