Delightful Dubai, Terrific Turkey – 4

છ જુલાઈ

 

હોટેલ SUN N SHEEL મુંબઈ. સવારે એરપોર્ટ પર વહેલા પહોચી ગયા અને ઈમિગ્રેશન પતાવ્યું. બોર્ડીંગ પાસ લઈને ગેટ નંબર 12 પાસે જઈને બેઠા. રાબેતા મુજબ પેલા ‘ભમરા’ને આધીન રહીને પહેલા તો સેલફોન ચાર્જર ગોત્યા અને પછી લેપટોપ ઓન કરીને Wi-fi કનેક્ટીવીટીમાં ઘોકા મારવાના ચાલુ કર્યા. ત્યાં ઇન્ફોર્મેશન કીઓસ્ક પરથી જાતજાતની ઇન્ફો ગોતીને ટાઈમપાસ કર્યો. ગેટ તરફ જતા જતા ઘણી આકર્ષક પ્રલોભનકારક ચીજોએ મારું અને મૌલિકનું ધ્યાન પૂરતું હટાવવાની કોશિશ કરી પણ વિશ્વામિત્ર ચળે,મૌલિક-હર્ષ નહિ… 😛 [વડીલોની હાજરી હતી એટલે!!! 😉 ખેર,ફ્લાઇટે ટેઈક ઓફ કર્યું અને આ વખતે નજરો ખરેખર ઠરી… 😛 ઘણા દિવસોથી વરસાદ આવું-આવું કરતો હોય અને અચાનક એક દિવસ બપોરે સરપ્રાઈઝ આપીને ધોધમાર ઝાપટું પડે,ને જે થાય એવું પેલી ક્યુટી-પાઈઓ :)ને જોઈને થયું યાર…રાબેતા મુજબ મૌલિક લાસ્ટ સીટ પર જતો રહ્યો અને થોડી વારે મારા ભમરાએ પણ મને ત્યાં ગોઠવાવી દીધો..બધી જ જાતના વ્યુ મસ્ત રીતે આવતા હતા.અમે બે તો એ મૂંઝવણમાં હતા કે વિમાનની બહાર જોવું કે અંદર કેબીન કૃ તરફ? 😛 જમી ખાઈને પરવાર્યા ત્યાં ઉમેશ અંકલ બાજુમાં આવીને ગોઠવાઈ ગયા[મેં તો કાઈ ‘એવું’ નહોતું લીધું,પણ મૌલિક? 😉 ].મેં તો ‘ગુઝારીશ’ ચાલુ કર્યું,મૌલિક બીજું એકાદ મુવી જોતો હતો.થોડી વારે એ જતા રહ્યા પછી અમે ‘અસલ’ મુડમાં આવ્યા. ફ્લાઈટમાંથી ઉતરીને ઘણું ઘણું ચાલીને બહાર નીકળ્યા.ત્યાં એરાઈવલમાંથી જતા હો ત્યારે ડાબી બાજુ નીચે નજર કરો એટલે ભાત ભાતની વસ્તુઓ વેચતી ડ્યુટી-ફ્રી દુકાનો છે.

Duty Free(??) Car

એ પેસેજ પાસ કરો એટલે ઈમિગ્રેશન આવે.ઈમિગ્રેશનની ઓપોઝીટમાં UAE નું ઓફીશીયલ મની એક્સચેન્જ કાઉન્ટર છે જ્યાં તમને આરામથી દિરહામ મળી જાય છે. ઈમિગ્રેશનવાળા તમારી આંખની IRIS સ્કેન કરીને ડેટા ફીડ કરે છે.એરપોર્ટના મેઈન એન્ટ્રન્સમાં મોટા પંખાઓ [!!] ગોઠવ્યા છે જેમાંથી સતત પાણી છાંટવામાં આવે છે કે જેથી હ્યુમીડીટી લેવલ જળવાઈ રહે. પાર્કિંગમાં મૌલિક અને હું બેય સ્તબ્ધ બનીને અને આંખો શક્ય એટલી ફાડી ફાડીને Mustang, Land Cruzer,Luxus,Hummer,Jaguaar,Land Rover આવી બધી ‘સુંદરીઓ’ જોયા કરતા હતા. ત્યાંથી હોટેલ SEA SHELL INN માં રૂમ નંબર 704. ઉમેશ અંકલના રૂમ નંબર 402[બગડો સહેજ આગળ હોત તો મજા આવત.. 😉 ]માં દેશી લંચ કર્યો અને આખી દુનિયાની સ્ત્રીઓ સીતાજીના વખતથી જેની પાછળ ગાંડી છે એવા ગોલ્ડ માટે અમે ગોલ્ડ સાઉક નામની માર્કેટમાં ગયા.પણ,જેમ દર્દ દિલમાં ઉઠે એની દવા સહેલી નથી હોતી એમ જ ત્યાં પહોંચવા માટે ટેક્સી પકડવાની પ્રવૃત્તિમાં અમને જે કસરત થઇ છે એનો હજી સુધી નોસ્ટાલ્જિયા ઉતર્યો નથી. 😛 એક બે જગ્યા એ જોયું તો મજા ન આવી એટલે ગુજરાતીઓની દુકાનો ગોતવી શરુ કરી અને તરત ઘુસ્યા ‘ધકાણ જ્વેલર્સ’ માં. એ લોકો મૂળ કેશોદના છે અને દિલ દઈને વસ્તુઓ બતાવે છે..ત્યાં આગળ અમે પહોંચ્યા ત્યારે એ લોકો વણેલા ગાંઠીયા અને જલેબી-મરચા ખાતા હતા. એ જોઈને મને રાજકોટ અને ભાવનગરના રૂપમ સિનેમા પાસેના ગાંઠીયા અને મૌલિકને રાતની ST સ્ટેન્ડની વાતો યાદ આવી ગયા.

Front Side of Gold Centre, Next to Gold Souk

દુબઈમાં પણ સોનાનો ભાવ ન્યુયોર્ક ગોલ્ડ ઇન્ડેક્સ મુજબ જ ફોલો થતો હોય છે એટલે આંતરરાષ્ટ્રીય લેવલ પર સોનાનો એક ગ્રામનો ભાવ તો સરખો જ રહે છે એ જાહેર જનતાએ નોંધ લેવી,પણ મજુરી એટલે કે લેબર પ્રાઈસમાં તમે બાર્ગેઇન કરી શકો છો. મૂળે તો સોનાની પ્યોરીટી સો ટચની હોય છે.અહી 18 કેરેટ, 22 કેરેટ સોનાની વસ્તુ એટલી જ હોવાની કેમકે રૂલ્સ વધુ કડક છે.

Advertisements
Leave a comment

1 Comment

  1. વડીલો ઉમરના એક પડાવ સુધી ( આપણી ) , આપણા માટે પેપર વેઇટ જેવું કામ કરે છે કે જેથી કરીને આપણે ક્યુટીરૂપી હવાના ઝોકામાં કાગળીયાની જેમ ઉડી ન જઈએ , હી હી : )

    મિલ બેઠેંગે તીન યાર , હું – ગાંઠિયા – જલેબી
    ચાહે વો હો , સૌરાષ્ટ્ર – ભારત યા અરેબી !

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: