Delightful Dubai, Terrific Turkey – 3

પાંચ જુલાઈ

સવારે આઠ વાગીને ચાલીસ મીનીટ.અલકા આંટીએ બારણું ધબધબાવ્યુ ત્યારે તો હું અને મૌલિક ઉઠ્યા.એલાર્મ બિચારા ગાંગરી ગાંગરીને થાક્યા પણ અમે નહોતા ઉઠ્યા.ખેર,તૈયાર થઈને નાસ્તા પર તૂટી પડ્યા.બ્રેડ-બટર,કોર્ન ફ્લેક્સ(જેને અક્કી ચીભડા કહે છે. 😛 ),દૂધ,ઓરેન્જ જ્યુસ[જેના ટેસ્ટમાં મને VITAL –Z ની મીલીભગત લાગી એ],એમાં નાખવાના સ્યુગર ક્યુબ્સ,પૂરી,ઉપમા,સંભાર,બટેટાનું શાક,ચટની, સફેદ બટેટા[બોઈલ્ડ ઈંડા યાર.. 😉 ] અને કટલેસ.બ્રેડના ટોસ્ટરમાં ગમે તે થયું હોય એ રામ જાણે,પણ પેલું બ્રેડ ટોસ્ટ થઇ ગયા પછી એની મેળે બહાર આવવી જોઈએ એ ન આવી તે ન જ આવી.અંતે મેં કાઢી ત્યારે બિચારી પ્રેમભંગમાં જલેલા દિલની જેવી કાળીધબ્બ થઇ ગઈ હતી. 😦 પપ્પાના રૂમમાં નાસ્તા પછી મીટીંગ ભરાઈ અને હજી એજન્ડા મુકાય એ પહેલા વેઈટર ભૂલથી એક કેક લઈને આવી ગયો.મૂળ વાત એમ હતી કે અમારી જોડેના પ્રવાસી એવા બાબુભાઈ પટેલનો 60 મો જન્મદિવસ હતો અને એ એમના રૂમમાં જવાને બદલે અમારા રૂમમાં કેક લઇ હાજર થઇ ગયો.એમના રૂમમાં જઈને વિશ કર્યું પછી બેક ટુ ધ રૂમ. સામાન પેક કરી વીર સાવરકર એરપોર્ટ પર પહોચ્યા.આવતા જેમ ખડકાયા હતા એમ જ જતી વખતે પણ ખડકાઈને ગયા.કોલકાતા પહોચ્યા ત્યાં જોયું તો અસલ રાજકોટનું ગાંધીગ્રામ સ્ટેશન જ જાણે જોઈ લો.સાલું એક જ એરાઈવલ અને એક જ ડીપાર્ચર.ગેટ્સ છે કે શિવ શક્તિ હોલ[ભાવનગરમાં આ નામે એક હોલ છે.] એજ મૂંઝવણમાં હતા.એરપોર્ટની ટાઈલ્સ પર બેસીને પલાઠી મારીને જમવા બેઠા.જમીને હું અને મૌલિક અમારા શરીરમાં એક ચોક્કસ જગ્યાએ રહેલા ભમરાને આધીન થઈને 😉 એરપોર્ટની બહાર અસલ કોલકાતા જોવા નીકળી પડ્યા.

ગાંધીજી એ કહ્યું છે કે અસલી ભારત જોવું હોય તો પૈદલ જવું.અમે પણ પૈદલ નીકળ્યા અને એક લીમડાના ઝાડવા નીચે રહેલી ટીપીકલ બંગાળી લોજમાં બેસીને થમ્સ અપ પીધી.ભુખ તો હતી નહિ,પણ ચિક્કાર નિરીક્ષણ કર્યું.મૌલિક જ્યાં બેઠો હતો ત્યાંથી જમણી બાજુ એક પડદો હતો જેની આરપાર અમે એક બિલાડીને એક પીપ પર બેઠેલી અને ત્યાં પડેલા ભાતના બાઉલની રખેવાળી કરતા જોઈ.મેઈન રોડ ઉપર જવાની લાહ્યમાં અમે કાદવ કીચડ બધું વટાવતાં ફૂટપાથ પર ચાલી રહ્યા હતા.ત્યાં કોઈને ગાડી (અને સરકાર પણ..હાહા) ચલાવવાની સેન્સ નથી એવું પ્રત્યક્ષ જોયું.અને એટલે જ ત્યાં ફૂટપાથ આટલી સરસ છે. મેઈન રોડ પર એક સ્વીટની એસીવાળી દુકાનમાં ઘુસ્યા.થોડી પુછપરછ પછી અમે રોશોગુલ્લા અને સોન્દેશની માંગણી કરી તો એ આન્ટીએ બીજી દુકાનનું સરનામું આપ્યું.પદયાત્રા શરુ થઇ અને પહોચ્યા મીઠાઈવાળાને ત્યાં.સોન્દેશ [ત્રણ,પાંચ અને દસ રૂપિયાપર પીસ] અને રોશોગુલ્લા[ત્રણ,પાંચ રૂપિયાપર પીસ] લઈને પાછા એરપોર્ટ પર પહોચ્યા.

એક વાત એ પણ નોંધવાની કે એરપોર્ટની બહાર નીકળો અને ટેક્ષી પાર્કિંગ તરફ જાવ તો ડાબી બાજુ ‘સપ્તગીરી’ નામની રેસ્ટોરા છે જ્યાં ગુજરાતીઓને ભાવે એવો નાસ્તો વ્યાજબી ભાવે મળે છે.વધુ રખડપટ્ટી ન કરવી હોય અને સાથે ચિલ્લર હોય તો એ જગ્યાએ ખાવું ધ બેસ્ટ છે.હા,અંદર જતી વખતે ટીકીટ બતાવવી ફરજીયાત છે નહિતર પ્રવાસ પર સજ્જડ બુચ વાગી જવાની પૂરી શક્યતા છે. એરપોર્ટમાં માંડ જઈને મોઢું ધોવા જતા હતા ત્યારે ઉમેશ અંકલે સ્ત્રીઓને લઈને બહાર ચક્કર મરાવવાનું કહ્યું. સાચી જ વાત છે કે [ઘરની!!] લક્ષ્મી આવતી હોય ત્યારે મોઢું ધોવા ન જવાય.એમને ફેરવીને પાછા અંદર લાવ્યા ત્યાં ઉમેશ અંકલ મૌલિકને બહાર ખેંચી ગયા.કલાકેક પછી બેય અંદર આવ્યા એનું રીઝન અલકા આંટીનું ટેન્શન અને મારો ફોનકોલ જવાબદાર હતા.. 😛

Netaji Subhash Chandra Bose

સિક્યુરિટી ચેક માટે આખો હોલ છે જે એરપોર્ટના એન્ટ્રન્સમાં પ્રવેશો ત્યાંથી ડાબી બાજુ છે.ત્યાં આગળ નેતાજી સુભાષચંદ્ર બોઝનું પુતળું છે. આમ તો સિક્યુરિટી રીઝન્સને લીધે એરપોર્ટના ફોટા નથી લેવા દેતા પણ બાજુમાં ઉભેલા મશીનગનધારી ગાર્ડને નેતાજીનો ફોટો લેવાનું પૂછ્યું તો એણે સુખેથી હા પાડી.એ ક્ષણે દિલ વધુ જોરથી ધડકવા લાગ્યું કેમકે વીર સાવરકરને ડો.શરદ ઠાકર[via ‘સિંહ-પુરુષ’]ના માધ્યમથી મળ્યો અને નેતાજીને આ રીતે મળ્યો. નોકિયા x6 ની ફ્લેશ ક્યારે પડે છે એ જ નથી ખબર રહેતી અને અનાયાસે મારાથી એ પુતળાને, કે જેના પર હિન્દુસ્તાનને છાતીફાટ અભિમાન હોવું જોઈએ અને જે કરોડો યુવાનોના આદર્શ છે,હતા અને રહેવાના છે, એ સફેદ માર્બલનુમા મૂર્તિને નમન થઇ જાય છે અને આજીવન સ્વાતંત્ર્ય સેનાની રહેલા દાદાનું રગોમાં વહેતું લોહી ફરીવાર ધગી ઉઠે છે. જેટ લાઈટ એરક્રાફ્ટનું એન્જીન જાણે અંતરના અવાજના પડઘા પાડે છે એ રીતે ત્રાડો નાખે છે અને વિમાન ટેઈક ઓફ થઇ જાય છે મુંબઈ તરફ.

(આટલે સુધીનું વર્ણન કોલકાતા-મુંબઈની ફ્લાઈટ દરમિયાન મેં અને મૌલિકે સાથે ચર્ચીને,યાદ કરી-કરાવીને લખ્યું છે.On a philosophycal yet funny note…Presenting મૌલિકનું કન્ફેશન-વિચારસ્ત્રાવ અને વીર્યસ્ત્રાવમાં કશો ફેર નથી એ આજે ખબર પડી ગઈ… 😉 )

મીન વ્હાઈલ,અમે હોટેલ SUN N SHEEL માં રૂમ નં.301 માં બેઠા છીએ.રાતના એક વાગીને પચાસ મીનીટ થઇ છે. ઊંઘનું નામોનિશાન નથી અને સવારે ચાર ત્રીસે ઉઠવાનું છે.ટીવીમાં સ્વ.બ્રિટની મર્ફીનું મુવી આવે છે.એરપોર્ટમાં અમારા લગેજની એક બેગનો વારો પડ્યો છે.એક બકલ તો ઓલરેડી પોર્ટ બ્લેરમાં તૂટી ચૂક્યું છે અને આજે મુંબઈમાં એક નાકું તૂટી જવા પામ્યું છે.

પાપીની કાગવાણી:

સાલું બેગ અને દેશ,બેય આમ જ છે.ખરાબ રીતે અપાતી ટ્રીટમેન્ટ એક પછી એક નાકા તોડતા જાય છે,પછી ક્યાંક અમારી જેવા યુવાનો અને અમારી પછીની પેઢી આ દેશનો લગેજ ઉચકી શકવા માટે પણ અસમર્થ ન બની જાય… 😦

Advertisements
Leave a comment

3 Comments

 1. બેન ગુરીએન એરપોર્ટ – તેલ અવિવ માં પણ ડેવિડ બેન ગુરીએન નું આવું હેડ બસ્ટ છે, (કદાચ બે છે)…. ઇન્ટરનેશનલ એરપોર્ટ નું નામ જે તે ક્ષેત્ર ના લીડર પર થી રાખવાની પ્રથા સારી છે, જેમ કે છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ (મુંબઈ), સરદાર પટેલ એરપોર્ટ(અમદાવાદ), કમાલ અતાતુર્ક એરપોર્ટ(ઇસ્તન્બુલ) પણ અન ફોર્ચ્યુંનેટલી આ કોઈ લીડર ના હેડ બસ્ટ કે તસ્વીરો જે તે એરપોર્ટ પર લગાડવા માં આવી નથી…. 😦

  Reply
 2. સુભાષચંદ્ર બોઝના પુતળા નીચે , તેમની અટક ” બસુ ” કેમ લખાણી છે ? ક્યાંક તમે ફોટો તો ખોટો નથી પાડીયોને ? હી હી I am Joking . . ( મહાન અભિનેતા શ્રી ૧૦૮ ચંકી પાંડે ! )

  અને એડી મર્ફી , કેદીથી સ્વર્ગસ્થ થઇ ગયા ? ડો. ડુલીટલ !

  Reply
  • Harsh Pandya

    /  July 31, 2012

   Error accepted…it’s BRITNEY MURPHY… 😛 will be solved

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: