Delightful Dubai, Terrific Turkey – 2

ચાર જુલાઈ

ખેર, સવારે 6.50 ની ફ્લાઈટ હતી અને નહાયા વગરના બેસી પણ ગયા. ન્યુ દિલ્હી થી પોર્ટ બ્લેર વાયા કોલકાતા. કોલકાતામાં 15 મીનીટનો રેસ્ટ અને પછી એ જ ફ્લાઈટમાંથી ટ્રાન્સફર કરવાનું આવ્યું બીજા એરક્રાફ્ટમાં. ત્યાં તો પ્લેનમાં બંગાળી પ્રજા ચડી. આપણે એ ભાષા તો ન સમજીએ પણ વાતે વાતે ‘આક્છે તુમી’શબ્દો પાનની પિચકારી મારતા હોય એમ સંભળાયા કરે. થોડી વારે એ લોકોએ ST બસમાં આપડે ભાતાના ડબ્બા ખોલીએ એમ પોતપોતાના ટીફીન ખોલ્યા. અમને દ્વિધા એ થઇ કે સાલું આપડે પોર્ટ બ્લેરની ફ્લાઈટમાં જ બેઠા છીએ કે દ્વારકા-ભાટિયા ઇન્ટરસીટી બસમાં? 😦  એક બાજુ ચિલ્લર[ટેણીયા પાર્ટી]ની રડારોળ અને પેલા ‘આક્છે તુમી’ શબ્દોની ધાણીફૂટ રમઝટ. નવ વાગતા સુધીમાં તો ટોઇલેટ માટે લાઈન લાગી ગઈ.આ વિમાનોમાં ટોઇલેટ પણ અજીબ હોય છે.જેટ સ્પ્રેની જગ્યા એ ટીસ્યુ પેપર ટાંગેલા જોવા મળે છે અને જાણે આપડે પાંચ ફૂટ આઠ ઈંચ હાઈટ લઈને દુનિયાનો સૌથી મોટો ગુનો કરી નાખ્યો હોય એમ બેસવામાં તકલીફો પડે!! ત્યાં પંખાય નથી હોતા તે ચાલુ થાય..બોલો . 😛

ખેર,પોર્ટ બ્લેરમાં ત્યાના પ્રતિનિધિ મનીષકુમાર અમને લેવા આવ્યા અને એ ડઘાઈ ગયો.બિચારાએ એક જ ગાડી કરેલી અને એ પણ સાદી સુમો.એના બદલે એ સુમોમાં અમારો સુમોનુમા સામાન ગયો અને અમે ધ ગ્રેટ એમ્બેસેડરમાં ખડકાયા.જેમ તેમ કરીને હોટલ TSG Emerland પહોચ્યા અને રૂમો જોઈને અમે ડઘાઈ ગયા કે સાલી આટલી રોયલ ટ્રીટમેન્ટ?હશે, પહેલા તો ત્યાના ટોઈલેટમાં ફૂલ ‘મોકળાશમાં’ વજન હળવું કર્યું અને પેટના વાવાઝોડાને અંતે વિદાઈ આપી ત્યાં મૌલિકે જમવાનું નિમંત્રણ આપતા કહ્યું કે લંચ માટે જઈએ.ખાલી પેટ અને નાક હોવા પર ગર્વ થઇ જાય એવી સુગંધની હાજરીથી રીતસરના તૂટી જ પડ્યા.બાય ધ વે,એ વેજીટેરિયન રેસ્ટોરાનું નામ ‘રુચિ’ છે. ત્યાં મેનેજરને એના દેખાવ માટે અમારા તરફથી ‘એ આર રહેમાન’ નામ આપવામાં આવ્યું અને એની અસર એવી થઇ કે જયારે જયારે અમે ત્યાં ગયા, રહેમાનના જ ઇન્સ્ટ્રુમેન્ટલ ગીતો સાંભળવા મળ્યા. 😉

જમીને સીટી ટુર પર નીકળી પડ્યા.મેઈન બજારમાં થઈને જવાનો ફાયદો એ થયો કે આખો બજારનું વિન્ડો શોપિંગ થઇ ગયું અને ફાઈનલી,અમને પેલી ચીરાયેલી બેગનો સાંધનાર મળ્યો ત્યારે દિલમાં એક દર્દ ઉઠ્યું કે સાલું આમ જ કોઈ દિલ સાંધી દેનાર હોત તો?[શું તમે છો?] 😛 બજારમાં ગાંધીજીનું પુતળું છે એ સર્કલ પર ઉભા રહીને જુઓ તો એમની પીઠ પાછળ[!!] SBI ની પોર્ટ બ્લેર બ્રાંચ છે. ફેસની સામે ટ્રક્સ પાર્ક થયેલા જોવા મળે છે અને થોડું ચાલો ત્યાં જમણી બાજુ બાર (રજનીભાઈ અહીં બહુ યાદ આવ્યા હો.. 😛 ) અને એ પહેલા ડાબી બાજુ ટ્રાફિક પોલીસ+પ્રીપેઈડ ટેક્ષીનું કાઉન્ટર છે.એ પછી મુલગા દેવનું નાનકડું મંદિર છે અને પછી ટ્રક્સની લાઈન શરુ થાય છે.બીજી એક નોંધવા જેવી બાબત એ છે કે ત્યાં પોલીસ ફોર્સમાં મોટે ભાગે મહિલા અધિકારીઓ જ ટ્રાફિક પોલીસ તરીકે સેવા આપતી હતી. ત્યાંથી અમે બીચ પર ગયા.ત્યાં આગળ રેતીમાં આપણા નખની સાઈઝના કરચલાઓ એમની સાઈઝના કાણા પાડીને નીચે જતા રહે છે અને એ કાણાની આજુબાજુ એક ચોક્કસ ડીઝાઈન બનાવે છે.

Crab Cave

Somewhat unzoomed view of Crab Cave

Final View of Crab Cave

 

રખડીને થાકીને લોથ થઇ ગયા ત્યાં રૂમમાં ટીવીમાં રોજર મૂરવાળું જેમ્સ બોન્ડ મુવી ચાલુ થયું.આખરે તો જીત ઊંઘની થઇ અને એસીએ એની ઠંડકથી અને ઊંઘે એની મારકણી અદાઓથી અમને એના આગોશમાં લઇ લીધા. 🙂

Advertisements
Leave a comment

3 Comments

 1. બાપુ ની પીઠ પાછળ બેંક. સોચને વાલી બાત હૈ બીડુ..

  Reply
 2. Paras

   /  July 6, 2012

  Airport lavatory .. it really $uck$ :p
  Nice pics of tiny crabs 🙂

  Reply
 3. Really good ones : )

  અમને દ્વિધા એ થઇ કે સાલું આપડે પોર્ટ બ્લેરની ફ્લાઈટમાં જ બેઠા છીએ કે દ્વારકા-ભાટિયા ઇન્ટરસીટી બસમાં?

  પેટના વાવાઝોડાને અંતે વિદાઈ આપી

  આવી ક્રેબ ગુફા તો પહેલી વાર જોયી , નાના છોકરાઓ જો ભૂલે ચુકે જોઈ ગયા હોય , તો ત્યાં ને ત્યાં એને ખુંદી નાખે !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: