An undefeated Emperor- Samudragupta

ભારત -ડગલે ને પગલે દંતકથાઓથી ઉભરાતો દેશ. આ એ દેશ છે જ્યાં એક વ્યક્તિ દુનિયાનું તમામ જ્ઞાન ઉલેચીને યુદ્ધ માટે પ્રેરણા આપે છે અને એના આ વિરાટ મુવને લીધે સમગ્ર યુદ્ધનું પરિણામ એ દેશ માટે ચીલો પાડનાર બને છે. આ એ જ દેશ છે જ્યાંની સ્ત્રીઓએ પણ યુદ્ધમેદાનમાં કેસરિયા કરેલા છે અને પોતાની જન્મભૂમી માટે બલિદાનો આપેલા છે. આ એ જ દેશ છે જ્યાંની સ્ત્રીઓનું યૌવન અરીસામાં સુર્ય જોતા હોઈએ એટલું ઝળહળા છે અને આ એ જ દેશ છે જ્યાં નિરંતર વોરિયર્સ પેદા થતા, અનેઆ એજ દેશ છે જ્યાં હવે જથ્થાબંધના ભાવે દંભી અને બુડથલ બુદ્ધિજીવીઓ અને ખંધા-ખૂટલ નેતાઓ પેદા થાય છે. વાત અહીં કકળાટ માંડવાની નથી. વાત છે એક ભૂલી ગયેલા સમ્રાટની,જેનું નામ આજની નહિ,અમારી પેઢી પણ ભૂલી ગઈ છે.

ચાલો જઈએ જરા ભારતની પોસ્ટ-મહાભારત હિસ્ટરીમાં. લગભગ દરેક વ્યક્તિ હિસ્ટરીમાં રસ લેતો નથી કેમકે આપણે ત્યાં એને એવી રીતે ભણાવાય છે કે કોઈ પણ મારા તમારા જેવાને બિલકુલ અણગમો આવે. પણ ફ્રાન્સિસ બેકને કહ્યું છે કે માણસે ઈતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે એ ઈતિહાસમાંથી કઈ શીખ્યો નથી. 😛 સહી બાત. આપણી તો હિસ્ટરી જ ઘરભેદીની છે. વિવેક્દોષ માટે ક્ષમા,પરંતુ અમીચંદથી લઈને વિભીષણ, એ.રાજાથી લઈને મીર જાફર, આ બધા ફૂટેલા નપાવટોને લીધે કૈક સભ્યતાઓ રોળાઈ ગઈ. તમને એમ થશે કે વિભીષણ કેમ? પણ એણે સાથ ભલે સત્યનો આપ્યો, રાજ્યનો પ્રધાન થઈને પણ રાજદ્રોહનો આરોપી એને ગણવો જ રહ્યો કેમકે રામે એને રાજ આપ્યા પછી રાવણ જેટલો લંકાનો વિકાસ કર્યા હોવાનું અમારી જાણમાં નથી અને તમનેય જાણમાં નહિ જ હોય એની ગેરંટી. 😉

કમિંગ ઓન ધ પોઈન્ટ, મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયાના હજારો વર્ષ જતા રહ્યા છે. એક બાજુ રોમન સામ્રાજ્ય એના અંતિમ દિવસો [ In that case, વર્ષો ] ગણી રહ્યું છે. ભારતદેશમાં મગધ સામ્રાજ્ય ચાલી રહ્યું છે પરંતુ સમ્રાટ અશોકના મૃત્યુ પછી એના જેવો રૂલર નજીકના ભવિષ્યમાં નથી દેખાઈ રહ્યો. આખો દેશ નાના નાના ભાગોમાં વિભાજીત થઇ ગયો છે અને લોકલ નેતાઓ પોતાની રીતે રાજ કરવા માંડ્યા છે.એવામાં પરદેશીઓ જેવા કે હુણો,મોન્ગોલો વગેરે હુમલા કરવાનું શરુ કરે છે. સમય છે ઈ.સ. 300 થી 308 આસપાસનો. ક્યાંક કૈક પરદેશીઓ રાજ કરી રહ્યા છે એનાથી મેંગો જનતામાં છુપો રોષ છે. એ વખતે ભારતમાં પોસ્ટ-અશોક ઇફેક્ટને લીધે બોદ્ધ ધર્મ વધુ હતો જે બેઝીકલી Offence is best Defense  ને નહોતો માનતો. [ભારતની પ્રજા યુદ્ધમાં નિર્માલ્ય હોવાનું આ પણ એક કારણ છે.] એના લીધે આંતરિક બળવો વધવા લાગ્યો. પ્રજાને કોઈ એક એવા નેતાની જરૂર હતી જે આર્યોએ સ્થાપેલા સનાતન હિંદુ ધર્મને સ્થાપિત કરે. અદ્દલ કૃષ્ણની ધર્મ સંસ્થાપનાર્થાય સ્ટાઈલમાં. 😉

આખરે એક નેતા મળ્યો એમને. નામ ચંદ્રગુપ્ત. આંહા, એ ચંદ્રગુપ્ત નહિ જે તમે વિચાર્યો. ચાણક્યવાળો નહિ.એ તો મગધના સામ્રાજ્યનો ફાઉન્ડર. અશોકના પરદાદા. આ ચંદ્રગુપ્ત જન્મે ક્ષત્રિય હતો અને બીજા લોકો પોતાની ભૂમિ પર રાજ કરે એ કઠતું હતું. એણે શબ્દશ: બળવો કર્યો અને શરૂઆત કરી એ વખતના નગર પાટલીપુત્રથી. [આજનું પટના. (હવે સમજાય છે ને કે બિહારમાં જ્ઞાન અને ગન જ કેમ ચાલે છે? 😉 )] ચંદ્રગુપ્તે અકબરની જેમ જ એ વખતની પાવરફુલ પ્રજા લિચ્છવીની પ્રિન્સેસ કુમારદેવી સાથે લગ્ન કરીને પોતાનો પગ ઉત્તર ભારતમાં ફુલ્લી જમાવી દીધો. કુમારદેવીથી ચંદ્રગુપ્તને બે મોટ્ટા ફાયદા થયા. 1. ભારતમાં એનું જોર વધતા વધતા એનું સામ્રાજ્ય એક એમ્પાયરમાં કન્વર્ટ થયું.એના લીધે ગુપ્ત વંશ [બોલે તો ગુપ્ત ડાયનેસ્ટી. 😛 ] સ્ટાર્ટ થયો. 2. એણે સમગ્ર ભારતમાં પબ્લિક જે ધર્મ પાળતી હતી એ ધર્મને રાજધર્મ તરીકે જાહેર કર્યો.નતીજા-ધર્મથી પ્રજા ધારણ થઇ ગઈ. [ભગવદગીતાનો વધુ એક બુદ્ધિવાળો ઉપયોગ. ;)] એણે મહારાજા ને બદલે મહારાજાધિરાજ એવું વિશેષણ ધારણ કર્યું.

ચંદ્રગુપ્તને ઘણા સંતાન હતા,પરંતુ ભારતને ચલાવવા જે સૌથી વધુ પાવરફુલ સંતાન હોય એ જ રાજા બને એવો એનો આગ્રહ હતો. [આર્ય પરંપરા] એટલે બધી પરીક્ષાઓ પાર કરીને એક પુત્ર ખરા અર્થમાં લાયક જાહેર થયો. સમુદ્રગુપ્ત. બાપના પુરા લક્ષણો ધરાવતો સમુદ્રગુપ્ત કાર્થેજના રાજા હનીબાલ જેવી લશ્કરી બુદ્ધિવાળો હતો. નૌકાવિહારનો શોખીન સમુદ્રગુપ્ત પછીથી સમગ્ર ભારતના સમુદ્ર પર ગુપ્ત એમ્પાયરનો વાવટો લહેરાવી ચુક્યો હતો એટલે જ એનું નામ સમુદ્રગુપ્ત જ પડી ગયું હતું. ખાલી સમુદ્ર જ નહિ, અફઘાનિસ્તાન સુધી એણે પરદેશીઓને હંફાવ્યા અને ભગાડ્યા હતા. સમગ્ર એશિયામાં એના નામના સિક્કા પડતા હતા. એના સમયમાં એણે પાંડવો પછી પહેલીવાર અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. આ તસ્વીર જુઓ.એમાં એના અશ્વમેઘ યજ્ઞ વખતે જે કરન્સી કોઈન્સ બહાર પાડવામાં આવેલા એ છે.

1st coin showing Horse, 2nd coin shows Samudragupta himself

સમુદ્રગુપ્તનું રાજચિહ્ન ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ હતું. ગુપ્ત ડાયનેસ્ટીથી ભારતમાં હિંદુ સામ્રાજ્યનો યુગ શરુ થયેલો હતો. દરેક રાજા સનાતન હિંદુ ધર્મને અનુસરતો હતો જેથી એના પર પ્રજાનો વિશ્વાસ ટક્યો હતો.ઇતિહાસ ગવાહ છે કે ગમે એટલું કરો, ધર્મ આધારિત સામ્રાજ્ય બહુ ટકતું નથી.સમુદ્રગુપ્તને બાપની બનાવેલી ઇમેજનો લાભ મળ્યો હતો અને મળવાનો હતો. સમુદ્રગુપ્ત ખાલી આર્મીસ્કીલ જ નહોતો ધરાવતો, એને વીણા વગાડવાનો પણ શોખ હતો. અને એવું પણ નહોતું કે ખાલી હિંદુ ધર્મ જ બધાએ સ્વીકારવાનો. એણે ગયા માં રહેલા બોદ્ધ સ્તુપોને તોડ્યા નહોતા કે બોદ્ધ સાધુઓને પણ રંજાડ નહોતી કરી. આ હિંદુ ધર્મની સારી બાજુ છે. સહિષ્ણુતા [બોલે તો ટોલરન્સ. :P] ને મુખ્ય પ્રચારનું સાધન બનાવીને એણે ચારેબાજુ રાજ્યો જીતવાના શરુ કર્યા. એક બાજુ અહિચ્છત્રના રાજા અચ્યુત અને પાડોશી નાગસેનને હરાવીને દક્ષિણના રાજ્યો તરફ તોપોનું નાળચું ફેરવ્યું. બંગાળની ખાડીને એમાં ઇન્ક્લુડ કરીને આખું વ્યવસ્થિત કેમ્પેન સ્ટાર્ટ કર્યું.વિશાખાપટ્ટનમ, ગોદાવરી નદીની આજુબાજુનો વિસ્તાર અને ઠેઠ કાંચીપુરમ સુધી એણે લડાઈઓ લડી અને જીતી. પછી ખંડિયા રાજા તરીકે ત્યાના જ લોકલ રૂલરને મૂકી દીધા કે જેથી પ્રજા કંટ્રોલમાં રહે અને બાપ જે ક્રાંતિનો લાભ લઈને આગળ આવેલો એવો કોઈ ભવિષ્યમાં ન ઉભો થાય. 😉

ખાલી લોકલ રાજાઓ જ નહિ, શક અને કુશાન વંશના રાજાઓએ પણ એનાથી ઈમ્પ્રેસ થઈને પોતાની સેવાઓ આપવાની ઓફર સમુદ્રગુપ્તને કરી હતી. સમુદ્રગુપ્ત પાસે આર્મી ઉપરાંત પાવરફુલ નેવીનો પણ સપોર્ટ હતો જેથી પુરા અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર પર એની ધાક હતી.કુશાન લોકો ગોલ્ડના સિક્કાઓમાં એક્સપર્ટ હતા એટલે એમની સેવાઓની મદદથી સમુદ્રગુપ્તે એના,એ વખતના કલ્ચર ,એ વખતની એની લડાઈઓ  વગેરે વગેરે  વિશેના સિક્કાઓ બહાર પાડ્યા હતા. સમુદ્રગુપ્તે પછીથી સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય એવું નામ પસંદ કર્યું. એના લગ્ન દત્તદેવી સાથે થયા હતા અને એનાથી એને રામગુપ્ત અને  ચંદ્રગુપ્ત-2 નામના દીકરા થયા હતા. રામગુપ્ત મોટો અને ચંદ્રગુપ્ત નાનો.દાદાનું નામ અને લક્ષણ બેયનું કોમ્બો એવો ચંદ્રગુપ્ત-2 એના બાપની જેમ જ ગુપ્ત એમ્પાયર આગળ લઇ જવાનો હતો એ સમુદ્રગુપ્તને ખબર હતી.

આ તસ્વીર ગુપ્ત એમ્પાયર એના ટોચ વખતે જેટલું ફેલાયેલું હતું એ એરિયા બતાવે છે.

Gupta Empire at its Peak

આખી વાત માંડવાના કારણ બે-

1. સમુદ્રગુપ્તને ઘણા વિદ્વાનો ભારતનો નેપોલિયન ગણે છે. હકીકતમાં,સમુદ્રગુપ્ત એક પણ લડાઈ હાર્યો નહોતો. એટલે ખરું જોતા, નેપોલિયનને ફ્રાંસનો સમુદ્રગુપ્ત કહેવો જોઈએ. 😛

2. આ બ્લોગનું સંધાન સમુદ્રગુપ્ત સાથે જોડાયેલું છે. એનો દીકરો, ચંદ્રગુપ્ત બીજો, જે પાછળથી વિક્રમાદીત્ય ના નામે પ્રસિદ્ધ થયો. એના દરબારમાં નવ રત્નોમાં મહાકવિ કાલિદાસ હતા અને એના જ ગાળામાં સંસ્કૃતને રાજભાષા તરીકે ઓળખ મળી હતી. લોકબોલી અલગ,પરંતુ,રાજવ્યવહારમાં તો સંસ્કૃત જ યુઝ થતી. કાલિદાસ વિષે અમે About Us માં પણ લખી ચુક્યા છીએ.

આ પોસ્ટનો હેતુ [બોલે તો Motive] એ જ છે કે આ વાંચીને અમારી સાથેની અને અમારી પછીની પેઢી,ઇતિહાસનું જે સારું છે,જાણવા જેવું છે એને સમજે…ઇન્શાલ્લાહ. 🙂

પાપીની કાગવાણી:

જેના નામના ઉપર છાજીયા લીધા એનો ફોટો તો મુક્યો જ નથી !! [એ ય હવે અમારે ગોતી દેવાનું? કોઈ બારી ખોલો ભાઆય.. :P]

Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: