May the force be with you -episode 4- ઇન્ટરગેલેક્ટીક ગીતા

સીથ જેદ્દાઈ, દેવ દાનવ, મન નું બેલેન્સ, સમાજ ના ભલા માટે પોતાની જાત ની કુરબાની, એક ચુઝન વન અને એની વિષે કરેલી ભવિષ્યવાણી. એ જ ચુઝન વન ના પરાક્રમો અને એના દુખ, એ શક્તિ કે જે બધા ની અંદર છે છતાય બધા ના જાણ ની બહાર હોય.

આ બધું તમને કૈક જાણીતું જાણીતું લાગે છે ને? ક્યાંક વાચેલું, ક્યાંક જોયેલું, ક્યાંક સાંભળેલું અને નાનપણ થી શીખેલું? તમને એમ થતું હશે કે આ વળી શું છે? દોસ્તો, પ્લેનેટ પૃથ્વી પરનું આ જગત હોય કે ગેલેક્સીઓ, અમુક નિયમો ફરતા નથી. એમાંય જયારે આપણે સ્ટાર વોર્સ અને ફોર્સ, એમ બેયને ગણતા હોઈએ, ત્યારે મૂળભૂત માનવમૂલ્યો [Human Values] બદલાતા નથી. એ છે વૃત્તિઓ, ગુસ્સો, પ્રેમ, લગાવ, ડર, જીજીવિષા, કર્તવ્યો વગેરે વગેરે..

સ્ટીવન રોઝેન નામ ના ભાઈ એ તો આના પર એક આખું પુસ્તક લખી નાખ્યું છે,સબ્જેક્ટ પણ જ્યુસપ્રદ છે :  ધ જેદ્દાઈ ઇન ધ લોટસ- સ્ટાર વોર્સ એન્ડ ધ હિંદુ ટ્રેડીશન . ક્લેપ ક્લેપ. વેલ,સનાતન ધર્મ તરીકે ઓળખાતો હિંદુ ધર્મ અને સ્ટાર વોર્સ ની મેઈન થીમ વચ્ચે ઘણું ગાઢ કનેક્શન છે, અનઓફિશિયલી એમ પણ કહી શકાય કે હિંદુ ધર્મ સ્ટાર વોર્સની મેઈન થીમના પાયામાં છે. [એને સનાતન ધર્મ કેમ કહેવાય છે એ પણ મસ્ત ડીબેટપ્રદ સબ્જેક્ટ છે. લેકિન વો ફિર કભી 😉 ]. કઈ રીતે?

ચાલો તમને એક વાર્તા કહું : એક સુંદર રાજકુમારી છે, એને એક રાક્ષસ ઉઠાવી જાય છે. અપહરણ થતા પહેલા આ રાજકુમારી એક સંદેશ છોડે છે. અને એ સંદેશ આપણા હીરો પાસે કોઈ રીતે પહોચે છે. પોતાની ઈચ્છા ન હોવા છતાય આ હીરો એના ભાઈ અને એના મિત્ર ને લઇ ને એ રાજકુમારી ને છોડાવવા નીકળે છે. આ રાજકુમારી ને છોડાવવા ના પ્રયાસો માં હીરો ના એક દોસ્ત નું મૃત્યુ થઇ જાય છે. આ તરફ આપણો હીરો કેટલાક લોકો ની મદદ લે છે અને છેલ્લે રાક્ષસ ને હરાવી દે છે. અને એ રાક્ષસ ની નગરી નો નાશ કરે છે અને એના લીધે સામાન્ય માણસો ને રાહત થાય છે.

હવે બોલો આ વાર્તા માં રાજકુમારી તરીકે સીતા ને, રાક્ષસ તરીકે રાવણ ને, હીરો તરીકે રામ, ભાઈ તરીકે લક્ષ્મણ, મિત્ર તરીકે બજરંગબલી,નગરી તરીકે લંકા, સંદેશ આપવાના સાધન તરીકે ઘરેણા, હીરો ના મિત્ર તરીકે જટાયુ અને હીરો જે લોકો ની મદદ લે છે ત્યાં સુગ્રીવ ની વાનર સેના નો વિચાર કરો એટલે આ વાર્તા રામાયણ થઇ જાય, હે ને?

હવે આજ વાર્તા માં રાજકુમારી તરીકે પ્રિન્સેસ લિયા ને, રાક્ષસ તરીકે ડાર્થ વેડર ને, હીરો તરીકે હાન સોલો (પ્રેમનાથ મહેતા ની “તારક જંગ” નો હંસલો), ભાઈ તરીકે લ્યુક સ્કાયવોકર, હીરો ના મિત્ર તરીકે ચ્યુબાકા (“તારક જંગ” નો ચુવાખા),નગરી તરીકે ડેથ સ્ટાર,સંદેશ આપવાના સાધન તરીકે C3PO અને R2-D2, હીરો ના “મિત્ર” તરીકે બેન કેનોબી અને હીરો ની મદદ કરતા લોકો તરીકે રિબેલ અલાયન્સ નો વિચાર કરો તો? વાર્તા સ્ટાર વોર્સ એપિસોડ ૪ થઇ જાય? 😉

ધેટ મીન્સ સ્ટાર વોર્સ ૪ અ ન્યુ હોપ ની વાર્તા નો બેઝ રામાયણ છે? શું આ પોસીબલ છે ?? દેખીતી રીતે તો નહિ પણ લુકાસ અને રામાયણ(અને ઇવન સનાતન ધર્મ) નું કનેક્શન ચોક્કસ મળે છે. અને એ કનેક્શન નું નામ છે જોસેફ કેમ્પબેલ અને એનું પુસ્તક “ધ હીરો વિથ થાઉઝંડ ફેસીસ”. એક ઈન્ટરવ્યું માં લુકાસે કબૂલ કરેલું હતું કે તે સ્ટાર વોર્સ લખતી વખતે આ પુસ્તક ના પ્રભાવ માં પણ આવી ગયો હતો. અને આ જોસેફ કેમ્પબેલ પોતે [થેન્ક્સ ટુ જીદ્દું કૃષ્ણમૂર્તિ (નામ સુના હુઆ લગતા હૈ, હાઈન?) 😛 ] ભારતીય ફિલોસોફી નો અભ્યાસુ રહ્યો હતો અને એણે પેરીસ યુનીવર્સીટી માંથી સંસ્કૃત નું બાકાયદા શિક્ષણ પણ મેળવેલું છે.

આ સ્ટાર વોર્સ નું હિંદુ ધર્મ સાથે નું કનેક્શન ઘણી બધી જગ્યા એ જોવા મળે છે, જેમ કે ફોર્સ : જે વેદો માં બ્રહ્મન તરીકે ઓળખાયું છે, અને એની લાઈટ સાઈડ અને ડાર્ક સાઈડ ની પણ ચર્ચાઓ કરેલી છે. ઘણા લોકો લ્યુક ના પોતાના પિતા ને બચાવવા કે ડાર્થ વેડર નો ખાત્મો બોલાવવો ના કન્ફયુઝન ને અર્જુન ના વિષાદયોગ સાથે સરખાવે છે. અને માસ્ટર યોડાના મોઢે મુકાયેલા ઘણા ડાયલોગ ગીતા ના શ્લોકો નું સ્ટાર વોર્સ વર્ઝન હોય એવું લાગે છે. જેમકે

Fear is the path to the dark side. Fear leads to anger. Anger leads to hate. Hate leads to suffering .

અને ભગવદ ગીતા નો અધ્યાય ૨ નો શ્લોક ૬૨

સરખા લાગ્યા?

હવે આ જુઓ.

Attachment leads to jealousy. The shadow of greed that is.

અને ભગવદ ગીતા નો શ્લોક ૨.૬૧

આ બંને વાક્યો સ્ટાર વોર્સ ની પ્રિકવલ ટ્રાયલોજી માં માસ્ટર યોડા અલગ અલગ સમયે એનાકીન સ્કાયવોકર ને કહે છે, પહેલું વાક્ય ત્યારે કહે છે જયારે જેદ્દાઈ કાઉન્સિલ માં એનાકીન ને પહેલી વખત લઇ જવા માં આવ્યો હોય, અને બીજું વાક્ય ત્યારે કહે છે જયારે માસ્ટર યોડા સામે એનાકીન એની પત્ની ના મૃત્યુ વિષે ડર વ્યક્ત કરે છે. ઈનફેક્ટ આ એનાકીન નું પાત્ર અર્જુન ને ઘણું મળતું આવે છે, પોતે સારી સાઈડ માં હોય અને એ જેનો આદર કરતો હોય તે ખરાબ સાઈડ માં હોય. અને ઓબી વાન કેનોબી અને માસ્ટર યોડા બંને કૃષ્ણ ને મળતા આવે છે. પણ મહાભારત માં અર્જુન જ્યાં આવી ને અટકે છે ત્યાં થી એનાકીન આગળ વધી ને ડાર્થ વેડર બની જાય છે.

એમ જોઈએ તો સ્ટાર વોર્સ ઇન્ટર ગેલેકટીક ગીતા કરતા ઇન્ટરગેલેકટીક મહાભારત વધારે છે, જેદ્દાઈ પાંડવો ,સીથ કૌરવો અને યોડા, ઓબિ વાન કૃષ્ણ. આ સિવાય પણ સ્ટાર વોર્સ માં ઘણા એવા રેફરન્સ છે જે સાબિત કરે છે કે સીરીઝ પર ઇસ્ટર્ન ફિલોસોફી અથવા સનાતન ધર્મ નો પ્રભાવ રહેલો છે. નીચે આપેલા બે વિડીયો જુઓ. એક વિડીયો લાઈટ સેબર ડ્યુઅલ નો છે પણ એમાં સંગીત ની પાછળ જે શબ્દો બોલાય છે એ સેલ્ટીક કવિતા નું સંસ્કૃત ભાષાંતર છે,

અને બીજો વિડીયો જેદ્દાઈ માસ્ટર ક્વિ ગોન જીન્ન ની અંતિમવિધિ નો છે. દુનિયામાં હિન્દુઓ અને બુદ્ધિસ્ટ લોકો સિવાય લગભગ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના લોકો મૃતદેહને અગ્નિસંસ્કાર કરે છે. સ્ટાર વોર્સમાં આજના જમાનાના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહોની જેમ એક કેબીનમાં મુકીને મૃતદેહને અગ્નિને હવાલે કરવામાં આવે છે. આ પણ એક સાબિતી છે કે  સ્ટાર વોર્સની થીમનો બેઝ ભારતીય દર્શનશાસ્ત્ર છે.

સેમીકોલોન:

આટલું વાંચીને થાક્યા હો તો તમારા ફોર્સને બેલેન્સ કરવા માટે સરસ સંગીત સજેશન- 😉

1. પાયરેટ્સ ઓફ ધી કેરેબિયનમાં જેક સ્પેરોની સિગ્નેચર ટ્યુન.

2. ટેરિફિક ટ્યુન કમ્પોઝર નામે મેહુલ સુરતીનું ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ નું આલ્બમ.

3. એજ આલ્બમનું ‘આ સફર'[સિંગર્સ-પાર્થિવ ગોહિલ, ઐશ્વર્યા મજમુદાર] અને ‘ભીની ભીની’ [સિંગર-ઐશ્વર્યા મજમુદાર]. ઘનઘોર વાદળો વચ્ચે પવન ફૂંકાતો હોય અને લોંગ ડ્રાઈવ પર જતા હો ત્યારે મસ્ટ લિસન લીસ્ટમાં મુકવા જેવા, બોર્નવીલે ચોકલેટ જેવા ચાકા સોન્ગ્સ… 😛

4. બહુ ગાજેલી ફિલ્મ ‘કોકટેઇલ’ [કુકડાપુંછ? :P] નું ફાસ્ટ રીધમ બીટ્સની વચ્ચે મસ્ત મસ્ત વાછટ જેવી દીપિકાની બિન્દાસ અદાઓ સાથેનું એટલું જ મધુરું ગીત ‘તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો’  .

ઇન શોર્ટ, એણજોય… 😉

Advertisements
Leave a comment

6 Comments

 1. ગ્રેટ કેમેકે આ એંગલથી વિચાર્યું જ ના હતું…
  રામાયણ & મહાભારત જાણે અખૂટ સોર્સ છે ફોર ધ મેકિંગ ન્યુ થિંગ્સ!
  loved this post!
  thumbs up buddy!
  😉

  Reply
  • Harsh Pandya

    /  June 8, 2012

   વિશાલ, કહે છે કે જે મહાભારતમાં છે એ બધે છે.પરંતુ જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી… 😉

   Reply
 2. amazing….just outstanding….

  Reply
 3. very nice…

  Reply
 4. Reblogged this on SVBIT and commented:
  May the force be with you -episode 4- ઇન્ટરગેલેક્ટીક ગીતા

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: