May the force be with you -episode 3- સીથ, જેડ્ડાઈ-અંધારું, અજવાળું

દરેક તાકાત એક જવાબદારી લઇ ને આવે છે. એ જવાબદારી એટલે સ્વાર્થ ને સાઈડ માં મૂકી ને લોકો નું ભલું કરવું. જો આ જવાબદારી તમે નિભાવી શક્યા તો આખી દુનિયા માં હીરો તરીકે તમારો જયજયકાર થશે, નહિ તો વિલન તરીકે ફિટકાર મળશે. ઓફકોર્સ આ જવાબદારી નિભાવવા માં કષ્ટ પડે છે. પણ એ કષ્ટ સ્વીકારવાની તૈયારી હોય તો એ જવાબદારી નિભાવવાના સમયે અને જવાબદારી પૂરી થઇ ગયા પછી જે હળવાશ નો અનુભવ થશે એ અનુભવ શબ્દો માં વર્ણન ન કરી શકાય એવો હશે. નહિતર એક ભૂલ કે એક સવાલ જીવનભર ન ઉપાડી શકાય એવો ભાર બની જશે, અને આ ભાર તમને એક સારા માણસ, એક હીરો માંથી એક રાક્ષસ બનાવી દેશે.

અને આ જ કન્સેપ્ટ સ્ટાર વોર્સ ના કેરેક્ટર ની અંદર વણાયેલો છે, જેદ્દાઈ અને સીથ, ફોર્સ ની લાઈટ સાઈડ ના ભક્તો અને ડાર્ક સાઈડ ના ભક્તો. એક પોતાની જાત, કુટુંબ, ગ્રહ બધું જ ભૂલી ને નાની ઉંમર થી પોતાની જાત ગેલેક્સી અને ફોર્સ ને આપી દે અને બીજા એ બધું જ ધ્યાન માં રાખે અને એની આડે જે કોઈ આવે એને તહસ નહસ કરી નાખે. ફોર્સ એક જ છે, એના પાવર પણ સરખા જ છે, પણ તમારી ભાવના ઓ તમને જેદ્દાઈ યોદ્ધા કે સીથ લોર્ડ બનાવે છે. એક મન ને કંટ્રોલ માં રાખે છે, પોતાની જાત ને બેલેન્સ કરે છે અને અજવાળા તરફ ગતિ કરે છે, અને બીજા પોતાની જાત પર ગ્લાની,ગુસ્સો, અકળામણ, શંકા વગેરે હાવી થવા દે છે અને પછી પોતાનીજ બનાવેલી ડાર્કનેસ ના ગુલામ બની જાય છે, પોતાના જ અંધારા ને તાબે થઇ જાય છે. એજ જેદ્દાઈ યોદ્ધાઓ અને સીથ લોર્ડ વચ્ચે નો ફરક છે.

કોઈ ને અંધારા બોલાવે છે તો કોઈ ને અજવાળા બોલાવે છે.

જેદ્દાઈ યોદ્ધાઓ છે, ફોર્સ માં બેલેન્સ અને ગેલેક્સી ની રક્ષા કરવા માટે બનેલા એવા ફોર્સ સેન્સીટીવ નું જૂથ જે ફોર્સ ની લાઈટ સાઈડ ની પૂજા કરે છે. તેઓ ગેલેક્સી અને ગેલેકટીક સેનેટ ના સલાહકાર છે. તેઓ માનસિક બેલેન્સ માં માને છે અને માનસિક બેલેન્સ ખોરવાય એવી બધી જ વસ્તુઓ ન કરવી એ એના જેદ્દાઈ કોડ માં કહેવા માં આવ્યું છે. અને એટલે જ એક ફોર્સ સેન્સેટીવ બાળક ને બહુ નાની ઉંમરે ગેલેકટીક રાજધાની “કોરુસાન્ટ” માં જેદ્દાઈ ટ્રેનીંગ માટે મોકલી દેવામાં આવે છે, જેથી એને એનું કુટુંબ, એનો ગ્રહ કશું જ યાદ ન રહે અને એની સાથે નું એટેચમેન્ટ ભૂલી અને એક જેદ્દાઈ યોધ્ધો હંમેશા ગેલેક્સી ના ભલા માટે જ પોતાનું જીવન સમર્પિત કરી દે. શરૂઆત થી જ એટેચમેન્ટ જેદ્દાઈ માટે પ્રતિબંધિત રહ્યું છે. ચાહે એ તમારા પરિવાર સાથે હોય કે કોઈ પ્રેમી સાથે. એક જેદ્દાઈ ને લગ્ન કરવાની અને પરિવાર બનાવવાની પણ મનાઈ હોય છે.

જેદ્દાઈ એવું માને છે કે એટેચમેન્ટ વાયા ડર છેલ્લે ગુસ્સા તરફ દોરી જાય છે, જેની સાથે તમે એટેચ થાઓ એ કઈ ખોટું ન કરે કે એની સાથે કઈ ખોટું ન થાય એટલા માટે આખી દુનિયા સાથે લડવા તૈયાર થઇ જાઓ છો અને પછી સાવિત્રી ની જેમ કોઈ સત્યવાન ને ખુદ ભગવાન સાથે લડી ને પાછા લઈ આવો છો. અને આ વસ્તુ ફોર્સ ના બેલેન્સ ને ખોરવે છે. તમે તમારા પહેલા શિષ્ય ના મૃત્યુ ને કે એના ઉપર જેદ્દાઈ કાઉન્સિલ ના મૌન ને સહન કરી શકતા નથી (લોર્ડ ટાયરાનસ ઉર્ફે કાઉન્ટ ડુકૂ) કે તમારી માં કે પત્ની ના મૃત્યુ ને સ્વીકારી નથી શકતા અને તમારા મન ને શાંત નથી કરી શકતા (લોર્ડ વેડર ઉર્ફે એનાકીન સ્કાયવોકર) એટલે તમે જેદ્દાઈ નો પંથ છોડી ને સીથ બની જાઓ છો.

Lord Darth Vader

Anakin Skywalker as Sith Lord Darth Vader

અને સીથ એટલે હંમેશા ગુસ્સો, બદલો, અને કાબુ મેળવવો- ફોર્સ પર કાબુ મેળવવો, મૃત્યુ પર કાબુ મેળવવો, જેદ્દાઈ પર કાબુ મેળવવો, ગેલેક્સી પર કાબુ મેળવવો, બસ મેળવવું એ સીથ લોર્ડ નું એક અગત્ય નું લક્ષણ રહ્યું છે. અને એના માટે એ લોકો ફોર્સ ની ડાર્ક સાઈડ નો ઉપયોગ કરે છે. લાઈટ સાઈડ નું એક લક્ષણ છે કે એ તમારો કંટ્રોલ કરતી હોય છતાંય તમને એવું ન લાગે કે તમે એના હવાલે થઇ રહ્યા છો, જયારે ડાર્ક સાઈડ ને એક વખત તમે સ્વીકારો પછી તમારે એના હવાલે થવું જ પડે છે. દરેક સીથ લોર્ડ નું આવું જ છે, સીથ બનવા માટે તમારું સહુથી પહેલું કામ હોય છે કે તમે તમારી સહુથી નજીક ના ની હત્યા કરી નાખો. એ કરો પછી જ ડાર્ક સાઈડ ના સમાનર્થી જેવું ડાર્થ ટાઈટલ તમારા નામ ની આગળ લાગી શકે, એક વાર તમે તમારા પરિવાર ને (ડાર્થ સીડીયસ), તમારા નજીક ના દોસ્ત ને (ડાર્થ ટાયરાનસ) તમારા માસ્ટર ને(ડાર્થ વેડર) મારી નાખો એટલે તમે તમારી જાત ને ડાર્ક સાઈડ ના હવાલે કરી દો છો, અને એ ડાર્ક સાઈડ તમને આખી જીંદગી પજવતી રહે છે.

એક જેદ્દાઈ નાની ઉંમરે જેદ્દાઈ યંગલિંગ થી શરુ કરી પાડવાન ટ્રેઈની અને જેદ્દાઈ નાઈટ સુધી ની સફર કરી અને છેલ્લે જેદ્દાઈ માસ્ટર બને છે પણ એક સીથ સીધે સીધો લોર્ડ બની જાય છે, જાહેર માં અને સ્વીકાર્ય હોવાને લીધે જેદ્દાઈ ઘણા બધા હોય, પણ ડાર્થ બેન ના નિયમ પ્રમાણે સીથ માત્ર બે જ હોય, એક માસ્ટર અને એક એપ્રેન્ટીસ, એક સીથ લાઈનેજ ની રક્ષા કરે અને બીજો વધારે પાવર મેળવે, અને જયારે સીથ એપ્રેન્ટીસ માસ્ટર બનવા તૈયાર થાય ત્યારે પોતાના જ હાથે પોતાના માસ્ટર ની હત્યા કરી અને ગેલેક્સી ના સીથ લોર્ડ બની જાય.

મુદ્દો એ જ છે જે ક્યાંય કનેક્શન ન હોવા છતાંય મજબુત રીતે જોડતો એક તંતુ તમને કંટ્રોલ કરે છે. હવે,એ તંતુને તમે કઈ બાજુ વહેવા દો છો એ મહત્વનું છે. શું એનાકીનને નહોતી ખબર કે એની સાથે ડાર્ક ફોર્સ કેવું કરી મુકશે? તેમ છતાંય કેટલીય વાર આપણે પોતાની ફીલિંગ્સના ગુલામ થઈને ગમતી વ્યક્તિ,વિચાર, વસ્તુ માટે જાન દાવ પર લગાડીને પણ ખોટા નિર્ણય લઇ લેતા હોય છે. અને એટલે જ એવે વખતે લાઈટ ફોર્સ એની જાતે તમને ઝૂલતા મૂકી દે છે અને એનો અંજામ એક જ રહે છે. મૌત,એક જેદ્દાઈ તરીકેની મૌત, લાઈટ ફોર્સના યુઝર તરીકેની મૌત.રહે છે માત્ર તમારી ડાર્ક સાઈડ. દરેક ડાર્થ  વેડર લાઈટ ફોર્સ ધરાવતા એનાકીન સ્કાયવોકરની હત્યા જ કરતો રહે છે.

તમે હંમેશા સામે આવતી વસ્તુઓમાંથી શું ચુઝ કરો છો એ જ હકીકતમાં તમે શું છો એ બતાવે છે. -સીરીયસ બ્લેક, ફિલ્મ: હેરી પોટર

Advertisements
Leave a comment

2 Comments

  1. Reblogged this on SVBIT and commented:
    May the force be with you -episode 3

    Reply
  1. May the force be with you -episode 2- ધ ફોર્સ | Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: