May the force be with you -episode 2- ધ ફોર્સ

Possible depiction of force – Courtesy Vishal Jethva

એક હોપ પૂરી થાય અને બીજી હોપ એમાંથી જ જન્મે એ સ્વાભાવિક છે.એ વગર માણસ કામ નથી કરી શકતો.સૃષ્ટિના આરંભ અને અંત વખતે કાયમ એક તત્વ રહે છે.એ છે નવા જીવનનો,નવી લાઈફનો સંચાર થવાની આશા,ન્યુ હોપ. પાછલા એપિસોડ માં આપણે જોયું કે કઈ રીતે લુકાસ અને એના ડ્રીમ પ્રોજેક્ટ માં અડચણો આવી અને કઈ રીતે એની ફોર્સ એની મદદ માં આવી અને આખરે એની નો હોપ ન્યુ હોપ માં પલટાઈ ગઈ.
કદાચ આ જ ફોર્સ હશે કે જે એનામાં પહેલે થી હોય જેણે આ બધા અંતરાયો ને “ફોર્સ પુશ” કરી દીધા અને સ્ટાર વોર્સ સીરીઝ આજે ૩૫+ વર્ષેય એટલી પ્રિય છે. અને એટલે જ લુકાસ ને પ્રેરણા મળી હશે ‘ધ ફોર્સ’ને સ્ટાર વોર્સ યુનિવર્સ માં મહત્વ નું પરિબળ બનાવવાની.

શું છે આ ફોર્સ? જે આપણે વિજ્ઞાન માં ભણતા આવીએ છીએ એ? કે જે આપણે અનુભવીએ છીએ એ?ફોર્સ એટલે એ કે જે એન્જીન ચલાવે છે કે એ ફોર્સ કે જે મને અને તમને ચલાવે છે? એ ફોર્સ કે જે ગ્રેવીટી ના સ્વરૂપે કોઈ વસ્તુ ને પૃથ્વી ના પટ પર પાડે છે? કે એ ફોર્સ કે જે બધું હાર્યા પછી એક છેલ્લી ટ્રાય ના નામે આપણને એક પ્રોબ્લેમ પર પાડે છે અને એ પ્રોબ્લેમ ને પાર પાડે છે?

સાચી ડેફીનેશન તો લુકાસ ને ખબર, પણ કદી ક્યાં કોઈ સર્જકે સીધી વાત સીધી રીતે કરી છે તે લુકાસ કરે? અને એટલે જ સ્ટાર વોર્સ યુનિવર્સ માં એણે ફોર્સ ની એ વ્યાખ્યા કરી છે જે જનરલ પણ છે અને પર્સનલ પણ છે.

..Force is an energy field created by all living things. It surrounds us and penetrates us; it binds the galaxy together..

મતબલ કે ફોર્સ એ એક એવું ઉર્જા સ્ત્રોત છે જે બધી જીવંત વસ્તુ ઓ નું બનેલું છે,એ આપણને ઘેરી વળે છે અને આપણી આરપાર થી પસાર થાય છે, એ આખી ગેલેક્સી (ટોકીઝ નહિ હો 😛 ) ને બાંધી રાખે છે.

મતલબ કે આ ફોર્સ બધા ને બાંધી રાખે છે. બધા ની આસપાસ છે અને બધા ની અંદર છે. પણ આ ફોર્સ ની હાજરી ની બહુ ઓછા ને ખબર પડે છે અને એમાંથી ય ઓછા લોકો એ ફોર્સ નો ઉપયોગ કરી શકે છે. મતલબ કે બહુ ઓછા ફોર્સ સેન્સેટીવ હોય છે અને એમાં થિય બહુ ઓછા ફોર્સ યુઝર્સ હોય છે. અને એટલે જ એ બધા સ્પેશિયલ છે. અને એ સ્પેશીયાલીટી એમની પાસે એવા કામ કરાવે છે જે આપણી જાણ અને તેવડ બહાર ની વસ્તુ છે. જેમકે

કોઈ પણ વસ્તુ ને અડ્યા વગર એને ખેચવું, અને ધક્કો મારવો. લાઈટ સેબર તરીકે ઓળખાતી લેઝર તલવાર બનાવવી અને વાપરવી (જો કે વાપરવા માટે ફોર્સ યુઝર તો શું, ફોર્સ સેન્સીટીવપણ હોવાની જરૂર નથી) ઉડવું, ઉડાવવું, સ્પીડ થી ભાગવું એવી સગી નજરે દેખાય એવી ટ્રીક્સ. ઉપરછલ્લી નજરે તો મારા સહીત ઘણા ને ફોર્સ એટલે આ જ લાગે, પણ અંદર થી ફોર્સ ની તાકાત તો કૈક અલગ જ છે અને કદાચ આ ટેલીકાઈનેસીસ ટ્રીક્સ કરતા ક્યાય અન બીલીવેબલ અન્ડર ધ સરફેસ તાકાત જે ખરેખર કોઈ ફોર્સ યુઝર ને પથ્થર કરતાય વધારે મજબુત બનાવી દે એવી તાકાત. જેમકે એક યુદ્ધ ચાલી રહ્યું છે અને હજારો અને લાખો યોદ્ધા ઓ એના લેઝર બ્લાસ્ટર કે એની લાઈટ સેબર થી તમારા શરીર ના બે કટકા કરવા તલપાપડ હોય ત્યારે યુદ્ધ મેદાન માં વચ્ચે જાત ને એકાગ્ર કરવી, કોઈ જંગલી જાનવર ને માત્ર એક જ સ્પર્શ થી પોતાના કંટ્રોલ માં કરી દેવું, હારેલા થાકેલા અને ઘવાયેલા ત્રણ સોલ્જર્સ ની મદદ થી આખી ડ્રોઈડ બટાલિયન ને ધૂળ ચટાવવી, માત્ર થોડા જ શબ્દો કહી ને થોડા વધારે વર્ષો લડવા ની પ્રેરણા આપી શકવી, માત્ર તમારી ફોર્સ ની મદદ થી સામેવાળા સાથે કોઈ પણ નેગોશિયેશન પાર પાડવું, કોઈ લાવા થી ભરપુર ગ્રહ પર એકલા હો અને લડાઈ દરમ્યાન તમે ઘવાયા હો અને લાવા ધીમે ધીમે તમારા શરીર ના એક એક અંગ ને ખાઈ રહ્યું હોય છતાંય જે જીજીવિષા હોય એ ફોર્સ છે.

એન્જલસ એન્ડ ડેમન્સ ના ડાયલોગ પ્રમાણે જેમ શ્રદ્ધા એક ભેટ છે એમ ફોર્સ પણ એક ભેટ છે. તમે ફોર્સ સેન્સેટીવ હો એ કુદરત અને મીડી ક્લોરીયંસ ની ઈચ્છા છે પણ તમે ફોર્સ યુઝર હો એ તમારી ઈચ્છા છે. ફોર્સ વિલ પાવર વાળા ને જ પોતાની તાકાત વાપરવા આપે છે અને જેમ જેમ તમે તમારી તાકાત નો ઉપયોગ કરતા જાઓ એમ એમ તમારો વિલ પાવર વધી જાય છે. ફોર્સ ને તમારી અંદર થી વહેવા દેવા માટે જે તાકાત જોઈએ એ બધા પાસે નથી હોતી. એની માટે એ ફોર્સ યુઝર ને અંદર થી વલોવાવું પડે છે, ભીસાવું પડે છે, અને તેમ છતાં એ સહન કરવું પડે છે કે એ ફોર્સ તમારી સાથે ન હોય. અને એ માટે જ જેદ્દાઈ યોદ્ધા એક બીજા ને વિશ્ કરે છે કે

મે ધ ફોર્સ બી વિથ યુ…

Master Yoda– Most wise Jedi and greatest force user of all time

પણ દરેક તાકાત એક જવાબદારી લઇ ને આવે છે. અને ખાસ તો જયારે આખા યુનિવર્સ ને કંટ્રોલ કરતી તાકાત કોઈ ની પાસે હોય ત્યારે એની જવાબદારી પણ યુનિવર્સલ બની જાય છે. અને એના માટે નિયમ, પ્રેમ, પરિવાર, જાતિ, ધર્મ, દેશ અને આખો ગ્રહ સુધ્ધા કોરાણે મૂકી ને એ જ કરવું પડે છે જે યોગ્ય હોય છે. અને આ કરવા માટે નો એટેચમેન્ટ, નો ગુસ્સા, નો નિરાશા… બસ બેલેન્સ. જો તમારી લાગણી ઓ બેલેન્સ માં હશે તો જ તમે તમારું અને બીજાઓ નું ભલું વિચારી શકશો. પણ જો કોઈ ફેઈલ્યર તમને નડતી હોય, તમારી કોઈ ખામી તમને પરેશાન કરતી હોય, તમારી પાસે રહેલી અને તમને ખુબ ગમતી વસ્તુ કે વ્યક્તિ ના ખોવા નો ડર તમને સતત સતાવતો હશે તો તમે તમારું પણ ભલું કરી નથી શકવાના. લાઈફ ગોઝ ઓન એન્ડ ઈટ શુડ ગો ઓન એઝ પ્લાન્ડ. કોઈ આવે તો એને બે હાથે વધાવવાના, કોઈ ચાલ્યું જાય તો એના નામના બે આંસુ સારી નાખવાના, પણ એના લીધે જે કામ કરવા માટે તમારું સર્જન થયું છે એ કામ ન અટકવું જોઈએ. માત્ર એનાકીન સ્કાયવોકર જ નહિ પણ તમે ય કોઈ ના કોઈ રીતે “ચૂઝન વન” છો.

આ તો બહુ મોટી જવાબદારી છે નહિ? ઓફ કોર્સ છે જ. અને એટલે જ આ નિભાવવી અઘરી છે. અને એટલે જ મારા સહીત મોટાભાગ ના લોકો આને નિભાવી નથી શકતા, ડર, ગુસ્સો, લાલચ પહેલા આપણને લપલપ કરતી ચાટે છે અને પછી આખે આખી ગળી જાય છે. નવા સવા સ્કૂટર પર થી થયેલી એક સ્લીપ તમારી વર્ષો ની મહેનત થી બનાવેલી પોઝીટીવ વિચારસરણી ને ખેદાનમેદાન કરી શકે છે. અને તમને આસાની થી ડાર્ક સાઈડ તરફ લઇ જઈ શકે છે. સ્ટાર વોર્સ માં પણ આવું થયું હતું, અને એ જ સ્ટાર વોર્સ ની કહાની છે. જે આપણે આની પછી ના ભાગ માં જોઈશું. ત્યાં સુધી.

મે ધ ફોર્સ બી વિથ યુ…

Advertisements
Leave a comment

3 Comments

  1. Reblogged this on SVBIT and commented:
    May the force be with you -episode 2

    Reply
  1. May the force be with you -episode 1- નો હોપ થી ન્યુ હોપ સુધી « Mount Meghdoot
  2. May the force be with you -episode 3- સીથ, જેડ્ડાઈ-અંધારું, અજવાળું « Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: