May the force be with you -episode 1- નો હોપ થી ન્યુ હોપ સુધી

“આ સૃષ્ટિમાં ચેતન રાખનાર એક તત્વ છે, એક બળ છે જે હંમેશા માનવીને ચાલતો રાખે છે, જીવિત રાખે છે.દરેક જીવન/લાઈફ આ બળને જ આભારી છે.આ બળ જ એને વધુ તાકતવર બનવા તરફ લઇ જાય છે.એની બે બાજુ છે.એક સારી.એક ખરાબ.એક અજવાસભરી, એક ઘોર અંધારી,ડાર્ક.”

કશું જાણીતું લાગે છે આ વાક્ય? ક્યાંક વાંચ્યું હોય, સાંભળ્યું હોય એવું,નહિ? આ આપણા ભારતીય ઉપનીષદોનો અર્ક છે. છાંદોગ્યપનિષદનો સાર ઉપરના વાક્યમાં છે. પણ,આજે વાત છે કંઇક જુદી. એક સર્જકની અને એની રચેલી કલ્પનાતીત માયાની. ના,આજે ‘અવતાર’ની વાત નથી. પણ હા,જેમ્સ કેમરૂનને ‘અવતાર’ બનાવવા માટે મળેલી પ્રેરણા જેના પર આધારિત હતી એ ફિલ્મ સીરીઝ,કે જેણે એનીમેશન,વિઝ્યુઅલ ઈફેક્ટસ અને મુવી મેકિંગના તમામ બેન્ચમાર્કને એવરેસ્ટ શિખર પર લઈને મૂકી દીધા, એ સીરીઝ જેણે ફરીવાર મહાકાવ્યોમાં સામાન્ય જનને તરબોળ કરી મુક્યા અને ‘ગેલેક્સી’, ‘સ્ટાર્સ’, ‘સ્પેસ શિપ્સ’ એવા એવા શબ્દોની ટર્મીનોલોજી સ્થાપિત કરી. યેસ્સ, વાત થાય છે દુનિયાભરમાં આજે પણ અજેય ગણાતા એનીમેશન સ્ટુડીઓ અને એના સ્થાપકની, વાત થાય છે ‘ધ’ જ્યોર્જ લુકાસની. અને એનાથી ય વધારે એને અમર બનાવી દેનાર ફિલ્મ સીરીઝ સ્ટાર વોર્સ ની. ફિલ્મ ની જેમ જ છ ભાગ માં વહેચાયેલી આ સીરીઝ સ્ટાર વોર્સ અને એની આગે ભી નહિ પીછે ભી ની વાર્તા કરવાની છે. તો ચાલો શરુ કરીએ આ ઇન્ટરગેલેક્ટીક સફર.

alongtimeago

A long time ago in a galaxy far far away??
નહિ જસ્ટ અ શોર્ટ ટાઈમ અગો ઇન અ કન્ટ્રી નોટ સો ફાર અવે.

એક ઓસ્કાર નોમિનેટેડ બ્લોક બસ્ટર ધ અમેરિકન ગ્રાફિટી નું શુટિંગ પતાવી ને ડાયરેક્ટર જ્યોર્જ લુકાસ પોતાની નવી ફિલ્મ વિષે વિચાર કરી રહ્યો હતો. ફિલ્મ બહુ દુર ના ભવિષ્ય ની અને સ્પેસ માં થનારા એડવેન્ચર ની. ઇન શોર્ટ “સાઈ ફાઈ સ્પેસ ઓપેરા”. અને લુકાસ એના પ્રોડ્યુસર દોસ્ત ગેરી કર્ત્ઝ સાથે આ ફિલ્મ વિષે ચર્ચા કરી રહ્યો હતો. જેમાં બહુ બધી સ્પેશીયલ ઈફેક્ટસ ની જરૂર હતી, અને બીજી તરફ મંદી ના માર, અને સ્પેશીયલ ઈફેક્ટસ ની નિષ્ફળતા ઓ થી કંટાળી ને સ્ટુડિયો પોતાના સ્પેશીયલ ઈફેક્ટસ ડીપાર્ટમેન્ટ બંધ કરી રહ્યા હતા. ઉપરાંત પોતાની પાછલી બે ફિલ્મો માં સ્ટુડિયો ની અકારણ કનગડત થી લુકાસ કંટાળી ગયો હતો.છતાય હોલીવુડ ની આજે પણ સીસ્ટમ છે કે સ્ટુડિયો ના સપોર્ટ વગર કોઈ મોટું મુવી રીલીઝ થાય જ નહિ. એટલે પોતાના સપના ને સાચા કરવા માટે જ્યોર્જ લુકાસ સ્ટુડિયો સ્ટુડિયો ભટક્યો. પણ બધા જ સ્ટુડિયો એ એને દરવાજા દેખાડ્યા, સિવાય ટ્વેંટીથ સેન્ચ્યુરી ફોક્ષ. સ્ટુડિયો ના વડા એલન લેડ જુનીઅર ની નજર માં લુકાસ પહેલેથી હતો. અને એટલે જ જયારે લુકાસ એની પાસે ઓફર લઇ ને આવ્યો ત્યારે સાઈન્સ ફિક્શન ના સ માય ખબર ન પડતી હોવા છતાં એલન ભાઈ એ પ્રોજેક્ટ ને લીલી ઝંડી દેખાડી. લુકાસ ને ખબર હતી કે સ્ટુડિયો પાસે કોઈ સ્પેશીયલ ઈફેક્ટ ડીપાર્ટમેન્ટ હતો નહિ, સ્ટુડિયો માં એને કોઈ સપોર્ટ પણ ન હતો. ઇન શોર્ટ, એટલી ખર્ચાળ સાઈન્સ ફિક્શન ફિલ્મ કોઈ સપોર્ટ વગર બનાવવી એ એના માટે અશક્ય હતું. એ વખતે વિઝ્યુઅલ ઈફેક્ટસના એક્સપર્ટ્સ પણ ફ્રી-લાન્સિંગ કરવું પડે એવી હાલતમાં હતા. એમાંનો એક એટલે John Dykstra.

જ્યોર્જ લુકાસના મનમાં આ સીરીઝ રમતી હતી. તોય એણે પોતાના સપનાઓને રીયાલીટીની ધૂળમાં રગદોળી નાખવાને બદલે આ સીરીઝ પર કામ શરુ કર્યું. એણે એમાં સાથ લીધો પેલા John Dykstra નો અને છેવટે 1977 ના યરમાં આ સીરીઝનો ચોથો ભાગ પહેલા રીલીઝ થયો. આ ભાગ રીલીઝ થતાની સાથે જ જાણે શુક્રાચાર્યએ હોલીવુડ પર સંજીવની છાંટી. 🙂 જ્હોન-લુકાસની જોડીએ પલંગતોડ ક્રાંતિ કરી. બે મોરચે સફળ થઇ એ ફિલ્મ. એક- ફિલ્મની દ્રષ્ટિ એ. બે-વિઝ્યુઅલ ઈફેક્ટસ કેટલી કામની વસ્તુ છે એ પહેલી વાર બધાયને સમજાયું.

પણ આ ફિલ્મ એટલી સહેલાઇ થી નથી બની. એક નહિ અનેક વાર લુકાસ ના આ સપના એ એને ડિપ્રેસ કરી દીધો હતો. પ્રી પ્રોડક્શન, શૂટિંગ, પોસ્ટ પ્રોડક્શન એક પણ એવો ગાળો ન હતો જયારે જ્યોર્જ લુકાસ નિરાશ ન થયો હોય. ઉપર જણાવ્યું એમ સ્ક્રીપ્ટ લઇ ને દર દર ભટકતા અને એક ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ બનાવ્યા પછી ય રીજેકશન ના ચાબખા ખાતા લુકાસ ને એ વસ્તુ તો રિઅલાઇઝ થઇ ગઈ હતી કે સ્ટુડીઓ વગર ફિલ્મ બનવાની નથી અને સ્ટુડીઓ એને સરખી રીતે ફિલ્મ બનાવવા દેવાના નથી. છતાય જયારે 20th Century Fox એ લુકાસ ને લીલી ઝંડી દેખાડી ત્યારે  સરખી રીતે ફિલ્મો બનાવવા દેવા લુકાસ એ એક જોરદાર નો દાવ રમ્યો, જે એના ડીપ્રેશન માં અને છેવટે ફિલ્મ ની સફળતા માં મોટો ફાળો આપ્યો : એ દાવ હતો ડાયરેકશન ની ફી જતી કરવાનો (જે એ વખતે કરોડો માં હતી) અને બદલા માં બધા જ મર્ચન્ડાઈઝિંગ હક અને સિકવલ ના હક પોતાની પાસે રાખવાનો.

હોલીવુડ અને હવે અહિયાં પણ આવી ફિલ્મો બને એટલે એના રમકડા, એની કોમિક્સ વગેરે બધું માર્કેટ માં આવી જાય. એને કહેવાય મર્ચન્ડાઈઝિંગ. જો ફિલ્મ સફળ જાય તો મર્ચન્ડાઈઝિંગ એના મેકર માટે ટંકશાળ બની જાય અને પીટાઈ જાય તો પછી બધું વેચવા ના વારા આવે. હવે મર્ચન્ડાઈઝિંગ રાઈટ્સ લુકાસ એ પોતાના હાથ માં લીધા એટલે લુકાસ માટે જરૂરી હતું કે ફિલ્મ સફળ જાય. આજ ચિંતા માં લુકાસ ફિલ્મ સેટ પર જાય એ પહેલા ડિપ્રેસ થઇ ગયો અને આખી ફિલ્મ દરમ્યાન એને એના એક્ટર્સ, સીનેમેટોગ્રાફર્સ વગેરે સાથે અણબનાવ થવા માંડ્યા હતા. એક સમય એવો પણ આવતો જયારે ૧૦ કલાક ના શૂટિંગ દરમ્યાન લુકાસ એક્શન, કટ અને ઓકે સિવાય ચોથો શબ્દ બોલવાનું જરૂરી ન સમજતો.

જેમ તેમ કરતા ફિલ્મ નું શૂટિંગ તો થઇ ગયું.. (જો કે એ ય ધાર્યા કરતા મોડું) પણ સહુથી મોટી મુસીબત ત્યારે આવી જયારે જરૂર કરતા વધારે સમય અને રિસોર્સ આપવા છતાય લુકાસે બનાવેલી સ્પેશીયલ ઈફેક્ટ કંપની ઇન્ડસ્ટ્રીયલ લાઈટ એન્ડ મેજિક એ સ્પેશીયલ ઈફેક્ટ માં કઈ લુટી ખાવા જેવું કર્યું ન હતું. એક હદે એવું પણ બની ગયું હતું જયારે ફિલ્મ ને એ સમયે ફાળવાયેલા બજેટ માંથી ૬૦% ઉપર નું બજેટ ખાલી ૪-૫ દ્રશ્યો માં સ્પેશીયલ ઈફેક્ટ ઉભી કરવા માં જતું રહ્યું હતું. આજે સ્પેશીયલ ઈફેક્ટ માટે જેના નામના સિક્કા પડે છે અને દર બીજી ફિલ્મ માં જેની સ્પેશીયલ ઈફેક્ટ નો ઉપયોગ થાય છે એ ઇન્ડસ્ટ્રીયલ લાઈટ એન્ડ મેજિક એ એના શરૂઆત ના દિવસો માં બહુ વધારે પડતી ગાળો ખાધી હતી. જયારે આ ફિલ્મ નો પ્રિવ્યુ સ્પેશિઅલ ઈફેક્ટ વગર લુકાસે એના સાથી ડાયરેક્ટર્સ (બ્રાયન ડી પાલ્મા, સ્પીલબર્ગ અને જોહન મીલીયસ) અને એલન લેડ જુનિયર ને દેખાડ્યો ત્યારે સ્પીલબર્ગ અને એલન લેડ જુનિયર સિવાય બધા એ આ ફિલ્મ ના નેગેટીવ રીવ્યુ આપ્યા હતા. પણ દોસ્ત સ્પીલબર્ગ અને એલન લેડ જુનિયર ના સ્વરૂપ માં સ્ટાર વોર્સ નો ડ્રાફ્ટ લખ્યા પછી પહેલી વાર લુકાસ ને કૈક પોઝીટીવ રીએક્શન મળ્યા.

કહેવાયું છે ને કે અડગ મન ના મુસાફર ને હિમાલય પણ નથી નડતો. આખરે મુશ્કેલીઓ માંથી પસાર થઇ ને એકઝેટ ૩૫ વર્ષ પહેલા આજ દિવસે અમેરિકા ના થીયેટરો માં સ્ટાર વોર્સ રજુ થઇ. અને સુપર ડુપર હીટ પણ ગઈ. એક તરફ મંદી અને બીજી તરફ વિયેતનામ યુદ્ધ ને લીધે અમેરિકા ડીપ્રેસ્ડ હતું. આવા સમયે બરોબર યોગ્ય ઘા મારી અને જ્યોર્જ લુકાસ અને સ્ટાર વોર્સે સફળતા ના ઝંડા લહેરાવી દીધા. લુકાસ ને એના ડીપ્રેશન અને એની મહેનત નું બરાબર ફળ મળ્યું. જો સ્ટાર વોર્સ નિષ્ફળ ગઈ હોત તો તરત જ બનાવી શકાય એ માટે લખેલી વાર્તા ને સ્પ્લીન્ટર ઓફ ધ માઈન્ડસ આઈ (ભાષાંતર: દિમાગ ની આંખ ની કરચ) ને નવલકથા બનાવી દીધી. અને લુકાસ એની નવી ફિલ્મ ના કામ માં લાગી ગયો. જે પછી થી બની સ્ટાર વોર્સ ૫: એમ્પાયર સ્ટ્રાઈકસ બેક.
મતલબ કે સ્ટાર વોર્સ ની સિકવલ જો ૫ થી શરુ થતી હોત તો સ્ટાર વોર્સ પોતે નંબર ૪ હતી. જે ૧૯૮૧ માં “સ્ટાર વોર્સ ૪: અ ન્યુ હોપ” તરીકે રી રીલીઝ થઇ. સ્ટાર વોર્સ ૪ ની કમાણી એ લુકાસ ને બીજી બે ફિલ્મો બનાવવા માટે આર્થિક બળ અને પ્રેરણા આપી. કહેવાય છે કે સ્ટાર વોર્સ ૪ ના પૈસા અને બેંક લોન લઇ ને લુકાસ એ સ્ટાર વોર્સ ૫ બનાવી હતી અને ફિલ્મ રીલીઝ થયા ના માત્ર અઠવાડિયા માં દુધે ધોઈ ને લોન ભરપાઈ કરી દીધી હતી . અને તે દિવસ થી લઇ ને આજ સુધી લુકાસ ઇન્ડીયાના જોન્સ થી લઇ ને સ્ટાર વોર્સ ની પ્રિકવલ સીરીઝ માત્ર અને માત્ર પોતાના ખર્ચે બનાવી હતી.
આ બધામાં એક વસ્તુ ઉડીને આંખે વળગે છે-એ છે સૌથી ઉપર પહેલા કહ્યું એ-ફોર્સ. અંદરથી આવતો ધક્કો. કોઈ કામ હાથ પર લઈએ અને એને,એના વિચારોને  પોતાના પર હાવી થવા દઈએ ત્યારે એ સૌથી વધુ તાકાત પેદા કરે છે.પછી એ રસોઈ હોય, દોરાની ગૂંચ ઉકેલવાનું કામ હોય કે પછી મુવી બનાવવાનું હોય,એ વિચાર તમને જળોની જેમ ચોટી જાય છે. [ઇન્સેપ્શન પ્રેમીઓ, સેલ્યુટ આપી, ખુશ? 😉 ]અને એ વિચાર જયારે બીજાઓને પણ પ્રતીત થવા લાગે છે ત્યારે એ અહેસાસમાં રૂપાંતરિત થાય છે જેની આજુબાજુના વાતાવરણ પર પણ અસર થાય છે. આ ફોર્સ આપણને સહુને એકબીજા સાથે જોડી રાખે છે. આ ફોર્સ જ તમને વાંચવા અને અમને આ લખવા પ્રેરે છે.
એ કેવું છે,કઈ રીતે છે…એ બધું આવતા અંકે..તબ તક કે લીયે
May the force be with you… 🙂
Advertisements
Leave a comment

3 Comments

 1. great great…
  Behind the scene of success of STAR_WARS…super liked it.
  may the force be with you…! 🙂
  waiting for next episode.
  ||Aamen||

  Reply
 2. Reblogged this on SVBIT and commented:
  STAR WARS May the force be with you -episode 1

  Reply
 1. May the force be with you -episode 2- ધ ફોર્સ « Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: