• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  May 2012
  M T W T F S S
  « Apr   Jun »
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  28293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

રમેશ પારેખ- પારખું કરતી નજર

મિત્રો, રમેશ પારેખ પર લખવાનું બહુ મન હતું પરંતુ એક્ઝામ નડી ગઈ.એમાં આ પોસ્ટ પર રજનીભાઈની કોમેન્ટ આવી કે અલ્યા સત્તર તારીખ ‘શેઠ’ની પુણ્યતિથી છે એ યાદ નથી કે શું? 😛 એટલે હવે આ તારીખ પર તો લખવું જ રહ્યું. 😉 દિલદાર દોસ્ત ધૈવતભાઈ ત્રિવેદી [‘લાઈટહાઉસ’ નોવેલ અને ‘રમેશાયણ’ના ફાઉન્ડર]એ રમેશ પારેખ[સોરી,હવેથી એમને ‘શેઠ’ કહીશું] સાથેનું એમનું સંધાન અને બંધાણ જે રસઝરતી ભાષામાં કરેલું એ આ પોસ્ટ્સના મૂળમાં છે.મસ્ત વરસાદી વાછટ ચહેરા પર પડતી હોય અને સાથે પવન હળવી હળવી લપડાકો મારતો જાય, હાથમાં ગરમાગરમ ચાય હોય અને દાળવડા-ભજીયા ની સાથે લીલા મરચા ખવાતા હોય,સાથે એકાદી મસ્ત રંગીન સંગત હોય અને જેવી મજ્જા પડે; એવી મજ્જા હલાવી દેતી એમની ભાષા સાંગોપાંગ હૃદય સોંસરવી ઉતરી ગઈ હતી. આ વર્ણન નથી, આ કબુલાત છે. ફીલીંગહિંચકા પર મોટ્ટી બધી ઠેસ લઈને ઝૂલવાની અને શેઠને વાંચવાની ઉભી થયેલી તત્પરતાની,ઉત્કંઠાની.

ખેર, ગોતવા ક્યાં શેઠને? તરત ઈશ્વરે સાંભળ્યું હોય એમ અમદાવાદમાં પુસ્તકમેળામાં જવાનું થયું. નસીબ વધુ સાથ આપતું હોય એમ મેઘદુતના લોગોનો ક્રિએટર વિશાલ જેઠવા[સદેહે] અને બે-માથાળો પ્રશમ ત્રિવેદી[અદેહે] ત્યાં ભટકાયા. વધુ ફુલાઈને ફાળકો થઇ જવાયું કેમકે જયભાઈ પણ મળ્યા. એનાથી બંદા શેઠની બુક ગોતવા માટે વધુ ફોર્સ મળ્યો હોય એમ આખા હોલમાં ઘૂમી વળ્યા. ત્યાના વોલેન્ટીયર મિત્રોને હેરાન કરી મુક્યા. આખરે એક બુક મળી. જાણે રણમાં બિસ્લેરી મળી. 😀

નામ હતું- “હોંકારો આપો તો કહું”. આ પુસ્તકમાં શેઠ નવો જ અવતાર ધારણ કરે છે.એ છે કોલમ લેખકનો અવતાર. મૂળ તો શેઠને ‘અમરેલી સમાચાર’ એ કોલમ લખવા રાજી કર્યા અને એના પરિપાકરૂપે શેઠ પુરેપુરા ખીલી ઉઠ્યા. શેઠે માત્ર કાવ્યપ્રયોગો પૂરતા સીમિત ન રહેતા શબ્દો વચ્ચે ગુઢ ફીલીંગ ઘોળીને એમાં પોતાનો ‘રમેશ ટચ’ ઉમેરીને રીડરને નવી જ આંખો આપી છે. પુસ્તક રાજકોટના પ્રવીણ પ્રકાશનમાંથી પબ્લીશ થયેલું છે. આ કઈ વખાણ નથી,પરંતુ પાનાં ફેરવતા ફેરવતા જાણે શેઠની કલમ વધુ ને વધુ આપણને ખેંચતી જાય છે. ભાગીરથી નદીના પ્રવાહ જેવી કાચનુમા શુદ્ધ,સત્વયુક્ત અને ધસમસતી અને મંદાકિની નદી જેવી ધીર ગંભીર. કાવ્યના એનાલીસીસમાં જ્યાં નથી ગમ્યું ત્યાં બિન્દાસ લખ્યું છે કે અહીં કવિ હવાતિયા મારે છે, અહીં કવિ ખુદ પડદા પાછળથી રંગમંચ પર પ્રગટ થાય છે and likewise…

કહેવાનો મતબલ એટલો કે શેઠ જે-તે કવિતાને પણ ભરી ભરીને પીવે છે અને પછી જે નશો થાય છે એ સૌ સાથે શેર કરે છે. અગાસીમાં રાતના બાર વાગે મહેફિલ જામી હોય અને શેઠ અચાનક ધબડ ધબડ કરતા તબલા વગાડવા લાગે એમ એમના લખાણોમાં પણ અચાનક નાનું-મોટું ધબડ ધબડ આવી જાય છે.તો,રીડર દોસ્ત, આજે એ છ અક્ષરના નામને આ પ્લેનેટ પરથી ગયે છ વર્ષ પુરા થાય છે એ નિમિત્તે અમારી જેવા નવા નવા પ્રેમીઓ તરફથી એમના જ વર્ડઝ, એમના અને તમારા સહુ માટે. ખાસ ચૂંટેલા ફૂલો જે પહેલા આંખસ્થ થયા હતા અને હવે હૃદયસ્થ રહેવાના છે.કાળમીંઢ શીલાઓ પર કોતરાયેલા શિલાલેખોની જેમ. હવે ઝાઝું લખ્યા વગર એમને કલમનો [સોરી કી-બોર્ડનો હવાલો આપીએ 😉 ]..ઓવર ટુ ‘શેઠ’…

Ramesh Parekh

“મનુષ્યની ઊંચાઈ એટલે એટલે એની હસ્તીનું ઓગળીને પ્રેમનો ધસમસતો પ્રવાહ બની જવું! પ્રેમતત્વમાં અશ્રદ્ધા જાગે ત્યારે તપાસ કરી લેવી કે તમારી સ્વાર્થબુદ્ધિ છળકપટ તો નથી કરતી ને?”

બધાએ જયારે બહુ “સોનલ કોણ?સોનલ કોણ?” એવું પૂછ્યું ત્યારે શેઠે આવું કૈક કહીને પબ્લીકને ગોટે ચડાવી-“ પણ અમારો પગ જ લપસ્યો છે.ચોમેર વેરાયેલી સોનલની સ્મૃતિમાં, ઊંડે ઊંડે..ડૂબતો, બાથોડિયા મારતો જીવ છે ને સામે લાચારી ભરી કલમે ઉભેલા અમે છીએ.”

અને અસલ મૌજમાં આવે એટલે શ્લેષમાં મજ્જા કરાવે.. “ચોરીમાં કવિ જેટલો પાવરધો તેટલો સદ્ધર. હું તો ચોર અને ખિસ્સાકાતરું છું. ધાડપાડુ બનવું છે-કોઈ મોટો દલ્લો લુંટવો છે.કુદરતની તિજોરીનો.”

“બાળવાર્તા અને બાળકાવ્યો લખવા એ યાદનો મનપ્રવેશ છે. બુદ્ધિને મોટી ઉંમરે હાથતાળી દઈને બચપણમાં ભાગી જવાનો કસબ છે. એટલે અમે ‘ઘેલા’ છીએ. ચમચા કે ચેલા થવા કરતા, ઘેલા થવું વધુ સુખકર નથી?”

‘પવિત્રતા’ સંદર્ભે શેઠે ચાબખો મારીને આપણી દ્રષ્ટિનું ડાયમેન્શન વિસ્તારી આપ્યું છે.

“ હાય, જીવતર તો એક વેશ્યા છે

જે જીવે છે તે ભોગવે એને ! ”

“અર્થાત સૌએ સૌ વેશ્યાગામી છે! જય હો, જય હો, ભોલેનાથ કી ! ”

“કાવ્યમાં અંગત વાત બિનગત બની રહેવી જોઈએ.તે કલાની શરત છે. ભલે વેદના મારી હોય પરંતુ તેનો અનુભવ બધાનો અનુભવ બની રહેવો જોઈએ.”

પોસ્ટ માટે મૂકી શકાય એટલું પારાવાર કન્ટેન્ટ છે, ધોધના ધોધ ઠલવાઈ શકે એટલી લાગણીઓ છે.પરંતુ,

“દોસ્ત, ખરાબાવાળા રસ્તાઓ પર ચાલી ચાલીને પગ તળવાઈ ગયા છે, ઘવાઈ ગયા છે.અર્ધી મજલ તો કાપી- શરીર અકોણું છે,મન ખાલી છે, આંખ ઝંખવાતી જાય છે, પ્રાણ મંદ થતો જાય છે. આયખું હાંફી ગયું છે અડધે રસ્તે જ. મારા જીવનમાં કોઈ ચમત્કાર થયો જ નથી. બધા ચમત્કાર બાકી છે ભાઈ… ”

અને છેલ્લે, શેઠ વગર: 

આજ વરસાદ નથી એમ ના કહેવાય, શેઠજી

એમ કહીએ કે હશે,આપણે રમેશ ન વાંચ્યા… 😦

Advertisements
Leave a comment

4 Comments

 1. Raghuvir

   /  May 17, 2012

  ““મનુષ્યની ઊંચાઈ એટલે એટલે એની હસ્તીનું ઓગળીને પ્રેમનો ધસમસતો પ્રવાહ બની જવું! પ્રેમતત્વમાં અશ્રદ્ધા જાગે ત્યારે તપાસ કરી લેવી કે તમારી સ્વાર્થબુદ્ધિ છળકપટ તો નથી કરતી ને?””

  Just one word for this line.. “Aafreen…..”

  and aa line na message ne roj yaad rakhine self check karava jevu kharu….

  Thanks for this post and special thnks for getting this line frm the ocean of Ramesh saab……

  -Raghuvir Khuman

  Reply
  • પાછા આઇવા બાપુ?

   આવો આવો, તમારા વિના તો ડાયરા માં મોજ ય નોતી ને માથે ડી ય નોતી પડતી….

   હાલો હવે બીજે બધે હાજરી પુરાવી આવો.

   વેલકમ બેક પ્રભુ.

   Reply
 2. superb line:
  આજ વરસાદ નથી એમ ના કહેવાય, શેઠજી

  એમ કહીએ કે હશે,આપણે રમેશ ન વાંચ્યા…

  Reply
 3. Raghuvir

   /  May 17, 2012

  E Ghani Khamma bhai….

  bhai bije hajari puravavani vaat mate :

  Most of blog most of time falls in two categories – 1) Information Providing or summary type like Google privacy & Harry Potter – ya thoughts and emotions are always there but main emphasis on details..

  2) Second type is Thought provoking- which have most emotions,thoughts,philosophy … Ya I m largely interested in this part..but my view or thinking highly differs in respect to views of some blog post which falls in this category…. and badhi argument ahiyan blog man lakhavi.. I cant choose tht option its my limit….

  So let me just cheer when I m fully agree on any post… and let me be shut up on post on which I cant believe or agree until I find those thoughts or philosophy true…

  and Prashambhai ALAKH ho….

  Moj ni mathe DDDDDDDDDDDDDDD………………. :-))))))))))))))

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: