• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  May 2012
  M T W T F S S
  « Apr   Jun »
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  28293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

સિર્ફ નામ હી કાફી હૈ- ર.પા.

જગતમાં ચિરકાલીન હોય તો એ દુ:ખ છે, સુખ નહિ એતો જગજાહેર છે. આ દુ:ખની લાગણીને હૃદયમાંથી આંખ અને હાથ સુધી પહોચાડવી હોય તો કવિનું હાર્ટ અને લેખકનો હાથ જોઈએ.આ બ્લોગ વાંચતા યુવા મિત્રોને કદાચ ર.પા.નું ફૂલ ફોર્મ એટલે રમેશ પારેખ થાય એવું ખબર ન પણ હોય.

તો મિત્રો, રમેશ પારેખ એટલે એ જ કે જેણે ‘સાંવરિયો રે મારો’ ગીત લખ્યું છે જે કદાચ તમે સોનાલી વાજપાઈના અવાજમાં સાંભળ્યું હશે. રમેશ પારેખ એટલે કાયમ હૃદયસ્થ રહેવાનો હોય એવો મસ્તીભર્યો અહેસાસ. જેની કવિતાઓ વાંચીને કાયમ ફીલીંગ-કીક મળી જાય, જેના કાવ્યો મીટર પર ચડાવવા સાવ ઇઝી લાગે, જેના કાવ્યોમાં રહેલા નિર્જીવ તત્વો પણ જાણે આળસ મરડીને સજીવન થઇ જાય છે એ, જેને વાંચીને સાંઈ સાથે કબીરનું સંધાન અને હમ્બેલા સાથે આલાબાપુ હૃદય પર ધણની જેમ ઝીંકાય છે. અને આ એજ રમેશ પારેખ કે જેને માટે પૂજ્ય મોરારીબાપુ એ કહેલું- ‘નક્કી આ માણસ કશુક ભાળી ગયો છે.’  હા બાપુ, તમે સાચા હતા. નક્કી એ ભાળી ગયો હતો કે પોતાનું છ અક્ષરનું નામ ‘ધ-ચંદ્રકાંત બક્ષી’ ની જેમ જ ગુંજતું રહેવાનું છે.જયારે જયારે કોઈ કવિતા લખશે અને એક્સપ્રેશનની વાત આવશે ત્યારે અચૂક રમેશ પારેખને યાદ કરવામાં આવશે કેમકે એ માણસના અંતરના ઊંડાણને ભાળી ગયો હતો. અને કોણ નથી જાણતું કે કવિતા તો માણસને ‘આવતી’ નથી હોતી, ‘ઉગતી’ હોય છે. લહેરાતા પાકને જોઈને જગતના તાતને જે ફીલીંગ થાય એ કવિતામાં પણ આબાદ ઝીલી બતાવી છે રમેશ પારેખે. આધુનિક કવિતાને ઉછેરી, પંપાળીને અને રમાડીને લોકોના મોઢે રમતી કરવામાં ર.પા.નો ફાળો અનન્ય છે.

” પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ હવે તું.  “

અહીં ઝાડવાને પોતાનામાં ઉગવાની વાત કરીને ઇન્તેઝારની ફીલીંગને તબિયત ખુશ થઇ જાય એ રીતે વર્ણવી છે. કોઈના ઈન્તેઝારમાં બધું થંભી ગયું હોય એવું જ લાગતું હોય છે ને? એ જ ફીલીંગ અહિયા આબાદ ઝીલાય છે.

રીડર્સને મનમાં પ્રશ્ન જરૂર થશે કે કોઈ કવિ નહિ ને ર.પા.નું જ નામ કેમ? ઇસકા જવાબ મિલેગા, ઝરૂર મિલેગા 😛 ગુજરાતી કવિતા બહુ વાઈડ ફીલ્ડ છે જેમાં ગામમાં લાગતા મેળાની જેમ ઘણી બધી રાઈડ્સ જોવા મળે છે.કોઈ સ્ટોલ ગઝલનો, કોઈ સ્ટોલ હઝલનો, કોઈ સ્ટોલ અછાંદસનો તો કોઈ શેરો-મુક્તકોની ચટપટી ચાટનો. આ બધામાં વર્ગીકરણ બોલે તો ક્લાસિફિકેશન કરવું બહુ અઘરું છે.તમારી મારી જેવાને તો ખાસ. 😉 આ બધામાં પાછું એક વસ્તુ હોય તો જ એ ફેમસ થાય. એ છે એની ફ્લેક્સીબીલીટી ફોર બીકમીંગ ધ સીન્ગેબલ વન. જે કાવ્ય ગાઈ શકાય એવું હોય એ તરત જીભે ચડી વાગે છે. એને ‘ગેય’ કહેવાય છે.. [Not GAY 😀 ] ર.પા.એ આવા ઘણા ગીતો રચી માર્યા અને પ્રજાને ઝૂમતી કરી દીધી. અને કઈ એવા ગીતો નહિ કે જેમાં ‘પીયુ-પ્રિયતમ ‘છાપ ભવાડા હોય. તાજા યુવાન થયેલા અને એપલ કટ શર્ટને લો વેસ્ટ જીન્સ સાથે મેચ કરતા વછેરા જેવા છોકરાની મસ્તી અને એવડી જ ઉંમરની છોકરીની ઊંચીનીચી થતી આઈબ્રો જેવી લચીલી ગુજરાતી ભાષાને કવિતામાં જેમની તેમ એક્સપ્રેસ કરનાર કવિ તરીકે  ર.પા.ની રીતસરની મોનોપોલી છે. 😉

દિલને ગૂંગળાવી દે એવું સર્જતો માણસ નામે.. “ર.પા.”

પર્સનલ ફેવરીટ ગ્રીન કલર પર જ બાપુએ જરાક “નાનું” એવું લીસ્ટ આપ્યું છે એ વાંચો,ધીરજ રાખીને અને એકશ્વાસે-

લીલા રણવાસ, લીલું પાન, ધસમસ લીલાશ, લીલીછમ જીભ, લીલો ભાર, લીલું કાચ ચોમાસું, લીલો નાઘેર, લીલવછોયું પાન, ઝાડ લીલું-કુંજાર, ટૌકો લીલેવાન, લીલી બાંધાણી, વાસ લીલીછામ, લીલછોયો થઇ ટૌકો, લીલી વેરાન ભીડ, લીલેરી ડાળખી, લીલા ઝાડવાની હેઠ, લીલીછમ આંખમાંથી, લીલોછામ વ્હેમ, તમે…લીલું બોલતા, લીલા તંબોળ કાઇં ઢાળને, લીલીછામ લુંબ ઝુંબ..છોળ્યું કૈંક લીલું ચટ્ટાક, લીલુંછમ પુર, જંગલને લીલું કુંજાર, લીલમ ઘાસની, લીલી ભીનાશ, લીલી નીક, લીલાંછમ પાંદડા, લીલીછમ ઓકળી, લીલું..સુખ, તમે…લીલું રમતા, લીલમવરણા પાણી, લીલોછમ ધ્રાસ્કો, તરસો લીલોતરી પીવાની, લીલાશ પર ઉઝરડો…

થાકી ગયા?ઓકે.તો ત્યાં સુધી લીલા ઉનાળા વચ્ચે ‘હરિયાળી’જોતા જોતા આનો કેફ અને થાક ઉતારો..મિલતે હૈ બ્રેક કે બાદ. 😉

Advertisements
Leave a comment

5 Comments

 1. sweetyteraiya

   /  May 14, 2012

  ramesh parekh ni kavita mate tame koi website suggest kari sako?

  Reply
 2. પ્રથમ ગ્રાસે મક્ષિકા હોય તો મોઢું કટાણું થઈ જાય પણ આતો પ્રથમ પોસ્ટે (રમેશ) પારેખની કવિતા-વર્લ્ડ !

  “નેટી દુનિયા”માં આ ‘માઉન્ટ મેઘદૂત’ નામ કેટલીયે વાર ભટકાયા કરતુ પણ મૂળે હું આળસુ જીવડો (જીવલો નહિ હો 😉 ) તો ખરો પાછો SSBB (સીધો-સાદો-ભલો-ભોળો) અને નિહાળે થી પાંસરા ઘેરની જેમ ક્યાંય આડા અવળા ડોકિયા કરવાની બહુ (કુ) ટેવ નહિ એટલે ક્યાંય ડાંફરિયા યાને ક્લિકમ ક્લિક કરતો નહિ પણ આજે શું (કુ)મતી સુઝી કે અહી ચડી આવ્યો. . . .

  અને આ હા હા હા જલસો પડી ગ્યો બાપુ! આ પહેલી પોસ્ટ વાંચી પણ છેલ્લી નથી એટલે કે હવે બ્લોગનો ખૂણેખૂણો તપાસી તમારા લોકોના ધંધા જોઈ લઈશ.

  બધે “કોમેન્ટુ” કરવા રહીશ તો વેગળી વિયાય જશે પણ ચેક તો કરના પડેગા !

  બાય ધ વે આ પોસ્ટ ત્રણ દી’મોડી કરી હોત તો? કેમ કે આપણા આ ‘રમેશ શેઠ’ની ૧૭ મે એ પૂણ્યતિથિ આવે છે ને ?

  Reply
  • Harsh Pandya

    /  May 15, 2012

   હેહેહે રજનીભાઈ,થેન્ક્સ.પણ જો ત્રણ દી મોડી કરી હોત તો તમે જ કાન ખેંચત કે શેઠની પુણ્યતિથી છે એવું લખવાનું ભૂલી ગયા? 😀

   પણ આ અજાણતા થયેલી પોસ્ટ છે. હવે યાદ કરાવ્યું છે તો ડેડલાઇન નાચવા માંડી છે એ તારીખની… 😛

   Reply
  • રજની ભાઈ, તમે ચિંતા ન કરો, રમેશ પારેખ ભુલાયા નથી, ઇન્શાલ્લાહ બધું બરાબર રહ્યું તો કાલ નો દિવસ પણ સાચવી લેવા માં આવશે,

   બાકી તમે બિન્દાસ આટા લીધા કરજો અહિયા,

   Reply
 3. એક-દમ લીલી પોસ્ટ! 😉
  યસ..agree with this: કઈ એવા ગીતો નહિ કે જેમાં ‘પીયુ-પ્રિયતમ ‘છાપ ભવાડા હોય. તાજા યુવાન થયેલા અને એપલ કટ શર્ટને લો વેસ્ટ જીન્સ સાથે મેચ કરતા વછેરા જેવા છોકરાની મસ્તી અને એવડી જ ઉંમરની છોકરીની ઊંચીનીચી થતી આઈબ્રો જેવી લચીલી ગુજરાતી ભાષાને કવિતામાં જેમની તેમ એક્સપ્રેસ કરનાર કવિ તરીકે ર.પા.ની રીતસરની મોનોપોલી છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: