• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  May 2012
  M T W T F S S
  « Apr   Jun »
   123456
  78910111213
  14151617181920
  21222324252627
  28293031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

ગૂગલ અને નવી પ્રાઈવસી પોલીસી…..More things you need to know

આ પોસ્ટ ગૂગલ અને નવી પ્રાઈવસી પોલીસી ….Things you need to know ની સિકવલ છે. ઓરીજીનલી આ આખી પોસ્ટ એક જ ભાગ માં લખવાની હતી પણ પછી બધું એટલું લાંબુ બની જાત કે તમને વાચવા માં કંટાળો આવત, અને એટલે જ એ ઓરીજીનલ પોસ્ટ ના જરાસંઘ ની જેમ વચ્ચે થી બે ફાડિયા કરી નાખ્યા છે અને પહેલા ભાગ પછી આ બીજા ભાગ સ્વરૂપે ગૂગલ અને એની પ્રાઈવસી પોલીસી વિષે ની ચર્ચા કંટીન્યુ કરીએ.

7. મને ખબર પડી ગઈ કે ગૂગલ પાસે મારો શું ડેટા છે, પણ શું એવી કોઈ વ્યવસ્થા છે કે જેનાથી હું મારી રીતે કામ પણ કરી શકું અને ગૂગલ ને ખબર પણ ન પડે કે હું શું કરી રહ્યો છું? અથવા આ જે થાય છે એ કોણ કરી રહ્યું છે?

હોવ્વે, જેમ દરેક કાયદા ની છટક બારી હોય છે એમ અહિયાં પણ છે. જેમ કે.

૧. તમે ગૂગલ માં લોગ્ડ-ઇન હશો તો તમે શું સર્ચ કરો છો એ બધું સેવ થશે, પણ તમે લોગ્ડ ઇન નહિ હો તો ગૂગલ ને ખબર નહિ પડે કે આ સર્ચ ક્વેરી કઈ રીતે આવી,
૨. તમારી ચેટ ઓફ ધ રેકોર્ડ કરી દો, ગૂગલ ટોક કે જીમેઇલ કે હવે ગૂગલ પ્લસ માં ચેટ વિન્ડો ની જમણી તરફ ઉપર ના ખૂણે એરો છે ત્યાં થી તમે ઓફ ધ રેકોર્ડ જઈ શકશો. તેના થી તમે કરેલી ચેટ કોઈ હિસ્ટ્રી માં સેવ નહિ થાય.
૩. બ્રાઉઝર માં પ્રાઈવેટ બ્રાઉઝીંગ નો ઉપયોગ કરો. એના થી કોઈ કૂકી સેવ નહિ થાય અને તમારી સર્ફ હિસ્ટ્રી પણ ગૂગલ સેવ નહિ કરી શકે. મોઝીલા માં અને સફારી માં આ મોડ “પ્રાઈવેટ બ્રાઉઝીંગ” ઈન્ટરનેટ એક્સપ્લોરર માં “ઇન પ્રાઈવેટ બ્રાઉઝીંગ” અને ક્રોમ માં “ઇન્કોગનીટો મોડ” ના નામે આ ફીચર ઓળખાય છે.
૪. જો તમને લાગે કે મેઈલ માં કે ચેટ માં આવેલી લિંક જોખમી છે તો એને ડાયરેક્ટ ક્લિક કરવા ને બદલે કોપી પેસ્ટ કરી ને ખોલો.
૫. જો તમને લોગ-ઇન થવા માં કઈ પ્રોબ્લેમ હોય અને જે તે સર્વિસ માં કે સાઈટ માં લોગ-ઇન કર્યા વગર કામ ચાલી જતું હોય તો, લોગ-ઇન ન થાવ.

૬. જયારે તમે તમારા એન્ડ્રોઇડ ના ડીફોલ્ટ બ્રાઉઝર નો ઉપયોગ કરો છો ત્યારે તમારી બધી પ્રવૃત્તિ ઓ ગૂગલ પાસે પહોચે છે, એટલે યોગ્ય એ રહેશે કે તમે બે બ્રાઉઝર રાખો.

8. આ બધી વસ્તુ ઓ બરોબર. પણ આનાથી ગૂગલ ના જનરલ એક્સપીરીયન્સ માં શું ફેર પડશે?

ધારો કે તમે ગૂગલ ના બહુ જુના ઘરાક છો (મારું જી-મેઈલ અકાઉન્ટ એ સમય થી છે જયારે તે ઇન્વીટેશન પર જ ખોલવા મળતું હતું – લગભગ ૨૦૦૪-૨૦૦૫ થી) તો પહેલા બતાવ્યું તેમ જયારે પણ તમે ગૂગલ ની એક સર્વિસ માં લોગ ઇન થશો એટલે ગૂગલ ની બધી જ સર્વિસ માં લોગ્ડ ઇન ગણાશો, અને પછી જયારે પણ તમે કોઈ જૂની કે નવી સર્વિસ ખોલશો એટલે એ તમારા જુના ડેટા વાંચશે અને એના પરથી એ તમને સર્વિસ આપશે, અને માનવ સ્વભાવ ની લાક્ષણિકતા છે કે બે માણસો સરખા નથી હોવાના. પાછલા ભાગ માં રહેલું ટેબ્લેટ વાળું જ દ્રષ્ટાંત લઈએ તો હું ટેબ્લેટ આકાશ કે આઈ પેડ માટે સર્ચ કરું છું, પણ મારો કોઈ ડોક્ટર મિત્ર ટેબ્લેટ એ કોઈ રોગ ને લાગુ પડતી દવા માટે સર્ચ કરશે, તો એક જ ટેબ્લેટ ના રીઝલ્ટ બંને માટે અલગ હશે.

એક ઓર એકઝામ્પલ, ધારો કે અમેરિકા ની પ્રેસીડેન્શીયલ ચુંટણી વિષે ના તાજા સમાચાર તમારે વાચવા છે. જો તમે અહિયાં ઇન્ડિયા માંથી એ સમાચાર વાંચતા હશો તો તમને મીટ્ટ રોમની, ન્યુટ ગીન્ગ્રીંચ કે રીક સેન્ટ્રમ જેવા બે ત્રણ નામ થી વિશેષ કઈ નહિ મળે. પણ જો તમે અમેરિકા માં રહેતા હશો તો તમને આ વિષે પલ પલ ની ખબરો મળતી રહેશે.

કેસ ટુ: તમે હજી ગૂગલ ના નવા નવા ઘરાક છો અને તમારું એકાઉન્ટ ખોલવા વિચારો છો. તો જેવા તમે ગૂગલ ના સાઈન અપ ના પેઈજ પર ક્લિક કરશો અને જરૂરી ઇન્ફોર્મેશન દઈ ને આગળ વધશો એટલે લેરી ભાઈ પેઈજ નો ચમત્કાર (થ્રી ઇડીયટ પ્રેમી ઓ, જરા થોભો) દેખાશે. જેવું તમે ગૂગલ માટે સાઈન અપ થશો એટલે પરાણે તમે ગૂગલ પ્લસ માટે પણ સાઈન અપ થશો. એટલે કે જો તમારે ગૂગલ પ્લસ માં સાઈન અપ થવું છે તો તમારા માટે સારું છે, પણ તમારે ગૂગલ પ્લસ વાપરવું જ નથી અથવા તો વધારે ચોક્કસ શબ્દ માં કહીએ તો ગૂગલ પ્લસ માં સાઈન અપ થવું જ નથી તો પણ તમારે થવું પડશે. અને આજ રીતે તમારું એકાઉન્ટ ગૂગલ ની બધી જ સર્વિસ સાથે જોડાઈ જશે, તમારે એ સર્વિસ વાપરવી હોય કે ન હોય. (હવે બોલો આ લેરી પેજ નો “ચમત્કાર” છે કે નહિ?)

9.પણ લેરી પેઈજ આવા “ચમત્કારો” કેમ કરે છે?

બિજનેસ, અત્યાર સુધી ગૂગલ સર્ચ માં એકલા હાથે રાજ કરતુ હતું, અને સર્ચ ના સહારે ન્યુઝ, જી મેઈલ, મેપ્સ, અર્થ જેવી કૈક એપ્લીકેશન આપણા માટે બનાવી અને ચાલુ રાખી છે, પણ જ્યાર થી ફેસબુક અને એપ્પલ ની સફળતા જોઈ છે ત્યાર થી ગૂગલ ને પોતાના બિજનેસ માં ખતરો દેખાયો છે. એટલે એપ્પલ અને ફેસબુક ને પછાડવા ગૂગલ એ એન્ડ્રોઇડ અને ગૂગલ પ્લસ બનાવ્યા છે. જેને પોતાના સર્ચ સાથે કનેક્ટ કરી ગૂગલ પોતાનો બીઝનેસ જાળવી શકે.

ફેસબુક એ એક ક્રાંતિ કરી છે આપણને જોડવાની, અને એનો એક પ્રભાવ માર્કેટ પર પણ પડ્યો છે. હવે રીવ્યુ લેવા માટે આપણા માંથી કોઈ ને ક્રિટીક્સ ની જરૂર નથી રહી (અમથાય અડધા ક્રિટીક્સ પેઈડ અથવા એઝ ફેન લખતા હોય છે),  પણ હવે આપને કોઈ પણ વસ્તુ ના રીવ્યુ પર્સનલી આપણા ફ્રેન્ડસ કે કનેક્શન માંથી લઇ શકીએ છીએ (અને બહુ ઓબવિયસલી આ રીવ્યુ ના વજન પણ પડતા હોય છે). અને માર્કેટિંગ નો રુલ છે કે માઉથ પબ્લીસીટી બીજી કોઈ પણ પબ્લીસીટી કરતા સારી છે, અને આ માઉથ પબ્લીસીટી કઈ રીતે કરી શકો? ફેસબુક ઈ મેઈલ કે મેસેજ થી, હવે ઈ મેઈલ પણ કામ કાજ સિવાય લોકો કરતા નથી એટલે કઈ પણ વસ્તુ શેર કરવા માટે બે જ માધ્યમ રહ્યા, ફેસબુક અને મેસેજ. આ બંને માધ્યમ માં ગૂગલ પોતાની એડ કઈ રીતે પ્રદર્શિત કરી શકે?

ગૂગલ પાસે પોતાના કહી શકાય એવા મેસેજ કે સોશિયલ નેટવર્ક છે નહિ, સોશિયલ નેટવર્ક નહિ મતલબ શેરીંગ નહિ, શેરીંગ નહિ મતલબ ઇન્ફોર્મેશન નહિ, ઇન્ફોર્મેશન નહિ તો એડ નહિ, અને એડ નહિ તો આખું નેટવર્ક ચલાવવા ના પૈસા નહિ. એટલે ગૂગલ ને આ બંને નેટવર્ક માં આવવું અને એની સફળતા મેળવવી એ જરૂરી થઇ ગયું હતું. અને આ એના જ ચમત્કારો છે.

ઇતિ શ્રી ગૂગલ કથાભ્યામ ન્યુ પ્રાઈવસી પોલીસી અધ્યાય સંપૂર્ણમ….. હજી ઘણા સવાલ તમારા મન માં હશે, કે ગૂગલ સારું કે ખરાબ? અને ગૂગલ પ્લસ અને ફેસબુક માં કયું લેવું ને કયું નહિ? વગેરે વગેરે, પણ મારા મતે તો ગૂગલ અને એની નવી પ્રાઈવસી પોલીસી ની ચર્ચા માં હવે કઈ બાકી નથી રહેતું, કદાચ તમારા મતે હોઈ પણ શકે, કોઈ એવા સવાલ જે તમારા મન માં રમતા હોય, તો બિન્દાસ અહિયાં કે કોઈ પણ સોશિયલ નેટવર્ક માં કમેન્ટ તરીકે અથવા તો મેઈલ માં અમને પૂછી શકો છો. અમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો એ બાબતે મુંઝારો થતો હોય તો કોન્ટેક્ટ અસ પેઈજ પર થી તમે તમારી મૂંઝવણ દુર કરી શકશો…..

સેમીકોલોન:
સંગીત સજેશન: “તમારા વાળી ઓ ને સંભળાવવા જેવા ગીત” 😛
૧. ગેટ ડાઉન (બેક સ્ટ્રીટ બોયઝ)
૨. લવલી ડે (બીલી વિધર્સ – 127 Hours માં પણ આ ગીત છે.)
૩. આપ કી આંખો મેં (ઘર- કિશોર દા, લતાજી – ગુલઝાર સાબ) [ “એનો ફીમેલ પાર્ટ પણ “તમારા વાળા” ઓ ને સંભળાવી શકાય” ]
૪. બેકારાન (૭ ખૂન માફ – વિશાલ ભારદ્વાજ – અગેઇન ગુલઝાર સાબ)
૫. બેહને દે (રાવણ – કાર્તિક – ગુલઝાર સાબ) [કડક નોટીસ: તમારા વાળી સિવાય બીજા સામે ન ગાવું, હિન્દી ભાષા પણ દ્વિ અર્થી છે 😛 ]

Advertisements
Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: