Geek Gyan- પૂછો, શોધો અને કમાઓ

[ગીક જ્ઞાન ની આ પહેલી પોસ્ટ હિમાંશુ કિકાણી ને અર્પણ- જેણે આવા વિષય પર લખી ને એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, ભગવાન અમને કૈક નવું દેવાની શક્તિ આપે 🙂 ]

સહુ પહેલા જાણી લઈએ ગીક એટલે શું? માઈન્ડ વેલ શબ્દ “ગ્રીક”(greek) નહિ પણ “ગીક”(geek) છે, એટલે કે કોઈ એક વિષય પર સામાન્ય લોકો કરતા સારું એવું પ્રભુત્વ ધરાવનાર, પેશન ની હદે શોખ રાખનાર વ્યક્તિ. જેમકે કમ્પ્યુટર ગીક, મુવી ગીક, મ્યુઝીક ગીક વગેરે.

આવો જ એક બીજો શબ્દ પણ છે નર્ડ(nerd) : નર્ડ એટલે કોઈ એક વિષય પર સારું પ્રભુત્વ ધરાવનાર,

તો પછી ગીક અને નર્ડ વચ્ચે ફરક શું? ફરક એ છે, કે ગીક લોકો સોશિયલી વધારે એક્સેપ્ટેબલ અને કમ્ફર્ટેબલ હોય છે, નર્ડ લોકો સોશિયલી એક્સેપ્ટેબલ હોઈ શકે, પણ કમ્ફર્ટેબલ ન હોઈ શકે.

બંને ને એના કમાયેલા જ્ઞાન અને એની પાછળ દીધેલા સમય માટે અભિમાન હોય છે.
નર્ડ એના વિષય ની બહાર વાતો નથી કરી શકતો
પણ ગીક એના વિષય ની બહાર વાતો કરી શકે છે…. જ્યાં સુધી એને ખબર હોય ત્યાં સુધી, પછી એ પણ નર્ડ ની જેમ એને પણ અનકમ્ફર્ટેબલ લાગી શકે છે.
નર્ડ ને દરેક વાતો એની પરિભાષા માં જ કરવાની ટેવ અને આગ્રહ હોય છે,
જયારે ગીક જરૂર પડે ત્યારે ટર્મીનોલોજી ના શબ્દો ને સામાન્ય ભાષા માં ટ્રાન્સલેટ કરી શકે છે

ઇન શોર્ટ, ચતુર રામાલીન્ગમ નર્ડ છે અને રેંચો ને ગીક કહી શકાય.

બાય ધ વે, ગીક અને નર્ડ ના નામે એટલું મોટું લેકચર આપવાની શી જરૂર? કેમ કે આજ થી આપણે એક નવી સીરીઝ શરુ કરવા ના છીએ જે ટેકનોલોજીકલ જ્ઞાન શેર કરશે, જ્ઞાન શેર કરવા સાથે અમારો એક એઇમ એ પણ હશે કે તમે નર્ડ નહિ પણ ગીક બનો. જે બન્યા રહેવાની અમે ટ્રાય કરીએ છીએ. તો વધારે ભાષણ કરવા કરતા સીધા મૂળ ટોપિક પર આવીએ.

આપણા જીવન ના ચાર મુખ્ય લક્ષ્ય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ…. જેમાં પહેલા ત્રણ જો એક બીજા સાથે સરખી રીતે જોડાયેલા રહે તો છેલ્લું મેળવવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. અને એમાય પહેલા ત્રણ માં સહુથી જરૂરી વસ્તુ અર્થ છે, અર્થ એટલે પૈસો નહિ હોય એટલે ધર્મ કરી જ ન શકાય(જેમકે : ભૂખ્યા પેટે ભક્તિ ન થાય, ગરીબો ને દાન કરતા કદી જોયા છે?) અને પછી “કામ” પણ યોગ્ય રીતે ન થાય……. વેઇટ વેઇટ વેઇટ. કોણે કીધું કે અર્થ એટલે માત્ર પૈસો? વાત્સ્યાયન મુની એ અર્થ ની એક વિશાળ વ્યાખ્યા કરી છે.

_Artha_ is the acquisition of arts, land, gold, cattle, wealth,
equipages and friends. It is, further, the protection of what is
acquired, and the increase of what is protected.
Kamasutra- On Project Guttenberg

જોયું?? અર્થ એટલે માત્ર પૈસો, જમીન, ઢોર ઢાંખર વગેરે જ નહિ, કળા અને મિત્રો પણ કમાવવા અને જાળવવા નું અર્થ માં કહેવા માં આવ્યું છે, અને આ બધું કઈ રીતે જાળવી શકીશું? આવો જોઈએ….

૧. પૂછતાં પંડિત થવાય

તમને કોઈ સવાલ થયો છે? ક્યાય અટવાયા છો? આસપાસ માં કોઈ એક્સપર્ટ નથી મદદ કરવા માટે? બસ જાઓ stakexchange.com પર. એક સવાલ પૂછો અને જવાબ મેળવો……
હવે તમે પૂછશો કે આ સાઈટ માં નવું શું છે? આવી તો કૈક ફોરમો ઈન્ટરનેટ માર ૧૬ ના ભાવ માં રખડે છે. તો આમાં નવું શું છે?

હવે તમે પૂછશો કે આ સાઈટ માં નવું શું છે? આવી તો કૈક ફોરમો ઈન્ટરનેટ માર ૧૬ ના ભાવ માં રખડે છે. તો આમાં નવું શું છે?
એમ જોવા જઈએ તો નવામાં ઘણું બધું છે…. જેમકે સ્ટેકએક્સચેન્જ એ એક સિંગલ ફોરમ નથી પણ લગભગ ૮૪ જેવી Q&A સાઈટ્સ નું નેટવર્ક છે. મૂળ જોએલ સ્પોત્સકી અને જેફ એટવુડ દ્વારા પ્રોગ્રામર્સ માટે શરુ કરેલી સ્ટેકઓવર ફલો નું ફૂલી ને ફાળકો થયેલું નેટવર્ક છે, જે પ્રોગ્રામર્સ ની લાઈફ થી શરુ કરી ને મારી તમારી જેવાની નોર્મલ લાઈફ માં જરૂરી એવા બધાજ ટોપિક કવર કરે છે. જેમકે પ્રોગ્રામિંગ(સ્ટેક ઓવરફલો, અને બીજા કેટલાક પ્રોગ્રામર્સ રીલેટેડ ટોપિક), મેનેજમેન્ટ (પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સ્ટાર્ટ અપ(નવી ખુલેલી કંપની ઓ), પર્સનલ પ્રોડકટીવીટી) , હોબીઝ (કૂકિંગ, સાઈ ફાઈ એન્ડ ફેન્ટેસી,લીટરેચર, મુવીઝ એન્ડ ટીવી,લીગો),ભાષા ઓ (ઈંગ્લીશ, ફ્રેંચ,સ્પેનીશ) ધર્મ (જ્યુઈશ, ક્રિશ્ચ્યાનીટી), પ્યોર સાઈન્સ(ફીઝીક્સ, મેથ્સ, કોમ્પ્યુટેશનલ સાયંસ), લાઈફ સ્ટાઈલ(હેલ્થકેર એન્ડ આઈટી, ટ્રાવેલ, બાઈસીકલ, મોટર વેહિકલ, પેરેન્ટિંગ, ડી આઈ વાય(Do It Yourself, For home imrpovement)), હિસ્ટ્રી અને ખાસ તો સ્કેપ્ટીક(વહેમી લોકો)માટે પણ એક સાઈટ છે.

તો આ સાઈટ કામ કઈ રીતે કરે છે?
આમ જોવા જઈએ તો સાઈટ નું બેઝીક કામ કાજ છે સવાલ પૂછવાનું અને જવાબ આપવાનું, જે તમે લોગીન કર્યા વગર પણ કરી શકો છો. પણ સાઈટ ના હીરા જેવા ફીચર્સ વાપરવા માટે તમારે લોગીન થવું જરૂરી છે. અને લોગીન થવું એટલું માથાકૂટ વાળું ય નથી. તમે ઓલરેડી જી-મેઈલ કે ફેસબુક માં લોગીન જ હો છો, બસ તમારે સ્ટેક એક્સચેન્જ ની કોઈ પણ એક સાઈટ માં લોગીન ની લિંક હશેજ, ત્યાં ક્લિક કરો એટલે ગૂગલ, ફેસબુક અને બીજી ઘણી બધી સર્વિસ ના બટન હશે. એમાંથી કોઈ પણ એક બટન ક્લિક કરવાનું, જો એ સર્વિસ માં તમે લોગ્ડ ઇન હશો તો તમને પહેલી વાર સ્ટેકએક્સચેન્જ ને ઓથોરાઇઝ કરવાનું કહેશે, તમે allow આપો એટલે તમે લોગ ઇન.

આ સાઈટ ના બે નવા ફીચર્સ છે, રેપ્યુટેશન અને બેજ. રેપ્યુટેશન એટલે પોઈન્ટ્સ : પહેલી વાર લોગીન થાઓ એટલે તમને એક રેપ્યુટેશન મળી જાય, અને પછી સાઈટ માં સમય અને પ્રવૃત્તિ અનુસાર તમારી રેપ્યુટેશન વધતી કે ઘટતી જાય. અમુક રેપ્યુટેશન કે ક્રિયા કરો એટલે તમારી પ્રોફાઈલ માં નવા નવા બેજ આવતા જાય. જેમકે પ્રોફાઈલ માં બધી જ ઇન્ફોર્મેશન ભરવાથી ઓટોબયોગ્રાફર કે એક વરસ પૂરું કરવા થી યર્લીંગ નો બેજ. આવો જોઈએ તમારી રેપ્યુટેશન કેમ વધે છે કે ઘટે છે.

ધારો કે તમે એક સવાલ પૂછ્યો. આ સવાલ નવો છે, કેટલાક લોકો ના માટે કામ નો છે, તમે એ સવાલ પૂછતાં પહેલા કેટલાક પ્રયત્નો કર્યા છે – ઇન શોર્ટ માત્ર તમારી માટે જ નહિ, બીજા ઘણા માટે આ સવાલ કામ નો છે. તો તમારા એ સવાલ ને અપ વોટ મળશે. (લાઈક કે પ્લસ ૧ ની જેમ), એજ રીતે પુછાયેલા સવાલ નો તમે જે જવાબ આપ્યો છે એ પણ કામ નો છે. તો તમારા જવાબ ને પણ અપ વોટ મળે. આ સવાલ અને જવાબ ના અપ વોટ માટે તમને અનુક્રમે ૫ અને ૧૦ રેપ્યુટેશન મળે. સવાલ કે જવાબ ની નીચે તમે કમેન્ટ પણ કરી શકો છો. જેના અપ વોટ માટે કોઈ ચેન્જ નથી. એક સવાલ ના એક થી વધારે લોકો જવાબ આપે, જો એક જવાબ સ્વીકારી જાય(જે માત્ર સવાલ પૂછનાર જ સ્વીકારી શકે) તો પૂછનાર ને બે અને જવાબ આપનાર ને ૫ રેપ્યુટેશન મળે.

આના કરતા ઊંધું, જો તમે એક નો એક સવાલ ફરીવાર પૂછ્યો હોય, કઈ પ્રયત્ન ન કર્યો હોય, સવાલ જ ખોટો હોય કે માર્કેટિંગ ગીમિક હોય, તો તમારા સવાલ ને ડાઉન વોટ મળે. એજ રીતે તમારો જવાબ અધુરો હોય, ખોટો હોય તો જવાબ ને ય ડાઉન વોટ મળે. ડાઉન વોટ થયેલા સવાલ અને જવાબ ની રેપ્યુટેશન કપાય છે, ઇવન જેણે ડાઉન વોટ કર્યો હોય એની પણ.આ રીતે એ ફેસબુક અને ગૂગલ કરતા પણ ચાર ચાસણી ચડે

હવે માંનોકે તમારો સવાલ બહુ અગત્ય નો છે, પણ એમાં બહુ લોકો એ જવાબ નથી આપ્યો, અને જેણે આપ્યો છે એ કામ નો નથી.પણ તમારે કોઈ પણ કિંમતે જવાબ જોઈએ જ છે તો? બસ તમારી રેપ્યુટેશન માંથી ૫૦ કે ૧૦૦ કે જેવી તમારી ત્રેવડ હોય એટલી રેપ્યુટેશન બાઉન્ટી તરીકે આપી શકો. જે તમે કોઈ ને આપો તો ઠીક, પણ ન આપો તો એ તમને પાછી ન મળી શકે.

આ સાઈટ ની એક ઓર સારી વાત એ છે કે કેટલાક ફીચર્સ યુઝ કરવા માટે તમારી પાસે અમુક રેપ્યુટેશન હોવી જોઈએ. જેમકે કોઈ ના સવાલ કે જવાબ ની ભૂલો એડિટ કરવા માટે હજાર જેટલી રેપ્યુટેશન હોવી જોઈએ. યુઝર્સ સાથે ચેટ શરુ કરવા માટે ૧૦૦ રેપ્યુટેશન, ઇવન અપ વોટ અને ડાઉન વોટ કરવા માટે ય રેપ્યુટેશન જોઈએ…. (સીધી વાત છે કઈ ગુમાવવા માટે કઈ હોવું જોઈએ ને, આ કઈ મહાન ભારત દેશ થોડો છે જેમાં જન્મતા ની સાથે બધું મળી જાય છે!!!! )

છેલ્લો પોઈન્ટ: ઘણી બધી સાઈટો છે, ઘણા સારા ફીચર્સ છે. પણ મારી પાસે એક એવો ટોપિક છે જે આ ૮૪ ટોપિક માં નથી.અને મને લાગે છે કે ઘણા બધા ને આમાં રસ પણ પડશે.તો શું કરું?
સિમ્પલ: સ્ટેક એક્સચેન્જ ની એક એરિયા ૫૧ કરીને ય સાઈટ છે. એમાં તમે એક રીક્વેસ્ટ મુકો. સાઈટ માં સરખી સંખ્યા માં યુઝર્સ એક્ટીવ થાય(ટોપિક ને કમીટ કરે, સેમ્પલ ક્વેશ્ચન્સ મુકે) ત્યારે એ સાઈટ પબ્લિક બીટા બને, પબ્લિક બીટા બન્યા પછી પણ જયારે સાઈટ માં સરખી એક્ટીવીટી થાય એટલે એ સાઈટ પબ્લિક બને, એને નવી થીમ અને નવો આઇકોન પણ બને.
૨. સજેશન સીસ્ટમ

૧:મને શાહરૂખ ખાન ખુબ ગમે છે
૨: હમમમ એની દિલ સે જોઈ?
૧: હા મને એ પણ ગમે છે
૩: એમાં એ આર રહમાન નું સંગીત છે, એનું મ્યુઝીક ડોલી સજા કે રખના માં પણ છે.
૧: એ જોઈ, નથી ગમતી. બીજું કૈક કહો
૨: આ રહમાન એ આ વખતે ઓસ્કાર માં હાન્સ ઝીમર સાથે પરફોર્મ કર્યું હતું. એની એક ફિલ્મ છે રેઇન મેન કરી ને.
૧: હા તો?
૨: એમાં એક એક્ટર છે ડસ્ટીન હોફમેન, એની એક મસ્ત મુવી છે ટૂત્સી કરી ને….
૩: હા એ મસ્ત છે, એક વાર જોઈ લેજે.
૧: (ફિલ્મ જોઈ ને) અરે આ જે ડસ્ટીન હોફમેન નો એજન્ટ બને છે એ એક બીજી મુવી માં ય છે ને ટોમ ક્રુઝ હારે?
૪: હા આઈઝ વાઈડ શટ. સ્ટેન્લી ક્યુબ્રિક ની છેલ્લી ફિલ્મ
૧: આ ઓલો ને? આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ વાળો.
૨: હા કામ એણે શરુ કરેલું, પણ ફિલ્મ સ્ટીવન સ્પીલબર્ગ એ પૂરી કરી.
૩: આ સ્ટીવન સ્પીલબર્ગ એટલે જુરાસિક પાર્ક વાળો ને?
……….

આમ તો આપણે મોટા ભાગ નું ઈન્ટરેકશન ઓનલાઈન કરીએ છીએ. એમાય જો તમે મુવીઝ ના શોખીન હો તો તો તમારા દોસ્તો વચ્ચે આવી વાતચીત થતી જ હોય. મારેય થાય છે, પૂછો હર્ષ ને અને મીડ નાઈટ ઇન પેરીસ નું સજેશન આપનાર અભિષેક ને!!! વિચારો આવા સજેશન તમને કોઈ સાઈટ કરતી હોય તો? અને આવા સજેશન એક સાઈટ કરે પણ છે. નામ છે ગેટ ગ્લ્યું.

એ સાઈટ પર જઈ ને તમે એક મુવી, એક્ટર, સિંગર, મ્યુંઝીશીયન, ડાયરેક્ટર કે ટીવી શો લાઈક કરો. અને પાછી એના પર થી તમને સજેશન આવવાના શરુ થઇ જાય. રેહમાન લાઈક કરો એટલે સાઉથ ના સંગીતકારો(યુવાન શંકર રાજા, એના પપ્પા ઈલીયારાજા, હેરીસ જયરાજ) નું સજેશન, એણે જેની સાથે કામ કર્યું એ ડાયરેક્ટરો ના સજેશન, એણે કરેલી ફિલ્મો ના સજેશન આવવા માંડે. એનું એક વિકિપીડિયા પ્લગ ઇન આવે છે, એમાં તમે કોઈ એક્ટર નું પેજ ઓપન કરો એટલે એના ગેટ ગ્લ્યું પેજ ની લિંક, એણે કરેલી ફિલ્મો ની લિંક, એના સહકલાકારો ની લિંક બધું જ ત્યાં બેઠા બેઠા લાઈક કરવા મળે. તમારી લાઈક પર તમે કે બીજા કોઈ કમેન્ટ કરી શકે, જે તે મુવીઝ કે મ્યુઝીક પર નું તમારું સ્ટેટસ તમે શેર પણ કરી શકો.

સ્ટેક ઓવર ફલો ની જેમ જ ફેસબુક અને ટ્વીટર સાથે લોગીન કરી શકાય છે. અને ઘણી બધી ઇવેન્ટ માટે તમે વર્ચ્યુઅલ સ્ટીકર પણ મેળવી શકો છો, જેમકે અત્યારે જોન કાર્ટર ચાલે છે, એ તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા જાઓ છો અને ગેટ ગ્લ્યું પર એ જ દિવસે એ ફિલ્મ ના પેજ પર લાઈક કે કમેન્ટ કરો છો તો તમને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે નું, જોન કાર્ટર નું એક્સક્લુઝીવ સ્ટીકર, વગેરે વગેરે

૩. લાઈક નાય પૈસા મળતા હોત તો??

આ સાઈટ ગુજરાતી ભાઈઓ ને ખુબ ગમશે, કેમકે આ સાઈટ શેર બજાર ને લગતી ય છે. અને કદાચ છેલ્લા છ મહિના માં આવેલા નવા આઈડિયા માં સહુ થી ઓછો આઈડિયા મેં આ યુઝ કર્યો છે. એટલે આખી લાંબી લપસિંદર છાપ પોસ્ટ માં સહુથી ઓછું આ સાઈટ વિષે લખવા માં આવશે. આ સાઈટ નું નામ છે એમ્પાયર એવેન્યુ.તમારી ઈ-સોશિયલ એક્ટીવીટી નું શેર બજાર.

અને આ છે આ સાઈટ ની કાર્ય પધ્ધતિ.
તમે જયારે લોગ ઇન થાઓ છો ત્યારે તમે પોતે એક કમ્પની બની જાઓ છો. આ સાઈટ નું એક ચલણ છે જે ને ઇએવ (Eav )કહેવાય છે. શરૂઆત માં તમારે તમારા ઈન્ટરેસ્ટ તમારે અહી મુકવાના હોય છે. એમાં થી તમારે તમારો મેઈન ઈન્ટરેસ્ટ નક્કી કરવાનો હોય છે, જેમાં તમે પ્રાઈમરી શેરહોલ્ડર તરીકે શરૂઆત કરો છો, અને પ્રમોશન લેતા લેતા બોર્ડ ઓફ ડાયરેક્ટર, મેનેજર, સીનીયર મેનેજર, સી ઈ ઓ વગેરે બનતા જાઓ છો. આ ઉપરાંત તમારે તમારી ટ્વીટર, યુ ટ્યુબ, ફેસબુક, વર્ડપ્રેસ, બ્લોગર અને આર એસ એસ (દિગ્ગી વાળું નહિ) લિંક આપતી બધી જ સાઈટ ની લિંક મૂકી શકો છો. અઠવાડિયા જેવું તમારી પ્રોફાઈલોઝ નું ઇવેલ્યુએશન થાય છે અને પાછી એમ્પાયર તમારા શેર ના ભાવ નક્કી કરે છે. તમારી જેમ બીજી કંપની ના શેર પણ હોય છે, જેને તમે ખરીદી શકો, અને બીજા તમારા શેર પણ ખરીદી શકે, અને આ બધા વેવાર ઇએવ માં જ થાય. તમારે ગામ આપતું હોય તો એના ડીવીડંડ લેવાના અને તમારા શેરહોલ્ડરો ને બહુ વધી પડતા હોય તો થોડા ઇએવ ના ડીવીડંડ પણ લેવાના. આ સાઈટ માં પણ તમે બેજ અને સ્ટીકર ની જેમ માઈલ સ્ટોન કલેક્ટ કરી શકો.

સેમીકોલોન:

[પ્રોગ્રામરો અને ટેકી મિત્રો માટે]

પ્રોગ્રામિંગ અને કમ્પ્યુટર માટે ખરેખર થોડા સારા બ્લોગ્સ વાચવા હોય તો સ્ટેક ઓવર ફલો ના સ્થાપકો જોએલ સ્પોત્સકી નો જોએલ ઓન સોફ્ટવેર અને જેફ એટવુડ નો કોડીંગ હોરર બ્લોગ વાચી લેવા.

Advertisements
Leave a comment

3 Comments

  1. eagerly looking forward to read more under this section….

    Reply
  2. Spanking Post…! 🙂
    Totally Gyanable! 😛 😀

    Reply
  1. Geek Gyan 2 – જરા હટકે ઓન ધ મૂવ્સ | Mount Meghdoot

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: