બાપ સે અચ્છા બેટા ને વડ સે અચ્છા ટેટા

આ શું માંડ્યું છે તે? ઓ ભાઈ સાચી કહેવત “બાપ એવા બેટા અને વડ એવા ટેટા છે” આવી શું રીમીક્સ ભાષા માં રીમીક્સ કહેવતો લઇ ને આવ્યો છો?

એક્ચ્યુઅલી આ પોસ્ટ જ રીમીક્સ ને લગતી છે. અહિયાં મને ઓરીજીનલ સોન્ગ્સ જેવા જ કે એનાથીય સારા લાગેલા રીમીક્સ, રી ક્રીએટેડ ગીતો ની વાત કરવી છે. બહુ ફ્રેન્કલી કહું તો પંચમ દા અને બપ્પી દા ના જમાના ના સોન્ગ્સ માં એકાદબે ફંકી બીટ ઉમેરી દઈ ને જે રીમીક્સ થાય છે એના લીધે લોકો રીમીક્સ ને સાંભળ્યા અને જોયા વગર વખોડી દે છે. પણ જે રીતે કેટલાક રીમીક્સ કે રીક્રીએશન થઇ રહ્યા છે એ ખરેખર કાબિલે તારીફ છે… વધારે વાતો કર્યા વગર ચાલો કેટલાક મને ગમેલા રીમીક્સ ગીતો ની ચર્ચા થઇ જાય.

૧. તેરા મેરા પ્યાર (ઓરીજીનલ – વો તેરે પ્યાર કા ગમ [માય લવ(‘૭૦)-મુકેશ] નવું- નીરજ શ્રીધર અને ફાલ્ગુની પાઠક[હવા મેં ઉડતી જાયે]):

એક તરફ ઓરીજીનલ શશી કપૂર પર ફિલ્માવાયેલું સેડ સોંગ, અને બીજી તરફ બોમ્બે વાઈકીન્ગ્સ નું નીરજ શ્રીધર અને ફાલ્ગુની પાઠક ના અવાજ માં ગવાયેલું રોમાન્ટિક સોંગ. બંને એક જ ટયુન પર, અને…… માન ગયે ઉસ્તાદ. નવું તેરા મેરા પ્યાર જયારે પહેલી વાર સાંભળ્યું ત્યારથી દિલોદિમાગ પર હાવી થઇ ગયું છે, થેન્ક્સ ટુ શ્રુતિ, જેણે એક રીક્વેસ્ટ પર આ સોંગ મેઈલ કરી ને દિલ જંગલ જંગલ કરી નાખ્યું(ગાર્ડન ગાર્ડન હજારો વાર-એટલે જંગલ હેહેહેહે). અને ખાસ તો ગાઈડ ના આજ ફિર જીને કી તમન્ના ની જેમ અંતરા થી શરુ થયું હોવાને લીધે રીમેડ-રીક્રીએટેડ સોંગ ચાર ચાસણી ચડે છે…… માશાલ્લાહ.[નોટ- આમ તો બોમ્બે વાઈકીન્ગ્સ ના મેઈન ધંધા માં જ જુના સોન્ગ્સ નું રીક્રીએશન છે, પણ આ જ નામનું કુમાર શાનું ના અવાજ માં એક સોંગ છે- એ પણ જોરદાર છે.]
૨. પેપર પ્લેન્સ -DFA રીમીક્સ -(ઓરીજીનલ અને નવું બંને MIAઅને એ આર રહમાન – સ્લમડોગ મીલીયોનર):

આમ તો મને એકજ આલ્બમ માં માત્ર ગીત ની સંખ્યા વધારવા અને કેટલાક ડીજે લોકો ને લાઈમ લાઈટ આપવા ઘુસાડેલા રીમીક્સ ગીતો પર સખ્ખત અણગમો છે. પણ જ્યાં એ આર રેહમાન નું નામ આવે ત્યાં અણગમા બાજુ માં મુકવાના નિયમે મને -અને પસંદ આવે તો ઇવેન્ચ્યુઅલિ તમને પણ- બહુ મોટો ફાયદો કરાવી દીધો છે. ત્રણ વર્ષ પહેલા અમદાવાદ ની રૂમે સ્પીકર પર લાઉડલી ચડાવેલું પેપર પ્લેન્સ મને બહુ ગમી ગયેલું, અને પછી તરત જ સાંભળેલું DFA રીમીક્સ. શરૂઆત માંજ આવી જતી ગીટાર ટયુન રીમીક્સ ને એક નવોજ રેટ્રો ટચ આપે છે. વચ્ચે નું રીમીક્સ ઠીકઠાક છે. પણ છેલ્લે ની ગીટાર ટયુન એકદમ જોરદાર છે. એક રીપીટેશન થી જ કેટલી સરસ ઈફેક્ટ ઉભી થઇ શકે એ અહી જોવા મળે છે.
૩. બડે અચ્છે લગતે હૈ (ઓરીજીનલ – કિશોર દા[બાલિકા બધું] નવું – શ્રેયા ઘોષાલ [એકતા કપૂર ની આ જ નામની સીરીયલ માટે]):

જો કિશોર દા નું જુનું સોંગ મેલ પર્સપેક્ટીવ છે તો શ્રેયા ઘોષાલ નું નવું સોંગ ફીમેલ પર્સપેક્ટીવ છે.ધન્ય હજો સીરીયલો જોતી એ સન્નારીઓનું જેના લીધે નવું ગીત અને નવા ગીત ના લીધે એટલું જ મસ્ત એવું જુનું ગીત સંભાળવા મળ્યું…
૪. હવા હવા – (ઓરીજીનલ – હસન જહાંગીર [પોપ સોંગ] નવું – નીરજ શ્રીધર, અમિતાભ નારાયણ[૪૦૮૪]):

4084 nu hava hava sambhalyu chhe?

na…..

અને પછી આવી એક લિન્ક, યુટ્યુબ નો વિડીયો. ઉત્તરાયણ ના પહેલા ના દિવસો ચાલી રહ્યા હતા અને હું સવારે જે પ્લેલીસ્ટ બનાવતો હતો  એ બપોરે ચાર વાગે ય મગજ માંથી હટતું ન હતું. એમાં આ સોંગ…….

ala aa song to ek late 80s na juna song nu remake chhe ne? kayu song?

ha pan e song yad nathi.

અને પછી શરુ થઇ કસરત, રાતે ઘરે જઈ ને એક તરફ ૪૦૮૪ ડાઉનલોડ કર્યું અને બીજી તરફ ઓરીજીનલ ગીત શોધવાની કસરત. મુજ ગરીબ ને એટલીય ખબર ન હતી કે કાખ માં છોકરું હતું ને ગામ માં શોધખોળ હાલતી હતી. છેલ્લે રાતે થાકી હારી ને આલ્બમ ખોલ્યું ત્યારે ખબર પડી કે પ્રોડ્યુસર મહાશયે ઓરીજીનલ અને રીમેડ સોંગ બંને આલ્બમ માં મુક્યા છે. બંને સોંગ એકદમ જોરદાર. એક તરફ હસન જહાંગીરે એકલા હાથે આ સોંગ ને ભારત અને પાકિસ્તાન ની જાનો-બારાતો માં ફેવરીટ બનાવ્યું હતું(સોર્સ- યુટ્યુબ કમેન્ટ) તો બીજી તરફ રીમેક બાદશાહ નીરજ શ્રીધર અને સાથે અમિતાભ નારાયણ. બંને ગીત સરખા જોરદાર.
૫. બિછુઆ – (ઓરીજીનલ – લતા મંગેશકર[મધુમતી] નવું-સુનિધિ ચૌહાણ[એમ ટીવી કોક સ્ટુડીઓ]):

એમટીવી કોક સ્ટુડીયો નું ગીત સાંભળ્યું હોય અને એ ન ગમ્યું હોય એવું તો ભાગ્યે જ બન્યું છે. અને એમાંય જયારે સીઝન ની શરૂઆત આવા ધાંસુ ગીત થી કરો એટલે પછી પૂછવું જ શું? લતાજી અને મન્નાડે ના અવાજ માં ઓરીજીનલ ગીત એ સમય ની ફીલ આપે છે તો નવું ગીત એનું જબરદસ્ત રીક્રીએશન છે. અહિયા સુનિધિ ચૌહાણ, અને મૌસમ(ભાઈ) ગોગોઈ એ લીટરલી ટેસડા કરાવ્યા છે. (ટીપ: બંને બેક ટુ બેક સંભાળવા હોય તો જુનું પહેલા અને નવું પછી સાંભળવું)
૬. ટ્વિસ્ટ – (ઓરીજીનલ – તન ડોલે મેરા મન ડોલે [નાગિન-હેમંત કુમાર] નવું-ટ્વિસ્ટ [લવ આજકલ-પ્રીતમ]):

જયારે લવ આજકલ નો પ્રચાર પ્રસાર ચાલતો હતો ત્યારે બીગ એફ એમ પર પ્રીતમ ને (બધી રીતે) પહેલી વાર એવી કબુલાત કરતા સંભાળ્યો કે એનું ગીત કોઈ નું રીક્રીએશન છે. અને જયારે પ્રીતમે ટ્વિસ્ટ માટે હેમંતદા ના તન ડોલે મેરા મન ડોલે નું નામ લીધું ત્યારે ૪૨૦ volts ના વાયર અંદર શોર્ટ સરકેશ્વર(મુન્ના ભાઈ નો સર્કિટ) થઇ ગયા. ક્યાં તન ડોલે અને ક્યાં ટ્વિસ્ટ?? પણ પછી બંને સોંગ એક પછી એક સંભાળ્યા અને …….. બેંગ બેંગ બેંગ .

૭. Dj અકીલે રીમીક્સ કરેલું ‘હમ બેવફા હરગીઝ ન થે’ અને જુનું ‘શાલીમાર’નું કિશોરદાના અવાજમાં એજ ગીત. 

આમાં છે એવું કે શાન્તનું મુખર્જી[એટલે કે આપડો શાન 🙂 ] આ સિવાય પણ Dj અકીલે કરેલું ‘દિલ ક્યા કરે,કબ કિસીસે’ નું રીમીક્સ ગાઈ ચુક્યો છે અને માશાલ્લાહ, ટેસડો પડી જાય એવી મજા આવે છે. લોંગ ડ્રાઈવ પર નીકળો અને આ ગીત ચાલતું હોય, રસ્તો સાવ ખાલી હોય અને એમાંય સિંગલ પટ્ટી હોય અને હાથમાં બીયરની બોટલ/કેન હોય તો દોસ્ત, Lous Deo and B cool 😉

૮.સત્તે પે સત્તા નું પ્યાર હમે કિસ મોડ પે લે આયા ગીતનું તાજેતરમાં રીલીઝ થયેલું ઢાંસુ રીમીક્સ.

ધબક ધબક કરતાંકને બીટ્સ હાર્ટબીટને હલબલાવતા જાય છે. 😉

સેમીકોલોન:
આ તો રીમીક્સ અને રીક્રીએશન ની વાત થઇ.. પણ એ સિવાય પણ બે સોંગ ની વાત કરવાની થાય છે.
૧. મેરે જીવન સાથી- એક દુજે કે લિયે
અને
૨. હમ હૈ રાહી પ્યાર કે, ફિર મિલેંગે ચલતે ચલતે – રબ ને બનાદી જોડી

આ બંને ગીતો માં કોમન શું છે એ તમારે કમેન્ટ માં લખવાનું છે..

Advertisements
Leave a comment

9 Comments

 1. Paras Detroja

   /  March 12, 2012

  Bapu aa ma Leslie Lewis nu “bhigi bhigi rato main” ne include karvu rahyu !! [personal favor]:P,
  Baki to badha upar janavel songs na remix la-jawab che.

  Hawa Hawa nu Shankar Mahadevan valu version [from album : Dance Masti] saras che.

  Reply
 2. GREAT…GREAT…SOME SONGS & THEIR REMIX NEVER FORGET…! 😉
  સેમીકોલોન નો જવાબ songs સાંભળી ને… ! 😛 😉

  Reply
 3. A great Tune Remade : જેમ્સ બોન્ડ ની થીમ ને એકોસ્ટિક ગીટાર માં વગાડી હોય તો કેવી રહે?? ૧૨ વર્ષ ના એક આઝરબેઇજાન ના સંગીતકારે કરેલો જાદુ જોવાની ઈચ્છા હોય તો અમારા ગૂગલ પ્લસ અને ફેસબુક ના પેજ પર વિડીયો શેર કરીએ છીએ જોઈ લેજો. 🙂

  Reply
 4. haji ek song umeravu chhe……………balika vadhu serial nu tital song…….enu original ustad nushratsaheb na avajma pan etlu j saras chhe……..but aa serial valu vadhu fav chhe…….

  Reply
 5. @prasham
  સેમીકોલોન નો જવાબ મારાથી અપાય ?

  કેમ ના અપાય?
  😉

  બંને સોન્ગ્સ માં બોલીવુડ ના મસ્ત મુવીસ ના નામ છે- કાઈન્ડ ઓફ ત્રીબ્યુત તો બોલીવુડ!

  Reply
 6. Jani Divya

   /  August 2, 2012

  How about Disco 82 the one by lataji and the new one by Dj aqueel !!

  i like both equally 😉

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: