• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  March 2012
  M T W T F S S
  « Feb   Apr »
   1234
  567891011
  12131415161718
  19202122232425
  262728293031  
 • People till date enjoyed our raindrops

  • 35,840 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None
 • Advertisements

ગુરુ- One colossal kick to the life…

એક સાવ સાચી બનેલી ઘટના- લગભગ ત્રણેક વર્ષ પહેલાની.

એક છોકરો. નવું નવું ઓરકુટ શીખેલો. નવી નવી કોમ્યુનીટીઓ જોઈન કરી અને એક પછી એક ફોરમ્સ વાંચતો જતો. બહુ બધા મોટા માથાને વાંચ્યા,લડતા-ઝગડતા જોયા. ત્યાં એક ફોરમ હાથ લાગ્યું-બ્લોગરોલ. થયું કે આ માળું શું છે? ખોલ્યું અને ત્યાં રહેલી એક લીંક પર ક્લીકતા એક બ્લોગ ખુલ્યો. લેઆઉટ તો જાણે સરસ હતો પણ આખું કન્ટેન્ટ અંગ્રેજીમાં. ધીરજ રાખીને વાંચવાનું શરુ કર્યું. છોકરાને થયું-અલ્યા આ કઈ બહુ હાઈફાઈ અંગ્રેજી નથી.પણ,વાંચતા વાંચતા અંદર કૈક થાય છે ખરું. શું એ નહોતી સમજણ પડતી, પણ એ બ્લોગમાલિકને વાંચવાની કૈક મસ્ત મઝા પડતી હતી.  એમને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી. એમણે એ સ્વીકારી અને પછી શરુ થયો વાતોનો દોર.

ઘણું ઘણું નવું જાણવા મળ્યું. સાલું સ્ત્રી નામનું પ્રાણી હકીકતમાં કેવું છે અને એ છોકરો શું માનતો એ બેય વચ્ચેનો ભેદ સમજાવા લાગ્યો, અને એ દરમિયાન એ છોકરાએ ગાંડી-ઘેલી ભાષામાં કાગળ પર શબ્દો કોતરવાના સ્ટાર્ટ કરેલા પણ ગુજરાતી ટાઈપીંગ ન આવડવાને લીધે બાત કુછ બનતી નહિ. તરત એમને પૂછ્યું અને એમણે આપી ગુગલ ઈન્ડીકની લીંક. ટ્રાયલ એન્ડ એરર મેથડથી સ્ટાર્ટ કર્યું અને એક પોસ્ટ વાંચીને એક જબ્બર કીક વાગી મનમાં. ‘બસ બહુ થયું, Let me write now, right now. otherwise મને કૈક થઇ જશે. ‘

અને http://hshabd.wordpress.com/ નો જન્મ થયો. યેસ્સ, ફોર અ ચેન્જ અહિયા મારી વાત. હું પર્સનલ લખવાનો આગ્રહી નથી પરંતુ આજે જયારે કૃષ્ણ સીરીઝ પૂરી થઇ છે ત્યારે એ વ્યક્તિનો  જાહેર આભાર માન્યા વગર આ શબ્દોનું કોઈ મહત્વ નથી. જે વ્યક્તિ એ પોતાના લખાણોથી મને લખવા બાજુ પ્રેર્યો અને પછીથી મારી લાઈફના કૃષ્ણની ‘ભૂમિકા’ ભજવી. 😉 યેસ્સ, હું ભૂમિકા કેયુર શાહની વાત કરું છું. 🙂 ભુમ્સ, જેને હું કાયમ મારા સંકટ સમયની સાંકળ તરીકે ટ્રીટ કરું છું, જેમને ગમે ત્યારે ઉંધા ચત્તા મેસેજ કરીને મેં હેરાન હેરાન કરી મુક્યા છે એ ભુમ્સ મારા (લેખન+લાઈફ)ગુરુ છે. આમતો લાઈફમાં ઘણા ગુરુઓ પાસે અભ્યાસ,વાંચન,બોલતા શીખ્યો; પણ જીવતા શીખવાડનાર ભુમ્સ જ છે. ગુરુની વ્યાખ્યાઓ તોડીને,મારી એકતરફી સોચના આઈસબર્ગને પોતાના કોન્ફીડન્સથી ચૂર ચૂર કરીને મને કાયમ નવું ડાયમેન્શન આપનાર ભુમ્સ પોતે એકદમ લો પ્રોફાઈલ રહેવામાં માને છે. સપનાઓ અને પ્રિયજન વચ્ચેની જયારે પસંદગી કરવાની આવે ત્યારે મારી એ સનાતન મુંઝવણનો ઉકેલ મને એમના વર્તનમાંથી મળ્યો છે,મળતો આવ્યો છે. 🙂 વર્ડપ્રેસથી શરુ કરેલો બ્લોગશોખ આજે http://harshpandya.blogspot.com/ અને ફરી પાછું અહિયા વર્ડપ્રેસ પર આવવાનું ચક્ર, એમ ચાલી રહ્યું છે ત્યારે આ વ્યક્તિની વાત કર્યા વગર જાણે દરેક લખાણ સુકું સુકું લાગે છે.

હું કાયમ મારા મિત્રોને કહેતો આવ્યો છું કે મારું શરીર અને મગજ બેય ઘણા બધાને આભારી છે. મારી ફેમિનિઝમવાળી સોચ, એક સમયે જ સ્ત્રીઓને ગાળ અને પુરુષોને પણ સપોર્ટ આપવાના અને તોય  ફેમિનાઈન વિચારોને વર્તનમાં મુકવાની સ્કીલ, વર્કને કાયમ વળગી રહેવાની ટેવ,લખાણમાં લાઈવ્લીનેસ અને કાતિલ કટાક્ષ…આવી ઝીણી ઝીણી ઘણી બાબતો મને એમની પાસેથી શીખવા મળી છે. પણ સૌથી વધુ શીખવા મળ્યું છે એ ફેક્ટર એટલે “લાઈફ”.  થેન્ક્સ એમને ગમતું નથી અને આટલા શબ્દોથી વખાણીએ એય ગમતું નથી. પણ હા, એટલું જરૂર કહીશ કે ભુમ્સ, આજે અહિયા સુધી પહોચવામાં અને હર્ષ પંડ્યાને આજે આ સ્થાને ઉભા રહેવામાં સતત તમારો સહારો મળ્યો છે. એ વગર કદાચ હું મારી જીન્દગી બહુ વહેલી બરબાદ કરી ચુક્યો હોત. આજે આંખ ભીંજાયેલી છે,સીનો ટટ્ટાર છે ,મસ્તક ઝુકેલું છે અને દિલમાં ફાટ ફાટ થતી લાગણી છે.આવા ગુરુ મળ્યાની,સન્માનની અને જિંદગીને વધુ ચસચસાવીને જીવવાની. સલામ ભુમ્સ… [સોરી હો, બે જ હાથ છે. ;)] 🙂

Advertisements
Leave a comment

4 Comments

 1. હે ભગવાન ,
  ભલું કરજો મારા એસ.આઈ.એલ નું! સદબુદ્ધી આપજો એને!

  તને નાં પાડી હતી ને આ પોસ્ટ કરવાની!

  સફળતા મેળવવા , સફળ ગુરુ ની જરૂર છે 🙂 – એ કાયમ હું તને કહેતી રહી પણ તું હજુ નથી સમ્ઝ્યો!

  હું તને શું શીખવાડી શકી કે હજુ શું ચીંધી શકીશ , મને પ્રશ્ન છે , કેમકે મારી લાઈફ કાયમ કોઈ માટે શીખ કે શિખામણ કરતા એક મોટો પ્રશ્નાર્થ વધુ રહી છે!

  શબ્દો નથી વધુ તારી લાગણી ની કદર કરવા, અને થેન્ક્સ તો કહેવાય પણ નહિ!

  તો શું કહું?

  – ભોગ તારા !!!

  Reply
 2. વાહ ભીડુ! તારા થોડા લેયર ઊખડ્યા…!
  😉

  Reply
 3. કોના વખાણ કરું
  જેન લખ્યું છે એના કે જેના વિષે લખ્યું છે એના
  વેલ જેના વિષે લખ્યું છે એ કોઈ તારીફ ના મોહતાજ નથી
  કાફે ની અંદર ખાલી ૩૦ મિનીટ બેસવા આવ્યો હોય અને એમની પોસ્ટ જોવ એટલે ફેસબુક બાજુ માં રહે અને એક કલાક બેસી જાવ
  અને અમારા આ લેખક શ્રી ની વાત કર્યે તો એક વખત ના અમે અચાનકજ ઓરકુટ માં “ટકરાય”ગયેલા બેસ્ટ ફ્રેન્ડ છીએ
  હર્ષ ઉર્ફે hp (મારા ફોન માં અજ નામ થી સેવ છે) ને હેરી પોટર જેવા ખાતરનાક જાદુ કરતા આવડે છે અફકોર્સ શબ્દ ના
  દોસ્ત તું એમજ લખતો રેહ્જે

  અને હા ભૂમિકા મેમ એ ખબર નહિ કેટલા ને પ્રેરણા આપી હશે લખવા માટે એમાં નો હું પણ છુ

  Reply
 4. krishna

   /  April 10, 2012

  Bhums…. ahha… shu naam chhe… 😛 😉 sorry bhums… 😉 btw HP…. aabhar ghanoj sundar rite manyo gamyu 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: