• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 901 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  February 2012
  M T W T F S S
   12345
  6789101112
  13141516171819
  20212223242526
  272829  
 • People till date enjoyed our raindrops

  • 45,037 times
 • Live Traffic

 • Tweetdrops

  • You don't need to be liked by Everyone, Not everyone have a good taste!!! 1 year ago
  • facebook.com/story.php?stor… 2 years ago
  • If you're happy, you don't need any philosophy - and if you're unhappy, no philosophy in the world can make you Happy..!!! 2 years ago
  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 3 years ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 3 years ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

  • None

Q & A with our beloved Yuva God Krushn 5

Image Courtsey:Vishal Jethva

સ્થળ: મથુરાનો રાજમહેલ.

સમય: સાંજ પત્યા પછી તરત જામવા માંડેલી રાત

ઉદ્ધવ: “ભાઈ કૃષ્ણ, કેમ આમ બારી બહાર જોઈ રહ્યા છો?અંધારામાં શું જોવાની કોશિશ કરો છો?”

કૃષ્ણ: “ઉદ્ધવ, અંધારામાં માણસ ત્યારે જ જુએ જયારે એ પોતાની યાદોને જોવા માંગતો હોય.”

ઉદ્ધવ:”એટલે? એકતો તમારી આ વાણી, બધું ગુઢ લાગે.કઈ ન સમજાય. વૃંદાવન યાદ આવે છે?”

કૃષ્ણ:”યાદ તો એ આવે જે ક્યારેક ભૂલાઈ ગયું હોય. વૃંદાવન ક્યાં મારાથી અલગ થઇ શક્યું છે? ક્યારેક એમ થાય છે કે આ બધું મુકીને મૈયા પાસે જતો રહું. આ ભાર સહન નથી થતો. કર્તવ્યો, ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ આ બધું બહુ વજનદાર છે ઉદ્ધવ. અને એ બધું લેતા લેતા સ્વજનોની અપેક્ષાઓ પર પાર ઉતરવું, તું કૃષ્ણની ચિક્કાર પ્રસિદ્ધિ અને પ્રભાવ જુએ છે; પરંતુ કૃષ્ણનું એકાકીપણું નથી જોઈ શકતો.”

ઉદ્ધવ: “સાક્ષાત પરમેશ્વરને એકલું લાગે?”

કૃષ્ણ: “દેહ ધારણ કર્યો હોય ત્યારે દેહની મર્યાદા, દેહમાં રહેલા મનની મુંઝવણ પણ સહન કરવી પડે.”

દ્રૌપદી (પ્રવેશતા પ્રવેશતા): “એતો મનના ભાગ કરીને જે જીવતા હોય એને ખબર પડે કૃષ્ણ.”

કૃષ્ણ અને ઉદ્ધવ ચમકીને એ બાજુ (પ્રશ્નસુચક રીતે)જુએ છે.

દ્રૌપદી: “કૃષ્ણ, તમને મારે સમજાવવું પડે કે મનના ભાગ કરીને, દેહને વહેંચીને કઈ રીતે જીવાય?”

કૃષ્ણ[એજ પુરાની ટ્રેડમાર્ક સ્માઈલ સાથે]: “કૃષ્ણા, તું વિદ્રોહી છો, બુદ્ધિમાન છો એટલે પ્રશ્નો કરી શકે છે.”

દ્રૌપદી: “હું પ્રશ્નો પુછું છું એ ખૂંચે છે કે પ્રસ્થાપિત સિસ્ટમથી અલગ જાઉં છું એટલે લોકો સહન નથી કરી શકતા?”

કૃષ્ણ: “સિસ્ટમ જેવું કઈ છે જ નહિ દ્રૌપદી, હું મૂલ્યો કરતા માણસ પર વધુ ધ્યાન રાખવાનું કહું છું. મૂલ્યો બનાવનાર માનવ જ છે એટલે મૂલ્યોને અતિક્રમી ન શકાય એમ જ જડસુની જેમ મૂલ્યોને ઠોક બજાકે અમલમાં પણ ન મુકાય એવું માનું.”

દ્રૌપદી : “પ્રેમમાં કઈ સિસ્ટમ છે?”

[સત્યભામા બાજુના રૂમમાંથી ટહુકે છે.]

સત્યભામા: “પ્રેમ એટલે તમારું સર્વસ્વ સામેની વ્યક્તિ માટે આપીને પણ ખુશ થવું. એમને ગાંડોઘેલો પ્રેમ કરી શકો તો ઉત્તમ.”

કૃષ્ણ: “સાચી વાત છે સત્યા, સાથે રહેવાથી પણ પ્રેમ રહે છે.જરૂરી નથી કે એ શારીરિક આર્થિક રીતે બંધાય. જરૂરી છે એનું હોવાપણું.એનું અસ્તિત્વ.”

રાધા[નાસ્તાની ડીશ સાથે પ્રવેશીને]: “અને વિરહનું પણ પ્રેમ જેવું જ છે ને કાના?”

કૃષ્ણ: “વિરહ?તારાથી વધુ એને કોણ પામી શક્યું છે રાધે? તને ખબર નથી, આ દુનિયાભરના પ્રેમીઓ ક્યારેક ને ક્યારેક બહુ વેઇટિંગ કરે છે અને ત્યારે ત્યારે તને યાદ કરીને હિંમત મેળવે છે.”

રાધા: “મને તો એવું બધુ ખબર નથી પડતી. પ્રેમ, સમર્પણ એવું એવું. મને બસ એટલી ખબર પડે કે તે મને બહુ હેરાન કરી છે. કહ્યા વગર જતો રહ્યો મથુરા અને પાછું આવવાનું નામ ન લીધું. ઇવન રજા પણ ન માંગી અને હાલી નીકળ્યો. 😦 ”

કૃષ્ણ: “રાધે, એક માત્ર તું જ મને સમજી શકે છે એટલે તને મેં કશું જ ન કહ્યું અને કર્તવ્યો બજાવવા ચાલ્યો ગયો. મને ખબર હતી કે એટલીસ્ટ રાધા તો મને જાણે જ છે. આપણા તન અલગ જગ્યાઓએ હોય એથી શું મન જુદા થોડા થાય છે?”

રાધા: “તમારે મથુરાવાળાને દસ-વીસ મન હોતા હશે. અમારે તો એક મન હતું કાના તારી સાથે, જે તારા જતા જતું રહ્યું. ”

રુકમણી: “હું પણ પ્રભુથી નારાજ છું. મને ભરપુર પ્રેમ કરીને જીવનસંગીની તો બનાવી પણ અંતરનું અંધારું કોઈ દિવસ ન શેર કર્યું. કેમ પ્રભુ મને આવી અળગી રાખી? શું હું એને લાયક નથી? 😦  ”

કૃષ્ણ: “રુકમણી, જેમ હું દરેકને એમના મનના માનેલા સ્વરૂપે દેખાઉં છું એમ જ હું આપણો સંબંધ પ્રેમથી પર જોઉં છું. મારી વિદ્વતા,ધર્મદ્રષ્ટિ મને તમારા વર્તન અને સહવાસથી પ્રાપ્ત થયા છે. લાયકાત સબ્જેક્ટિવ છે.એમાં ફીલિંગ્સ ન ઘોળો તો જ એની ડીગ્નીટી જળવાઈ રહે. વિવાદમાં તો તમેય આ કૃષ્ણા કરતા ઉતરો એમ નથી. 😉 ”

દ્રૌપદી: ” મને તો એજ નથી સમજાતું કે સ્ત્રીઓ આવું બધું સહન કેમ કરે છે? સખા, સંબંધો સાચવવા એ ખાંડાની ધારે ચાલવા જેવું છે. એક વખત નિભાવી તો જુઓ પાંચેય રાણીઓ તરફ સરખી વફાદારી…સ્ત્રીને એની ફાવટ એટલે છે કેમકે એને જિંદગીમાં એને ઘણા રોલ એકસાથે નિભાવવાના હોય છે. પત્ની રસોઈ બનાવતી બનાવતી બાળકને હિચકાવી શકે છે. પુરુષોના ભાગે એવું કામ નથી આવતું મોટે ભાગે. ”

કૃષ્ણ: “જ્ઞાન ભક્તિ વગર પરિપૂર્ણ ન થઇ શકે અને એને ભક્તિ વગર પચાવી પણ ન શકાય. જ્ઞાનમાં જયારે ભક્તિ નથી ભળતી ત્યારે એમાં વિદ્રોહરૂપી અહંકાર ભળે છે જે પરમેશ્વર સુધી પહોંચવામાં આડો આવે છે. અને એટલે જ કૃષ્ણા, જ્યાં સુધી તમે તમારું સર્વસ્વ ઈશ્વરને અર્પણ ન કરો ત્યાં સુધી તમે અંદર ને અંદર મુંઝાતા રહો,બળતા રહો; પણ શાંતિ ત્યારે જ મળે જયારે તમે તમારું જીવન એને અર્પણ કરો.”

ઉદ્ધવ: “ભાઈ, આવું અઘરું અઘરું હુંય શીખેલો છું,પણ એમ સહજ રીતે કેમ કરવું? રાસલીલા અને લીલારાસ વચ્ચેનો ભેદ શું છે?”

કૃષ્ણ : ” વેલ, જિંદગી પરમેશ્વરની આપેલી ગીફ્ટ છે. તમે દુ:ખી રહો છો ત્યારે ભગવાન પણ દુ:ખી થાય છે.એ ક્યાય આમ ઉપર નથી બેઠો. એ આપણી વચ્ચે જ છે. ચુરમાના લાડવામાં ખાંડ ભળેલી છે પણ તમે લાડવાને ખાંડથી અલગ ન કરી શકો. એજ રીતે ભગવાન તમારામાં જ છે. વિશ્વાસ રાખશો તો દેખાશે. મો કો કહા ઢૂંઢે રે બંદે,મેં તો તેરે પાસમેં; ખોજી હર મુરત મિલ જાઉં એક પલ કી તલાશમેં, કેહત કબીર સુનો ભાઈ સાધો, મેં તો હું વિશ્વાસ મેં. ”

રાધા: ” કાના, તે અમને ફરિયાદનો પણ મોકો નથી આપ્યો અને પછી ક્યારેય પાછો જ ન આવ્યો. 😦 ”

કૃષ્ણ: ” હું મૌન શું કામ રહું છું ખબર છે? મારી પાસે શબ્દો જ નથી કેમકે મારી લાગણી ત્યાં હાવી થઇ જાય છે મારા પર. હું નથી બોલી શકતો.[ઉદ્ધવ બાજુ ફરીને આંખનો ખૂણો લૂછતાં  ] હું એટલે જ કહું છુ ને તને ઉદ્ધવ, વૃંદાવન મારામાંથી ક્યારેય ગયું જ નથી. જયારે જયારે હું એકલો મહેસુસ કરું છું ત્યારે મને વૃંદાવન યાદ આવ્યું છે અને એ યાદોથી મને વધુ બળ મળ્યું છે. કેટલી વિચિત્રતા છે ઉદ્ધવ કે જે વૃંદાવન મારી કમજોરી છે એની યાદો મારી તાકાત બને છે!! ”

……..

બસ.

Leave a comment

4 Comments

 1. Ahaaaaaaa.. killer jordaar.. Moj ni mathe DDDDDDD ho……..
  really Harsh bhai vaanchine jalaso padi gayo… super like………

  And my most fav sentences frm this blog are.. :

  કૃષ્ણ: “ઉદ્ધવ, અંધારામાં માણસ ત્યારે જ જુએ જયારે એ પોતાની યાદોને જોવા માંગતો હોય.”

  “એતો મનના ભાગ કરીને જે જીવતા હોય એને ખબર પડે કૃષ્ણ.”

  કૃષ્ણ: “સિસ્ટમ જેવું કઈ છે જ નહિ દ્રૌપદી, હું મૂલ્યો કરતા માણસ પર વધુ ધ્યાન રાખવાનું કહું છું. મૂલ્યો બનાવનાર માનવ જ છે એટલે મૂલ્યોને અતિક્રમી ન શકાય એમ જ જડસુની જેમ મૂલ્યોને ઠોક બજાકે અમલમાં પણ ન મુકાય એવું માનું.”

  સત્યભામા: “પ્રેમ એટલે તમારું સર્વસ્વ સામેની વ્યક્તિ માટે આપીને પણ ખુશ થવું. એમને ગાંડોઘેલો પ્રેમ કરી શકો તો ઉત્તમ.”

  And last line.. solid.. super like…

  .” કેટલી વિચિત્રતા છે ઉદ્ધવ કે જે વૃંદાવન મારી કમજોરી છે એની યાદો મારી તાકાત બને છે!! “

  And also super like to the pic used in blog… wat a pic.. aa pic no use karavo hoy to kone malavanu 6 te kaho..? direct vishalbhai ne ke Admin ne…?

  And again Bravo harshbhai for such an osm post………..

  Reply
 2. સોય ના ટેરવે થી
  એ હર્દય ને સીવે
  લખે એવું કે પાપણ છલકે
  હર્ષ લખે અને કઈ મોળું લખે
  અપ ક્લોસ એન્ડ પર્સનલ વિથ ક્રિષ્ના તારે તો આવી બુક લખવી જોયે
  જાણે ૩૬૦ એન્ગલ થી,સુપર સ્લો મોસન માં કૃષ્ણ નો પ્રેમ,વિરહ અને વેદના જોતા હોય અમ લાગે
  શબ્દે શબ્દે હોઠ પર મલ્કારો અને પલક માં મોતી નો જબકારો
  વાહ દોસ્ત આ ના થી વધારે કૈક કેવાની અમારા માં કેપેટીટી નથી

  Reply
 3. * <= આ શું છે?
  ફૂદડી,સ્ટાર? પહેલી નજરે આમ લાગે.
  હજુ થોડું વિચારો કે એ શું છે?
  ….
  ….
  મને એ યુનિવર્સ દેખાય છે! શોક્ડ?!
  પણ હું એટલી ઊંચાઈથી જોવ છુ કે મને આખું યુનિવર્સ એક ફૂદડી દેખાય છે! 😉
  આ વાત અહિયાં શું કામ મૂકી???
  કેમ કે પર્સ્નલી આઈ ફિલ માઉન્ટ મેઘદૂતની બધી પોસ્ટ આ ઊંચાઈથી લખેલી લાગે છે!
  ના કોઈ પ્રશંષા પણ હાર્ટની ફિલિંગ્સ છે.

  Reply
 1. કૃષ્ણોત્સવ | RangrezZ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: