જાને કિતની ઉડાન બાકી હૈ, અભી ઇસ પરીન્દેમે જાન બાકી હૈ…

edited from cover of clint eastwood movie 'Flags of Our Fathers'

આ 63 મો પ્રજાસત્તાક દિન. ભારત એ એનું બંધારણ આ જ તારીખે અપનાવેલું. પ્રસંગ ગૌરવનો છે, આખા જગત સામે ટટ્ટાર છાતી કરીને ઊંડા શ્વાસો ભરતા ભરતા ત્રાડ નાખવાનો જઝ્બો છે અને સૌથી વધુ તો અભિમાનનો, જેનો બેઝ ‘કોઈને ન નડવા’વાળી સંસ્કૃતિના ફરજંદ બન્યાનો છે. આ પ્રસંગે કોઈ કકળાટ ન કરવો એવું પ્રણ લઈને બેઠા છીએ હવેથી.દેશની કોઈ સમસ્યા,કોઈ કૌભાંડ,કોઈ ભવાડા,સમાજના દંભીપણા અને નફફટાઈ, નિંભર લુચ્ચાઈ..એ બધા વિષે ક્યારેય ન બોલવું.કમસેકમ આ દિવસે તો નહિ જ. પણ દરેક રાષ્ટ્રીય તહેવારો [પંદરમી ઓગસ્ટ,છવીસ જાન્યુઆરી વગેરે..]માં અમુક વાતો કેમેરાની ફ્લેશની જેમ ચમકીને જતી રહે છે. અમુક યાદો આ દિવસોમાં કેસુડો પાણીમાં ભળે એમ મગજમાં ઘૂંટાતી રહે છે. થોડા સેમ્પલ:

> ‘આપણા દેશની તકલીફ શું છે ખબર? બધાને બધું, બધે જોઈએ છે.’

> ‘આ દેશમાં ભ્રષ્ટાચાર સામે નવગુજરાત આંદોલન નહિ, નવનિર્માણ આંદોલન જ કરવું જોઈએ. સ્ટ્રેટેજી મુજબ.’

> ‘આંધળુકિયા કરીએ તો ઠેબા ખવાય. દેશમાં નીતિઓના મામલે આવું જ છે.’

> ‘ગાંધીજી એમની જગ્યા એ બરોબર શું કામ હતા ખબર છે?એમને ખબર હતી કે આ દેશ માટીપગા માણસોનો છે. હિંસા આ દેશની પ્રજાના ખૂનમાં જ નથી તો કેમનું હવાડામાં આવત?’

મિત્રો,આ સેમ્પલ યાદો આજીવન સ્વાતંત્ર્ય સેનાની રહેલા મારા દાદા સ્વ.રસિકલાલ વાસુદેવ પંડ્યા ની છે. કાયમ હું મારા મિત્રો જયારે એવું કહે કે ‘નાખને કાગળિયું રસ્તા પર?ક્લીન જ છે દેશ…’ ત્યારે ‘ગુલાલ’ ફિલ્મનો આ ડાયલોગ કહું છું- ‘તું મુજે મેરી ક્રાંતિ સિખાયેગા?’ વાત છે એમની સઘર્ષગાથાની,જે ક્યારેય આ પહેલા દસ્તાવેજ થઇ નથી. પણ,આ પ્લેટફોર્મ જાહેર છે એનો પુરો એહસાસ છે અને એટલે જ આ એમની પ્રશસ્તી ન બની જાય એનો પુરોપુરો ખ્યાલ રખાઈ રહ્યો છે.  ઉપર લખ્યા એ થોટ્સ એમણે આજીવન મારા કાનમાં રેડેલા છે. મારો સમસ્ત વાંચન વારસો,પોલીટીક્સ તરફ ખેંચાણ..એ બધું એમના ખુનને આભારી છે. અને એટલે જ આ પર્વો બીજા કોઈ પણ દેશભક્ત કરતા મને વધુ પોતીકા લાગે છે. દેશભક્તિની ફીલીંગ હજી જન્મી હતી,પણ એને યુવતા મળી VVP Engineering College માં. એના ચેરમેન શ્રી પ્રવીણકાકા પણ મને વધુ પોતીકા લાગે છે કેમકે એમનામાં મને મારા દાદાની જ ઈમેજનું એક્ટેન્શન દેખાયા કરે છે. હાડોહાડ દેશભક્તિ અને નવું નવું જાણવાની,સ્વીકારવાની તલપ. અહીં ભૂતકાળથી ભીના થયેલાની જેમ હું રાગડા તાણવા નથી માંગતો પણ જે અનુભવ્યું છે એ જ કહીશ.

દેશભક્તિ એટલે શું? ‘હું મારા નેશનથી છું અને નેશન મારાથી.’ એવી ફીલીંગ? કે પછી રસ્તે ચાલ્યા જતા હો અને કોઈ ભિખારીનો દયામણો ફેસ જોઈને એને રૂપિયા આપવા કરતા એને ભણાવવાનો વિચાર આવે એ? ખબર નહિ હો ભાઈ.આપણે તો ઘર,ફેમીલી ચલાવીને શાંતિથી રહી શકીએ તોય ઘણું. ખરું ને? આ આખો દેશ ટોળાઓથી ચાલતો દેશ છે એવું અમારા ટીચર નિર્મળાબેન કહેતા. આપણે એકલા કોઈ તહેવાર ઉજવી જ નથી શકતા. ટીમ ઇન્ડિયા જીતે તોય ગામ ગાંડું કરીએ, ઉત્તરાયણમાં કાન ફાડી નાખે એવા સ્પીકર્સ મુકીએ, ઈદમાં રોજુ છૂટે એટલે હોટેલ્સ છલકાવી દઈએ…બધું આપણે ટોળામાં જ ફાવે છે. કોઈદી બે જણાની હાથોહાથની મારામારી પાંચ મીનીટથી વધુ નહિ ટકે કેમકે તરત પબ્લિક આવી જાય છે અને અંદરોઅંદર લડવા માંડે છે. શું માંન્હ્યોમાંહ્ય લડવાની આ નીતિ અત્યારની છે? દુર્યોધન, કૈકેયી,અમીચંદ..આપણો તો ઈતિહાસ જ ઘરના ભેદીઓથી ભર્યો પડ્યો છે. દાદાજી કહેતા કે ઇન્દીરા ગાંધી ભલે ગમે તેવી હોય,પરંતુ પબ્લિક ઈમેજ ટકાવવી હોય તો એક નીતિ જોઈએ ને ખરેખર કામ કરવું હોય તો બીજી. રાજકારણમાં તક મળવી એ પણ નસીબની વાત છે કેમકે એ તકનું તમે શું કરો છો એ વધુ અગત્યનું છે.

જયપ્રકાશ નારાયણ સાથે છ મહિના જેલમાં ગાળ્યા પછીના અનુભવો દાદાએ બહુ શેર નથી કર્યા કેમકે એ પછી એમની રઝળપાટ ગુજરાતના ગામેગામ રહી હતી.પરંતુ, એમની સાથે ગાળેલા મારા લર્નિંગ વર્ષો જબરજસ્ત હતા.એમનું ડોક્યુમેન્ટેશન ઓફ આર્કાઈવ્સ આજેય મને કામ લાગે છે. પુસ્તકોની સાચવણી, ગમતું વાંચેલું બીજાનેય વંચાવવાનો ઉમળકો આજે પણ ત્રીજી પેઢી એ બરકરાર છે. સરદાર પટેલ ભાવનગર આવેલા ત્યારે પણ નોકરીને લાત મારીને એમની સભા એટેન્ડ કરી હતી. વ્યક્તિ પોતાના ઘર પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે એવું જાણ્યા પછી ભાવનગર આખામાં એ ચુકાદાના બીજા દિવસે ઘરની અગાસી પર ફરકાવનાર એ પહેલા હતા. વીર સાવરકર વિષે નિબંધ લખીને મેં જયારે દાદાને આપેલો એ પૂછવા કે કેવો છે,ત્યારે મને એમણે કહેલું કે – નિબંધ જયારે કોઈ સ્વાતંત્ર્ય સૈનિક પર લખો,ત્યારે પહેલા આપણામાં દેશ માટે સન્માન હોવું જોઈએ,નહિતર નિબંધમાં ઓનેસ્ટી જ નહિ મળે.

પણ વેઈટ, આ બધું હું અહિયા શું કામ લખું છું? રોફ મારવા?છ્ટ, દાદાએ એના પોત્રને દેશ માટે કૈક કરવા અને નવું નવું શીખવાનો જે વારસો આપ્યો છે એ જ બતાવવા,કે આ વાંચીને કોઈના મનમાં દેશપ્રેમ જાગશે તો એમના અને એમના જેવા સેંકડો નામી-અનામી લોકોએ લોહી પાણી જીવ આપીને મેળવેલા  આ રમણીય અને તારતાર થતા દેશને બચાવવા જંગે ચડે… 😦 આમેન.

પાપીની કાગવાણી:

कोई देश परफेक्ट नहीं होता, उसे बेहतर बनाना पड़ता है!

Do i need to mention the name of the source? 😉

Advertisements
Leave a comment

3 Comments

 1. Envy

   /  January 28, 2012

  Nice thoughts on the occassion.

  Reply
 2. જાલિમ !
  ભલે જે ને જે લાગવું હોય લાગે પણ આવું લખતો રે’જે!
  બાકી તો જન-ગન-મન!

  Reply
 3. એકદમ મસ્ત !
  માત્ર ૧૫ મિ ઓગસ્ટ કે ૨૬ મી જાન્યુઆરી એ જ છલકાતા પ્રેમ અને દેશ દાઝ કરતા એક જાગૃત અને સંવેદનશીલ નાગરિક બની રહી ને કરાતો પ્રેમ વધુ સાર્થક છે!

  દેશ પ્રેમ કદાચ માં-બાપ પ્રત્યેના પ્રેમ જેવો જ હોય છે જે હોય જ, કરવો ના પડે કે એનો શો ઓફ કરવો ના પડે, પણ હા – એની દરકાર લઇ, હુંફ અને સમય આપી , પોતાની ફરજ સુપેરે બજાવી ને પ્રતીતિ અવશ્ય કરાવી શકાય !
  🙂

  હું પણ રેલ વે પ્લેટ ફોર્મ પર અને ટ્રેન માં મિત્રો દ્વારા ફેંકેલા કચરા ને ડસ્ટબીન ણો રસ્તો બતાવી એમને આડકતરી સમઝ રોપવાનું કામ કરતી રહું છું 🙂 – બીજા સમઝે એ માટે લેક્ચર આપવા કરતા આપણે કરી ને જ બતાવવું વધુ અસરકાર છે!

  મઝા આવી! 🙂

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: