Letter to Best Dost, Feeling lost…

સાલા કમીના,
તને કાયમ યાદ દેવડાવવાનું કે તારો એક દોસ્ત છે? એ દોસ્ત જેની જોડે તે ચા ની કીટલીએ અડધી ચા શેર કરતી વખતે એની પણ ચા ગટગટાવી ગયો હતો, એ દોસ્ત જેની શેરવાની પહેરીને તું કોઈકના લગ્નમાં લાઈનો મારવા ગયો હતો, એ દોસ્ત જેની જોડે ફ્રુટ-સલાડના ગ્લાસ પીવાની હરીફાઈમાં તારે એને હાજમોલા ખવડાવવી પડી હતી, એ દોસ્ત જેને તારી જોડે એક પણ વાત,ઘટના,દુર્ઘટના શેર કર્યા વગર ચાલતું નથી, એને જ તું ભૂલી ગયો? એવો તે કેવો જોબમાં પડી ગયો કે એક SMS કે કોલ કરવા જેટલો પણ ટાઈમ નથી? રખડપટ્ટીથી લઈને રીલેશનશીપ સુધી અને મનીથી લઈને મ્યુઝીક સુધી તે કાયમ સપોર્ટ આપ્યો છે એ બધું ભૂલીને તું સાલા આટલો દૂર જતો રહ્યો? 3 Idiots જોઈને તે જ ફોન કરેલો ને કે “યાર આપડું ગ્રેજ્યુએશન આવું જ હતું કા?” તારા માટે છોકરીઓ જોવાનો બાકાયદા હક છે પણ તું જ આઉટ ઓફ કવરેજ રહે તો થઇ રહ્યા તારા મેરેજ. દિલ અને દોસ્ત માટે ટાઈમ દેવા માટે વિચારવાનું ન હોય. ઇવન,તને ખબર છે કઈ કેટલાય સંબંધો જોડવા અને જાળવવા તારી જરૂર છે? આજે દિલની કસક કહી શકાય-શેર કરી શકાય એવી કંપની નથી, મિત્રો તો મળી રહે છે; દરેક જગ્યા એ મળી રહેતા હોય છે…પણ એ ચાર્મ નથી અનુભવાતો.સંબંધો  કૃત્રિમ કૃત્રિમ લાગ્યા કરે છે. હકની ફીલીંગ પ્લાસ્ટીકી પરત જેવી લાગે છે ત્યારે ઝાકળભીના ગુલાબ જેવી દોસ્તી અને દોસ્ત બેય ક્યાંક ખોવાયાની અનુભૂતિ થાય છે યાર.યાદ છે તને છેલ્લે આપણે છુટા પડ્યા ત્યારે લાઈફટાઈમ કોન્ટેક્ટમાં રહીશું એવી વાત કરેલી? આજે એક SMS  શું, સાલી ગાળ પણ સામેથી માગીને ખાવી પડે છે. કોઈ તબીયતથી ગાળો દઈને ધાર્યું કરાવતું નથી. કોઈ ફોન કરીને ‘તારી મુવી ટીકીટ લઇ લીધી છે ને તારા ક્રિટીકવેડા સાંભળવા તને સાથે નથી લઇ જતા સમજ્યો?’ આવું નથી કહેતું. ધાબે પંજાબી ખાતી વખતે જીભે બટકું ભરાય છે ત્યારે તારી યાદ સાથે આંખ ડબડબ થાય છે. જીભડી ચા પીતી વખતે દાઝી જાય ત્યારે પહેલા ગાળ સંભળાતી, હવે નથી સંભળાતી. તહેવારોમાં મળીશું મળીશું ની વાતો થાય છે,મળાતું નથી.અને એની તો ફરિયાદ પણ નથી. ફરિયાદ છે એકલા પડી ગયાની, જીવનસફરમાં ભુલા પડ્યાની, ને કાયમ સાથે રહેતો એ સાથ છૂટી ગયાની…તને પ્લીઝ કહેવાની જરૂર તો છે જ નહિ..પણ તોય સમજ દોસ્ત, આજે તારી જરૂર છે, ઘણી બધી જગ્યા એ. અભી હમે બહુત કુછ કરના બાકી હૈ..એસે તું ચલા જાયેગા તો કૈસે ચલેગા? નહિ હોગા યે સબ તેરે બીના યાર…આ બધું કઈ બધાની સહાનુભૂતિ ઉઘરાવવા નથી લખ્યું.આ એટલા માટે લખ્યું છે કે બધાને ખબર પડે કે ક્યાંક એઓ પોતાના દોસ્તની વેલ્યુ સમજવામાં પાછળ નથી રહી ગયા ને? આઈ મિસ યુ યારા, આઈ નીડ યુ…. 😦
પાપીની કાગવાણી:

जीवन की आपाधापी में कब वक़्त मिला

कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ

जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

जिस दिन मेरी चेतना जगी मैंने देखा

मैं खड़ा हुआ हूँ इस दुनिया के मेले में,

हर एक यहाँ पर एक भुलाने में भूला

हर एक लगा है अपनी अपनी दे-ले में

कुछ देर रहा हक्का-बक्का, भौचक्का-सा,

आ गया कहाँ, क्या करूँ यहाँ, जाऊँ किस जा?

फिर एक तरफ से आया ही तो धक्का-सा

मैंने भी बहना शुरू किया उस रेले में,

क्या बाहर की ठेला-पेली ही कुछ कम थी,

जो भीतर भी भावों का ऊहापोह मचा,

जो किया, उसी को करने की मजबूरी थी,

जो कहा, वही मन के अंदर से उबल चला,

जीवन की आपाधापी में कब वक़्त मिला

कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ

जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

मेला जितना भड़कीला रंग-रंगीला था,

मानस के अन्दर उतनी ही कमज़ोरी थी,

जितना ज़्यादा संचित करने की ख़्वाहिश थी,

उतनी ही छोटी अपने कर की झोरी थी,

जितनी ही बिरमे रहने की थी अभिलाषा,

उतना ही रेले तेज ढकेले जाते थे,

क्रय-विक्रय तो ठण्ढे दिल से हो सकता है,

यह तो भागा-भागी की छीना-छोरी थी;

अब मुझसे पूछा जाता है क्या बतलाऊँ

क्या मान अकिंचन बिखराता पथ पर आया,

वह कौन रतन अनमोल मिला ऐसा मुझको,

जिस पर अपना मन प्राण निछावर कर आया,

यह थी तकदीरी बात मुझे गुण दोष न दो

जिसको समझा था सोना, वह मिट्टी निकली,

जिसको समझा था आँसू, वह मोती निकला।

जीवन की आपाधापी में कब वक़्त मिला

कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ

जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

मैं कितना ही भूलूँ, भटकूँ या भरमाऊँ,

है एक कहीं मंज़िल जो मुझे बुलाती है,

कितने ही मेरे पाँव पड़े ऊँचे-नीचे,

प्रतिपल वह मेरे पास चली ही आती है,

मुझ पर विधि का आभार बहुत-सी बातों का।

पर मैं कृतज्ञ उसका इस पर सबसे ज़्यादा –

नभ ओले बरसाए, धरती शोले उगले,

अनवरत समय की चक्की चलती जाती है,

मैं जहाँ खड़ा था कल उस थल पर आज नहीं,

कल इसी जगह पर पाना मुझको मुश्किल है,

ले मापदंड जिसको परिवर्तित कर देतीं

केवल छूकर ही देश-काल की सीमाएँ

जग दे मुझपर फैसला उसे जैसा भाए

लेकिन मैं तो बेरोक सफ़र में जीवन के

इस एक और पहलू से होकर निकल चला।

जीवन की आपाधापी में कब वक़्त मिला

कुछ देर कहीं पर बैठ कभी यह सोच सकूँ

जो किया, कहा, माना उसमें क्या बुरा भला।

– હરિવંશરાય ‘બચ્ચન’

Advertisements
Leave a comment

1 Comment

 1. તારી ભલી થાય,ચમના!
  હું ય ડીટ્ટો આવું જ ફિલ કરું છું…
  બોલે તો…
  “કહા ગયે વો દિન
  આંખો હે ભરી ભરી તેરે બિન…!” 🙂
  ઉતારી હાર્ટની ફીલીન્ગ્સને હાથ સોસરવી..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: