• Messengers of meghdoot

 • Mount Meghdoot

  Mount Meghdoot

  Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

 • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

  Join 896 other followers

 • The Meghdoot History

 • Meghdoot Calendar

  January 2012
  M T W T F S S
  « Dec   Feb »
   1
  2345678
  9101112131415
  16171819202122
  23242526272829
  3031  
 • People till date enjoyed our raindrops

  • 35,863 times
 • Live Traffic

 • Tweetdrops

  • કહી દો દુશ્મનો ને કે દરિયા ની જેમ પાછો ફરીશ હું મારી ઓંટ જોઈ એ કિનારે ઘર બનાવે છે. We're coming back (probably... fb.me/8WlUlwXjA 7 months ago
  • You are not what has happened to you. You are what you choose to become. #twitter 7 months ago
  • મારી આંખેથી ટપક્યા રે ટપ્પ દઇ, હરિ, ઝીલ્યાં હથેળીએ સટ્ટ દઇ. હરી, હસ્તરેખાએ એવું ઝૂલ્યાં, કે મારાં ફૂટેલાં ભાયગ... fb.me/4dXBzibie 1 year ago
  • fb.me/407czjxKJ 1 year ago
  • fb.me/7NXhywRZ5 1 year ago
 • Add us on Google Plus

 • Mount Meghdoot on Facebook

 • Top Clicks

 • Advertisements

ઓ નાદાન પરિંદે ઘર આજા…

રોકસ્ટારનું આ ગીત ફિલ્મના અંતે આવે છે. ફાઈનલ ફ્રેમમાં બંધાયેલો એક ધાંય ધાંય એહસાસ. રાજ કપૂરનું આ ખુન ખરેખર ઉકળેલું છે. યાદ કરો ‘મેરા નામ જોકર’નો પેલો સીન, ‘કલ ખેલમે હમ હો ન હો’ ગીત. જે રીતે રાજ કપૂર હાથ ફેલાવીને ગીત ગાતા હતા,એજ રીતે રણબીર  હાથમાં ગિટાર સાથે હાથ ફેલાવીને ગાય છે આ સોંગ. આ સીન જોતા જ ચાલુ મુવી એ થીએટરમાં ઉભા થઈને ઈમ્તિયાઝ અલીને સેલ્યુટ મારવાનું મન થાય છે. બની શકે કે એ સીન ખાસ રાજ કપૂરની એ ફુલ ક્રિએટીવ યેટ અનસક્સેસ ફિલ્મને અપાયેલી વિઝ્યુઅલ ટ્રિબ્યુટ હોય. કદાચ કોઈ પણ કલાકાર માટે આવી ક્ષણો જાણે અજાણે આવી જતી હોય છે. આત્મ સાક્ષાત્કાર કહો, સમાધી કહો કે નિજાનંદ કહો; છે બધું એક જ.

સામવેદનું પ્રથમ પેજ કહે છે કે કોઈ પણ આર્ટ, ઈશ્વર સુધી પહોંચવાનું સૌથી સરળ માધ્યમ છે.યેસ્સ, જ્ઞાન,ભક્તિ અને પ્રેમ-આ ત્રણ વસ્તુઓ સિવાય પણ પ્રભુ સુધી પહોંચી શકાય છે. કઈ રીતે? વેલ, તમે એઝ અ કલાકાર જયારે પરફોર્મન્સમાં વધુને વધુ ખૂંપતા જાવ છો ત્યારે તમારી અંદર ‘ભાવ’ યાને કે ફીલ પ્રગટે છે. હા, લાગણી એમાં સ્વતંત્ર રીતે પ્રગટે છે. જનરલી,આપણી લાગણીઓ કોઈને કોઈ વસ્તુ,વિચાર,સોંગ,વ્યક્તિ કે સ્થિતિ પર આધારિત હોય છે. આર્ટમાંથી પ્રગટ થતી લાગણી અજીબ હોય છે. આર્ટ કોઈ પણ હોય,આ મુખ્ય ડીઝાઈન ફરતી નથી. શિલ્પ,ચિત્ર,ફિલ્મ મેકિંગ,રાઈટિંગ…કોઈ પણ આર્ટ લઇ લો. આ વસ્તુ બધે જોવા મળશે. કલાકાર કલામાં જેમ જેમ ખૂંપતો જાય છે એમ એમ એને ‘સ્વ’ની અનુભૂતિ થતી જાય છે. પોતાને ઓળખવાની આ ખોજમાં એની સામે અંદર ધરબાયેલા દર્દ,દુ:ખ,ઘુટન,પીડા,હતાશા,નશો,પ્રેમ,હાસ્ય,ક્રોધ…આ બધા ગુણો એની સામે આકાર લેતા જાય છે અને એના પર અસર કરવાનો પ્રયત્ન કરતા જાય છે.પછી તો એ કલાકાર પર આધારિત છે કે એ ગુણોને પોતાના પર હાવી થવા દેવા કે નહિ. પછીય જો એ વધુ ને વધુ પ્રેક્ટીસ કર્યા કરે તો પછી એને એવો આનંદ મળે છે જેને એ શબ્દોમાં વર્ણન નથી કરતી શકતો.

અગેઇન કમ બેક to મેરા નામ જોકર. ધર્મેન્દ્ર બહુ સુચક રીતે બોલે છે કે ઉસકા કામ હી હૈ હસાના,વો જીયેગા ભી યહી,મરેગા ભી યહી…જેબ્બાત. ડીટ્ટો રોકસ્ટાર. સંગીતની દુનિયામાં એ પ્રેમ ભૂલતો નથી,પરંતુ પરફોર્મન્સમાં અધવચ્ચે એને પોતાનું ફ્લેશબેક યાદ આવતું રહે છે. જિંદગીના સારા પ્રસંગોએ ડાર્ક યાદો અને દુ:ખદ ધુમ્મસોમાં સારી યાદો ખૂંચ્યા કરે છે. ટૂંકમાં, એ ક્યારેય વ્યક્તિને એકલી નથી પડવા દેતી. એજતો હ્યુમન હોવાની સૌથી મોટી નિશાની છે કે તમે ક્યારેય માનસિક રીતે એકલા નથી હોતા,યાદો તો હરદમ જોડે ને જોડે જ હોય છે. હેરી પોટરમાં ડેમેન્ટોર્સનું એ જ તો કામ હોય છે. સારી યાદોને ભૂંસી નાખવાનું. યાદ કરો ગીતના એ શબ્દો- તોડ આસમાનો કો,ફૂંક દે જહાનો કો,ખુદ્સે ના બચ પાયેગા તુ… રોકસ્ટારનો કપૂર કન્ફ્યુઝ્ડ છે કે જે સફળતાને રોજ સપનામાં જોયેલી એ હાથવેંતમાં હોવા છતાંય કેમ એકલાઅટુલા હોવાની લાગણી થયા કરે છે? બીજી બાજુ મેરા નામ જોકરનો કપૂર જિંદગીની કડવી સચ્ચાઈને,એકલતાને પચાવીને ખીલખીલાટ હસે છે. આ બે સીન વચ્ચે એક આખી જનરેશન જતી રહી છે પણ અનુભૂતિ સરખી રહી છે. એકલતાની. બસ એનું બાહરી રૂપ બદલાયું છે.

સ્વ ની ખોજ આજકાલની નથી. સદીઓથી માણસ પોતાને ખોજે છે.પરંતુ સ્વ મળવાને બદલે એને શબ મળે છે કેમકે ખોજ અધૂરી રહી જાય છે. બેટર છે ને કે આર્ટ,ગોડ કે એવા કોઈ વિચારને સમર્પિત થઇ જઈએ?

પાપીની કાગવાણી:

એકલતામાં જિંદગીનો રંગ ટૅકનિકલરમાંથી બ્લૅક ઍન્ડ વ્હાઈટ બનતો નથી, સેપીઆ બની જાય છે, ધૂસર, ધૂમિલ, અતીતની પર્ત ચડેલો, જ્યારે આશીર્વાદ અને અભિશાપ વચ્ચેની ભેદરેખાઓ એકબીજામાં ઓગળી જાય છે. વાણીની બુઝાતા જવાની સ્થિતિ, જે મૌન નથી, વિચારોના બુદબુદા અંદરથી ઊઠતા રહે છે, ચકરાયા કરે છે, ગુમડાતા રહે છે, પણ અવાજ નથી, સંવાદ નથી… ચંદ્રકાંત બક્ષી

Advertisements
Leave a comment

11 Comments

 1. krishna

   /  January 18, 2012

  superb…. after sooo long i feel it… its really good…

  Reply
 2. Envy

   /  January 18, 2012

  awesome interpretation. I love this movie and particulary some songs.

  Reply
 3. ફેસબુક માં ખાલી ટાઇટલ વાચી નેજ મનમાં વિચાર આવતો હતો કે ઇમોશન ના તાંતણે સુગ્રી નો મળો બનાવતો મારો દોસ્ત આજે આમાં સુ કમાલ કરવાનો છે….સાચું કીધું કે એક પેઢી નું અંતર છે પણ મતલબ કૈક એકજ છે
  પણ યાર hp અમ સાવ ટુંકુ ટુંકુ લાખ અમ ના ચાલે
  હજી તો મને અમ થયું કે હું સબ્દો ના રોલર કોસ્ટર માં સફર ચાલુ કરી ત્યાતો છેડો આવી ગયો
  સર્કિટ ની ભાષા માં “ભાઈ એ તો સુરુ હોતે ઈચ્ ખતમ હોગયા”
  પણ હમેશા ની જેમ જેબ્બાત જ હતો

  Reply
 4. લે આમ ના હાલે…! 😛
  ટાઈટલ વાંચીને લપસ્યા પણ સરખા બગડ્યા પણ નહીં…
  “પોતાને ઓળખવાની આ ખોજમાં એની સામે અંદર ધરબાયેલા દર્દ,દુ:ખ,ઘુટન,પીડા,હતાશા,નશો,પ્રેમ,હાસ્ય,ક્રોધ…આ બધા ગુણો એની સામે આકાર લેતા જાય છે અને એના પર અસર કરવાનો પ્રયત્ન કરતા જાય છે.પછી તો એ કલાકાર પર આધારિત છે કે એ ગુણોને પોતાના પર હાવી થવા દેવા કે નહિ.” (આ કાબુ બહાર થાય તો કાબુ કરવા માટે કોઈ સોલ્યુશન?)
  રોકસ્ટારમાં કપુરે ‘કપુર’ ની જેમ સળગતું પરફોમ્ન્સ આપ્યું…
  છેલ્લે બક્ષી ને કારણે કાગવાણી આગવાણી થઈ ગઈ…
  એકદમ ”દમદાર” પોસ્ટ. 😉

  Reply
  • Harsh Pandya

    /  January 19, 2012

   વિશાલ, કાબુ બહાર એકેય વસ્તુ નથી થતી સિવાય કે વક્ત,સંજોગો…ત્યારે એમેય કઈ નથી થઇ શકતું.બસ રીયાઝ ચાલુ રાખવો… 😉

   Reply
   • કાબુ બહાર થાય ત્યારે કરી શકાય એવી વસ્તુ જડી ગઈ…એ છે ”રીયાઝ” !
    થેન્ક્સ! 😉

 5. Harsh Pandya

   /  January 19, 2012

  તમને બધાને એમ લાગ્યું કે જરા ટૂંકી પોસ્ટ છે.હા સહી હૈ.તમે વાંચતા વાંચતા વિચારે ચડો ત્યાં જ પોસ્ટ પૂરી થાય છે. એજ તો મારું કામ છે કે વાંચક વિચારતો થવો જોઈએ…. 😛

  Reply
 6. very nice…

  Reply
 7. શિલ્પ,ચિત્ર,ફિલ્મ મેકિંગ,રાઈટિંગ…કોઈ પણ આર્ટ લઇ લો. આ વસ્તુ બધે જોવા મળશે. કલાકાર કલામાં જેમ જેમ ખૂંપતો જાય છે એમ એમ એને ‘સ્વ’ની અનુભૂતિ થતી જાય છે. saras.ane kyaarek kalaakaar ne old age thataa kalaa nu wine ni jevu vyasan pan thai jaay chhe.. example.. Mr.Kanti Bhatt and Mr.Gunvant Shah

  Reply
 8. sweetyteraiya

   /  May 18, 2012

  “જિંદગીના સારા પ્રસંગોએ ડાર્ક યાદો અને દુ:ખદ ધુમ્મસોમાં સારી યાદો ખૂંચ્યા કરે છે. ટૂંકમાં, એ ક્યારેય વ્યક્તિને એકલી નથી પડવા દેતી. એજતો હ્યુમન હોવાની સૌથી મોટી નિશાની છે કે તમે ક્યારેય માનસિક રીતે એકલા નથી હોતા,યાદો તો હરદમ જોડે ને જોડે જ હોય છે.”
  and
  પાપીની કાગવાણી:
  banne kharekhar sachi vat chhe…vyakti koi divas eklo nathi hoto…good or bad memories are always der with him..whether u want it or not

  સ્વ ની ખોજ karvama vyakti darek vakhate potane j melve ea sachu nathi… may be he will get something best which makes u incredible or may be worst which i dnt knw really..

  so…બેટર છે ને કે આર્ટ,ગોડ કે એવા કોઈ વિચારને સમર્પિત થઇ જઈએ,tamari vat vicharta kari de tevi chhe..
  🙂

  Reply
 9. sweetyteraiya

   /  May 18, 2012

  હૃદયની તકલીફો ઊભી થવા માટે એકલતા હોય છે જવાબદાર !!!
  m not saying this but heart specialist says this…….

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: