Risk v/s Adventure

તદ્દન ગુજરાતી અર્થમાં જોઈએ તો રિસ્ક=જોખમ અને એડવેન્ચર=સાહસ. શબ્દો થોડા સરખા અને અર્થ ભળતા છે.પણ,એના આયામો જુદા છે કેમકે બંને શબ્દો માનવ-મુડ સાથે સંકળાયેલા છે. માણસની ઉત્ક્રાંતિ થઇ ત્યારથી એના દિલોદિમાગ પર બે જાતના Instincts કાબુ કરી રહ્યા છે.પહેલો છે કિલર અને બીજો છે ડેથ.

 

માનવ સ્વભાવ પણ આવો જ છે.જ્યાં સેલ્ફની વાત આવે ત્યાં કિલર બની જાય.બસ,મારી લાગણીઓ/વિચારો/માન્યતાઓ/સર્જન/મૌલિકતા એ બધું જ જાળવવું જોઈએ સામેવાળી વ્યક્તિએ.આ કદાચ અપેક્ષા નામની બેમોઢાળી ચુડેલનું બીજું મોઢું છે.આ કિલર instinct એટલે જ તો કિલર કહેવાય છે.સામેવાળાની ચિંતા હોવા છતાંય માણસ ક્યારેક ને ક્યારેક પોતાના જ વર્તુળમાં ઉભો રહીને બહારનું નિરીક્ષણ કરવા પ્રેરાતો હોય છે. એડવેન્ચર આ વર્તુળની ત્રિજ્યાને ભેદીને મુકાતો પગ છે.પોતાને બચાવવાના પ્રયાસો કરતા કરતા નવું નવું ખોજ્યા કરવું એ એડવેન્ચર છે.અર્જુન રિસ્ક છે,કૃષ્ણ એડવેન્ચર છે.એવરેસ્ટ રિસ્ક છે,તેનસિંગ એડવેન્ચર છે.પૈસાપાત્ર દોસ્ત અને વર્ષો જુના દોસ્ત સાથે થતી ચણભણ એ બે માં જેટલો ફેર છે એટલો જ ફેર રિસ્ક અને એડવેન્ચરમાં છે.વર્ષો જુના દોસ્ત સાથેની મિત્રતા ચુટકી બજા કે ધ્વસ્ત થઇ જાય એમાં રિસ્ક છે કેમકે એમાં એક રીલેશનનું જોખમ છે.અને એજ જુના દોસ્ત સાથે સહેલગાહે ઉપડો અને ગાઢ જંગલમાં પણ અપનાપન લાગે,એ એડવેન્ચર છે.

 

માણસ સ્વ ની ખોજમાં પોતાનામાં ઊંડો ઉતરે એમાં શરૂઆતમાં એડવેન્ચર છે,પછી રિસ્ક છે કેમકે વ્યક્તિત્વની પરતો એક પછી એક ખુલતી જવાની છે.એમાં સારું પણ દેખાય અને નરસું પણ દેખાય.નક્કી નથી હોતું કે સારું-નરસું જોઈને એની પોતા પર શું અસર થાય!એટલે જ એ રિસ્ક છે.બેટમેન એડવેન્ચર છે,જોકર રિસ્ક છે. અને આટલું વાંચ્યા પછી અર્થ વિષે શંકા રહેતી હોય તો ત્યાં રિસ્ક છે,કેમકે એડવેન્ચર કરતા રિસ્ક વધુ રિસ્કી એન્ડ એડવેન્ચરસ છે…

 

પાપીની કાગવાણી:

કોઈને પ્રપોઝ મારો તો એડવેન્ચર,

ને વાત લગ્ન સુધી પહોચે તો રિસ્ક…😛😉

Leave a comment

4 Comments

  1. Narendra

     /  September 23, 2011

    Nice but u can elaborate more.

    Reply
  2. Vin$ Pandya

     /  September 23, 2011

    vary nice..
    n specially the kagwani..

    Reply
  3. interesting🙂
    loved d kaga vani! hope u continue posting such interesting thoughtful peices on earlier blog too~

    Reply
  4. sweetyteraiya

     /  May 16, 2012

    mind twisting blog…:)

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: