White Tiger – my first ever book review

“ગૂડ જોબ શ્રુતિ!!!”. એક પુસ્તક ના રીવ્યુ પર ના પ્રેઝેન્ટેશન પછી લાઈફ સ્કીલ્સ ના ક્લાસ માં પહેલી વાર મને આવા સારા પ્રતિભાવો મળ્યા. ઘણા લોકો ને ખબર છે તેમ પ્રેઝેન્ટેશન થી મને સહુથી વધારે ડર લાગે છે. એટલે મને આ પ્રતિભાવો થી આનંદ અને આશ્ચર્ય (સનાન્દાશ્ચર્ય ) થયું. મેં અરવિંદ અડિગા ની “વ્હાઈટ ટાઇગર” વાચી હતી ને એના પર પ્રેઝેન્ટેશન બનાવ્યું હતું. ને અહી એ પુસ્તક પર ના મારા વિચારો રજુ કરું છું.

સહુપ્રથમ મને આ પુસ્તક સહેજેય ગમ્યું નથી કેમકે વાર્તા નો ફ્લો (પ્રવાહ) જરા પણ રસદાર નથી. બલરામ હલવાઈ – એક હાથે બની બેઠેલો એન્ત્રેપ્રેનૅર (ઉદ્યોગ – સાહસિક) – દ્વારા સફળ કઈ રીતે થવું એની વાર્તા પ્રથમ પુરુષ એકવચન માં કહેવાયેલી છે. વાર્તા નો પ્લોટ એકદમ સરળ છે, બલરામ હલવાઈ નો જન્મ ગરીબ પરિવાર માં થયો હોય છે. એને એક પૈસાદાર કુટુંબ માં ડ્રાઈવર તરીકે ની કંટાળાજનક નોકરી મળે છે. માલિક કુટુંબ દ્વારા સતત થતા અપમાન થી કંટાળી ને બલરામ એના માલિક અશોક ને મારી નાખે છે અને એના પૈસા લઇ ને બેંગ્લોર ભાગી જાય છે. પછી ની આખી વાર્તા ચાઇનીઝ પ્રીમિયર (રાષ્ટ્ર પ્રમુખ) વેન જિઆબાઓ-જે ભારત યાત્રા એ આવવાના હોય છે- તેને સંબોધી ને લખાયેલા સાત પત્રો દ્વારા કહેવાઈ છે. આ પત્રો દ્વારા બલરામ જિઆબાઓ ને વાસ્તવિક ભારત થી વાકેફ કરાવે છે. વાર્તા નો એક ભાગ માં બલરામ દિલ્લી ના માલેતુજાર કુટુંબ માં ડ્રાઈવર હોય છે જે જુવે છે કે કઈ રીતે સફળતા મેળવવા માં ભ્રષ્ટાચાર, ક્રુરતા અને કાયદા ના તોડમરોડ નો ફાળો હોય છે. જેમ પુસ્તક માં કહેવાયેલું છે તેમ

જેમ જેમ સત્ય બહાર આવે છે તેમ તેમ તે આઘાતજનક અને વિચિત્ર હોય છે” (The truth, as it begins to emerge, is as shocking as it is fantastic.)

બલરામ આ વાર્તા નો વ્હાઈટ ટાઇગર અને એન્ટી હીરો(પ્રતિનાયક) છે. જમીનદારો ની દુનિયા, ગામડા ઓ ના અંધકાર થી તેના પ્રવાસ ની શરૂઆત થાય છે અને તે શહેરો ના ઉજાસ તરફ ભાગે છે, નોકર અને માલિકો ની દુનિયા માં. બલરામ કહે છે એમ – “ક્યારેક હું માલિક નો ડ્રાઈવર હતો હવે હું ડ્રાઈવરો નો માલિક છું”. (“Once I was a driver to a master but now I am a master of drivers.”)

ભારત ના રાજકારણ ને વખોડતા અને અમીર ગરીબ વચ્ચે નો ભેદ સમજાવતા ઘણા વાક્યો અહી લખાયેલા છે. “આઝાદ લોકો ને આઝાદી ની કિંમત ખબર નથી એ સહુથી મોટી સમસ્યા છે” (Free people don’t know the value of freedom that is the biggest problem.) “ગરીબ લોકો એના જીવન માં ખાવા અને પૈસાદાર લોકો જેવા દેખાવાના સપના ઓ જુવે છે પણ પૈસાદાર લોકો શેના સપના જુવે છે? વજન ઘટાડવા ના અને ગરીબ જેવા દેખાવાના”(The poor dream all their lives of getting enough to eat and look like the rich, but what the rich dream of?” “Losing weight and looking like the poor.). લેખકે અહિયાં ભારત ના રાજકારણ અને ગામડા ઓ ની ગરીબી ને ઘણી સારી રીતે દેખાડી છે.

અરવિંદ અડિગા પોતે કટારલેખક હતા અને એમની આ સ્ટાઈલ અહિયાં પણ દેખાઈ આવે છે, જેના લીધે ઘણા ખરા અંશે આ પુસ્તક કંટાળાજનક લાગે છે, વાર્તા પણ સારી રીતે કહેવાઈ નથી અને વાર્તા નો પ્રવાહ ઘણી વખત તૂટે છે, (વાર્તા ઘણી વખત ફંટાઈ જાય છે??). મને લાગે છે કે વાર્તા જરાક સારી છે પણ નેરેટર તરીકે અરવિંદ અડિગા ની સ્ટાઈલ વાર્તા ની લંબાઈ ને ખોટેખોટી વધારી નાખે છે. જેને લીધે આ વાર્તા “ભારતીય રાજકારણ ના થીસીસ ને એક ટુકી વાર્તા માં કવર કરી લીધી હોય” એવું લાગે છે. એની શરૂઆત સારી છે પણ અંત ઘણો મૂંજવી નાખે એવો (કન્ફ્યુંસિંગ???) છે.

બીજી નબળી કડી છે બલરામ ના પરિવાર ની મહાકથા જે વચ્ચે વચ્ચે આવી ને વાર્તા નો પ્રવાહ તોડે છે, જેની કોઈ જરૂર ના હતી. બલરામ એના માલિક ને મારી નાખે છે એ પછી એના પરિવાર નું શું થયું અને એ કઈ રીતે બેંગ્લોર આવ્યો એ કઈ કહેવાયું નથી. વાર્તા નું સ્થળ અચાનક દિલ્લી માંથીકોઈ દેખીતા કારણ વગર બેંગ્લોર શિફ્ટ થઇ જાય છે અને એને લીધે ઘણી મુંજવણ ઉભી થાય છે. અહી રાજકારણ ની ઘણી ટીકા કરાઈ છે અને દરેક સિચ્યુએશન નું કોઈ પણ પાત્ર કે સંવાદ વગર બહુ કંટાળાજનક વર્ણન કરવા માં આવ્યું છે.

જે કારણ – ‘ગરીબ, ગંદુ અને ભ્રષ્ટ ભારત’ ને  દેખાડવા માટે “સ્લમડોગ મિલિયોનેર” ઓસ્કાર જીતી, એજ કારણ ની વાર્તા કરવા ને લીધે આ પુસ્તક મેન બુકર પ્રાઈઝ જીતી છે. પણ આપણને એક ભારતીય હોવાના નાતે સાચી સિચ્યુએશન અને સીનારીઓ ખબર છે. એટલે મને આ પુસ્તક માં કઈ નવું અને રસપ્રદ ન લાગ્યું. અને છેલ્લે જેમ પુસ્તક માં કહ્યું છે તેમ.

“સફળ થવા માટે સાંભળવું એ રામબાણ ઉપાય છે(શ્રેષ્ઠ કસરત છે??)” (Listening is the best exercise in order to become Successful.)

Advertisements
Leave a comment

1 Comment

  1. book bhale game tevi hoy..ahiya review saru lagyo..

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: