feelings and thoughts- ટૂંકું ને touch

બહાર શ્રાવણ મહિનો પતી ગયો છે. પણ અમારા માટે ચોમાસા ની શરૂઆત છે…. વરસાદ ના વાદળો હજી હમણાં જ બંધાઈ રહ્યા છે અને યક્ષ ની પધરામણી જ થઇ છે. આ મેઘદૂત શું છે એ અમે આ બ્લોગ ના about પેજ પર મુકેલું જ છે. એટલે અમારી આશા અને વિનંતી છે કે તમે એ વાંચી લેશો.

તો અમે આ અલકાપુરી તરફ જઈ રહેલા પહેલા વાદળ ની સાથે મૂકી રહ્યા છીએ કેટલાક વિચારો. નવા જુના સંગીત, નવી જૂની મુવિઝ વગેરે વગેરે પર અમારા વિચારો અને કેટલાક મંતવ્યો

સંગીત:
મૌસમ :
મૌસમ આપ સહુ જાણો છો એમ શાહિદ કપૂર ની નવી ફિલ્મ છે જે ૨૩ મી તારીખે(આજે) આવી રહી છે. લોકો ને આ ફિલ્મ પર ઉત્કંઠા શાહિદ કે સોનમ માટે હશે પણ મને આ ફિલ્મ ની ઉત્કંઠા મારા માટે હિન્દુસ્તાન ના શ્રેષ્ઠ એક્ટર્સ માંના એક એવા પંકજ કપૂર ના ડાઈરેક્ટોરીયલ ડેબ્યુ(ડીરેક્ટર તરીકે ની પ્રથમ ફિલ્મ) માટે છે. અને કોઈ ફિલ્મ કેવી હશે એ જાણવા માટે હું પહેલા એનું સંગીત સંભાળું છું. અને એના વિષે ટુંકાણ માં કહું તો : પ્રીતમે આ ફિલ્મ માં સંગીત ને નામે જાદુ પીરસ્યો છે. મારા tweet માં લખ્યું છે એમ .Mausam = Magic Delivered by pritam,
હવે જરાક વધારે ઊંડાણ માં : ફિલ્મ નું સંગીત ખરેખર સરસ છે, પ્રીતમ આમ તો ભવાડા કરવા માટે જાણીતો છે પણ જયારે કોઈ સારો ડીરેક્ટર મળી જાય તો એ જે આપે છે એ જાદુ સિવાય કઈ નથી હોતું. જેમકે મેટ્રો(અનુરાગ બાસુ), જબ વિ મેટ કે લવ આજ કલ (ઈમ્તીઆઝ અલી), પ્રીતમ ના શ્રેષ્ઠ અલ્બમ્સ માં હવે ચોથું નામ મૌસમ નું પણ આવી જવાનું છે.

આલ્બમ શરુ થાય છે “ઇક તું હી તું હી” થી, જો સંગીત આ ગીત નો મસાલો છે તો ઈર્શાદ કામિલ ના શબ્દો એનો વઘાર છે…. “जब जब चाहा तुने रज के रुलाया, जब जब चाहा तुने खुल के हसाया” જેવા શબ્દો હૃદય સોસરવા ઉતરી જાય છે. આ ગીત ત્રણ વર્ઝન માં છે. જેમાં શાહિદ માલ્યા એ ગયેલું વર્ઝન ઠીક છે, બીજા બંને વર્ઝન અનુક્રમે હંસ રાજ હંસ અને વડાલી ભાઈઓ એ ગયેલા છે, બંને સરસ છે.

આલ્બમ નું બીજું ગીત છે “રબ્બા મેં તો મર ગયા ઓયે” જે tv  પર સહુથી પહેલા આવ્યું હતું. આ ગીત પણ શાહિદ માલ્યા અને રાહત ફતેહ અલી ખાન એમ બે વર્ઝન માં છે. ગાયકી ની દ્રષ્ટિ એ બંને સરસ છે પણ એને લાજવાબ બનાવે છે ગીત ની કેચ ટયુન જે ગીત ના બોલ શરુ થતા પહેલા વાગે છે. જે બંને ગીત પર ચાર ચાંદ લગાવે છે.

પછી આવે છે રશીદ ખાન એ ગયેલું “પૂરે સે ઝરા સા કમ હૈ”. આ ગીત જરાક શાસ્ત્રીય તરફ જાય છે અને શરૂઆત માં સહેજ ધીમું છે. પણ એ ધીમી ધારે વરસતા વરસાદ જેવું છે. નહાવાની મજા પણ આવે ને શરદી પણ ના થાય. ઈર્શાદ કામિલ ના શબ્દો એ ફરીવાર ગીત માં જાન પૂરી છે.

એની પછી નું ગીત છે “મલ્લો મલ્લી” – સાઈબો,  ઇકતારા (મેલ વર્ઝન), પરદેસી-દેવ ડી ના ગાયક ટોચી(તોચી) રૈના ના આવાજ માં આ ગીત છે, એ એક પાર્ટી સોંગ છે એટલે આ પાર્ટી પ્રેમી ઓ ને ગમશે, બાકી આ ગીત આલ્બમ માં મિસમેચ લાગે છે.

પછી આવે છે મીકા સિંહ અને ડીરેક્ટર પંકજ કપૂર દ્વારા ગવાયેલું આલ્બમ નું કેચી ગીત “સજ ધજ કે”, સંગીત એક દમ હસતું રમતું છે અને ગીત ફટાણા સ્વરૂપ નું છે. એક વખત મજા પડી જાય એવું છે.

પણ આખા આલ્બમ નું સરપ્રાઈઝ પેકેજ છે આપડા ગુજરાતી ભાઈ કરસન સાગઠીયા (બીરા-રાવણ , મનમોહિની તેરી અદા- હમ દિલ દે ચુકે સનમ ના સહગાયક અને લોકગીતો માટે એનાથી ય વધુ જાણીતા)  ના સ્વરે ગવયેલું “આગ લાગે ઉસ આગ કો” : આખું ગીત એક મસ્ત એનર્જેટિક ગરબો છે, આ વખતે નવરાત્રી માં સ્ટેજ પર આ ગરબો આવી જાય એવી દિલ થી ઈચ્છા છે………

સંગીત સજેશન :

કદી એવું થયું છે કે તમારે કઈ કામ કરવાનું થાય અને ઊંઘ આવતી હોય? આવા સમયે સંગીત નો સહારો લેવો હોય તો કેટલાક ગીતો હાજરાહજૂર છે. એમના કેટલાક

૧. વ્હાય સો સીરીયસ? : ધ ડાર્ક નાઈટ – સંગીતકાર હાન્સ ઝીમર

૨. ટેક્સી ટેક્સી – સક્કરકટ્ટી (તમિલ) – એ.આર.રહમાન

૩. આઈ નેવર વોક અપ ઇન હેન્ડકફ્સ બીફોર – શેરલોક હોમ્સ (૨૦૦૯) – હાન્સ ઝીમર

૪. મૌસમ એન્ડ એસ્કેપ – સ્લમડોગ મિલિયોનેર – એ.આર.રહમાન

૫. આઈ વોન્ટ યુ ટુ વોન્ટ મી – ટેન થિંગ્સ આઈ હેટ અબાઉટ યુ

Advertisements
Leave a comment

1 Comment

  1. Paras Detroja

     /  January 11, 2012

    થોડું વધારે સંગીત નું સજેસન પ્લીસ 😛 ક્યા કરે એ દિલ માંગે મોર

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: