“ દીદી, આમ કેમ થાય? બાળપણની મિત્રતા , એના પ્રેમ પ્રત્યેની મારી શ્રદ્ધા અને લોહીમાં જાણે વણાઈ ગયેલી મારી લાગણીઓની એને કેમ કોઈ જ કીમત નથી ? એક-બીજાની આંખો વાંચીને જ આખી સ્ટોરી સમજી જનાર , કેમ મારી લાગણી અને પ્રેમ ના સમઝ્યો ? હું એને લાયક ન હતી ?- જો ખરેખર એમ હતું તો એક વાર એની અપેક્ષાઓ કહી તો હોત, હું એના ઢાળમાં ઢળી ગઈ હોત…. જે મારા પ્રેમ અને નિષ્ઠાને ના સમજયો એની મિત્રતાનો પણ શું ભરોસો કરું? “ – ભાવનાના શબ્દોની સાથે એની ભીની આંખોમાંથી જાણે લાગણીઓ પણ બોલી રહી હતી. બાળપણની મિત્રતા કહો કે બાળપણની પ્રીત; વર્ષોથી આંખમાં પ્રેમથી આંજેલું કાજળ જ આજે વાસ્તવિકતા ની ઝાંય બનીને કઠિ રહ્યું અને રાતો જાગીને જોયેલા સપનાની કરચો એ કાજળના ઘેરા રંગમાં વેદનાનો લાલ રંગ ઘૂંટી રહી…
શું કહું ના કહું ની અવઢવમાં હું સુન્ન મગજે , અધખુલ્લી બુકમાં જાણે જવાબ શોધી રહી.. મારા, ભાવનાના અને બીજા કેટલાય રીલેશનના લેશનથી થાકેલાઓના..
“કૃષ્ણ સાથેનું આ તાદાત્મ્ય મારે માટે અસ્તિત્વનો પર્યાય હતું. મારી તમામ ઈચ્છાઓને હું એમના ચરણોમાં ધરી દેતી એવી દ્રઢ શ્રદ્ધા સાથે કે હું જે ઝંખી રહી છું તે કૃષ્ણ જાણે છે. જો હું યોગ્ય હોઈશ તો કૃષ્ણ મને મારી ઝંખનાઓનો પ્રત્યુત્તર આપ્યા વિના રહેશે નહિ.અધિકાર શબ્દ સાથે યોગ્યતા જોડાયેલી છે. જે તે વ્યક્તિ કશું પામવાનો અધિકારી હોય તો એ પામવાની યોગ્યતા પણ એનામાં હોવી જોઈએ. સમયથી પહેલા અને યોગ્યતાથી વધુ કોઈને મળતું નથી એ વાત મને કૃષ્ણ સાથેની મૈત્રીમાંથી સમજાઈ. હું એમના સખ્યને જ યોગ્ય હતી , પ્રણય કે પરિણયને નહિ. એ વાત કૃષ્ણ ને સમજાઈ હશે એટલે મને એમના સખ્યથી સન્માનિત કરી હશે. પ્રણય કે પરિણયના સંબંધો અમારી વચ્ચે ન હોઈ શકે, ન થઇ શકે ,એ વાત એમણે મને શબ્દોમાં કહ્યા વિના જ સમજાવી દીધી… “ કાજલ ઓઝા વૈદ્યની બુક “દ્રૌપદી” માંથી બુકમાર્ક આગળના પેજ પર સરકાવી હું અસ્ખલિત વાણીએ આખો પેરેગ્રાફ વાંચી રહી … ન તો કોઈએ મને વચ્ચે અટકાવી, ન તો હું સ્વ-ગત વાંચવાની જગાએ આખા કોચ ને સંભળાય એમ જ્ઞાન-ગોષ્ઠી કરું છું એ જાણ થઇ.. મહેસુસ થયું માત્ર એક ખેંચાણ , તીવ્ર ઝંખના જાણવાની, એક અજબ ઉત્કંઠા પૂછવાની –પ્રશ્નોપનિષદ જે દ્રૌપદીને પણ પજવતું હતું..
મારા શબ્દ વિરામ સાથે જાણે ભાવનાના આંસુ અને વેદનાઓ પણ ઘડીભર થંભી ગયા ..
પણ મારું પ્રશ્નોપનિષદ હું કોને પુછું, મનોમન વિચારી રહી.. ના તો મારે શ્રી.કૃષ્ણ જેવા સખા છે , ના તો આધ્યાત્મિક ઉકેલ અને ઉત્તરો મારી બળતરા ઠારી શકે છે! ઘેર કેયુર [પતિ-પરમેશ્વર] ને પણ ન પૂછી શકાય આ પ્રશ્નોપનિષદ,નહિ તો બીજા જ દિવસે મને સીક લીવ લેવડાવી કારેલીબાગ[ જ્યાં ફેમસ મેન્ટલ હોસ્પિટલ છે- જનહિત માં જારી ] ફરવા લઇ જાય!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“ આ ચીકની ચમેલીના જમાનામાં તમે – “ મેં કાસે કહું પીડ જીયા કી , માઈ રી ..” કેમ સાંભળો છો? કેયુર સાથે સવારમાં જામી છે કે શું? “ – અચાનક પૂછાયેલા સવાલથી વિચારયાત્રા થંભી ગઈ .. આ લેડીઝ કોચમાં મેલ વોઇસ? વિચાર માત્રથી નવાઈ લાગી..
હોય કઈ? આ તો મારું જ ચસકી ગયું છે એમ વિચારી આંખ બંધ કરી લતાજીના અવાજમાં ઘૂંટાઈ રહી ..
“ આલી રે.. સાલી રે.. કાલી રે, ઝઘડાલી રે, નખરાલી રે, બવાળી રે..દિલ કી તો દિવાલી લેકિન મુહ ખોલે તો ગાલી રે.. “- અચાનક કઈ રીતે સોંગ ચેન્જ થઇ ગયું ? એ વિચારું એ પહેલા વિચાર આવ્યો – આ સોંગ તો મારા મોબાઈલમાં છે જ નઈ..
અને …
“ નવાઈ લાગી? કેમ , આજ સોંગ તારા સ્નેહી અને મિત્રો તને ડેડીકેટ નથી કરતા ? એટલે મેં પણ – જસ્ટ એમ જ તારો મૂડ સુધારવા વગાડ્યું … બોલ હવે , દિલને ખોલ હવે –શું છે તારો પ્રશ્નોપનિષદ ? “
અચાનક જાણે આખો કોચ ફોટો માં કેદ થઇ ગયો. મારા અને સામે બેઠેલ સિવાય જાણે બીજા બધા જાણે પળવાર માટે થીજી ગયા –બરફના ચોસલાની જેમ !
“આજે પણ ફોટો પાડીને ગુગલ પર વેરીફીકેશન કરીશ? ફરીથી ઓળખાણ આપું? “ – મધુર સ્મિત, દિવ્ય અવાજ અને દિવ્ય આભા , આવું બધુ તો બી.આર.ચોપરા ની
માઈથોલોજીકલ સીરીયલમાં જ હોય યાર! પણ તો હું પણ અત્યારે કદાચ સીરીયલનું એક પાત્ર હોઈશ? જે હોય તે .. આવો મોકો તે કઈ ચૂકાય?
ભુમિકા: “ તમે આજે ફરી.. આમ અહી , આઈ મીન – લેડીઝ કોચમાં જેન્ટ્સ એલાઉડ નથી , કોઈ જોઈ જશે તો .. આઈ મીન ..”
કૃષ્ણ : “ હા હા હા .. આઈ નો – યુ મીન – કોઈ જોઈ જશે તો મારશે, જેમ તમે ગયા વીકમાં કોઈ ને બરાબર લીધો હતો એમ ! પણ ફિકર નોટ, તમારી અદાલત માં અત્યારે માત્ર હું જ છું , બાકી બધા દેહ માત્ર છે! “
ભુમિકા: “ તમે , આમ, અહી, અચાનક … તમારે કોઈ કામ નથી? … આઈ મીન, મારે તો આવા દૌરા નોર્મલ છે, તમે તો બૌ બીઝી હશો, મારું પ્રશ્નોપનિષદ ખોલીશ તો તમારો સમય અને મગજ બંને બગડશે! પ્રભુ, આઈ વિલ મેનેજ … “
કૃષ્ણ : “ હા હા હા , યુ કેન કોલ મી – ક્રિશ , ગોપુ , ભગગુ ઓર એનીથીંગ યુ ફીલ કુલ એન્ડ નીયર ટુ યુ. મને ખબર છે , તમને મારા અસ્તિત્વ માં જ શંકા છે , એટલે મારી સાથે પ્રભુ કે ભગવાન તરીકે નહિ , એક એફ.બી. ફ્રેન્ડ કે બ્લોગ રીડર ની જેમ સહજ પણે , ખુલ્લાશ થી વાત કરો.. “
ભુમિકા : “ શું વાત કરું ક્રિશ , જ્યાં જુઓ , જેમને જુઓ બધાની રીલેશનશીપ ની શીપ સુનામી માં ફસાયેલી છે જાણે.. ડાયવોર્સ , બ્રેક-અપ અને ડીચીન્ગ જાણે રસ્તા પર ના બમ્પ જેવા કોમન થઇ ગયા છે અને લગભગ મોટાભાગ ની સમ-બંધ ની ગાડીઓ આં બમ્પ માં સટ્ક થઇ જાય છે! રીલેશનશીપ પરની કોલ્મ્સ , મેગેઝીન કે બુક્સ ના રાફડા ફાટ્યા છે , પણ બધું વાંચવા છતાં કઈ જ ગળે નથી ઉતરતું , શું કરવું ? “
કૃષ્ણ : “ What makes you think that i don’t see the way you made a fool of me.. to laugh behind my back? Now i realize you were never mine, we were never right… Baby you will find… I WILL SURVIVE !! “
ભુમિકા: “ વેઈટ , આ તો એનરિક નું સોંગ છે – “એસ્કેપ” આલ્બમ નું. ગુડ ચોઈસ ક્રિશ . પણ અત્યારે આં ગીત ગાવાનો કે તમારો મ્યુઝીક ટેસ્ટ શેર કરવાનો ટાઈમ છે યાર? સોરી, હું બૌ ફ્રેન્ડલી થઇ ગઈ , પણ તમે જવાબ ના આપ્યો મારા પ્રશ્ન નો!”
કૃષ્ણ:” આં સોંગ હું કઈ એમ-ટીવી કોક સ્ટુડીયો ના ઓડિશન માટે ગાતો હતો? સિમ્પલ છે , રીલેશન કે સંબંધ વ્યક્તિ ને બાંધવા માટે નથી. એને મુક્ત કરવા માટે છે , અને જ્યારે આં સમ-બંધ , માંથી સમત્વ ગાયબ થઇ ને “બંધ” માત્ર રહી જાય ત્યારે સંબંધ માં પરોવાયેલી બે વ્યક્તિઓ બંધાઈ જાય છે, અને બંધાવું એ પ્રાણીમાત્ર ના સ્વભાવ માં નથી! પાણી જયારે બંધિયાર થઇ જાય છે ત્યારે લીલ જામી જાય છે , એજ રીતે તમે જ્યારે જીવનસાથી ને બાંધો છો , ભલે ને એ તમારું પઝેસીવ બિહેવિયર હોય કે ઈર્ષ્યા , સાથી ના મનમાં પણ તમારા પ્રત્યે લીલ રૂપું અજંપો અને અણગમો બાઝે છે. “
ભુમિકા: “ બૌ અઘરી વાતો કરો છો તમે. અને આ બધી વાતો બુક્સ માં અને મેગેઝીન્સ માં બૌ વાંચી છે, પણ ખબર નહિ કેમ પચતી નથી. જોડી બધી ઉપર સ્વર્ગ માં જ બનતી હોય તો તમે કેમ ક્યારેક કોઈ જોડી ને બનતા પહેલા જ ખંડિત કરો- આઈ મીન વન સાઈડેડ લવ, કે જોડી બન્યા પછી નિર્દયતા થી તોડી કાઢો , જેમકે ડાયવોર્સ –બ્રેક અપ કે અર્લી ડેથ ઓફ પાર્ટનર ? આં જોડી-ફોડી ની સિસ્ટમ જ છોડો ને યાર એમ હોય તો! “
કૃષ્ણ : “ હા હા હા … બહુ જ કોમ્પ્લેક્સ પ્રશ્ન પૂછ્યો તમે ભુમ્ઝ. હું જોડી જોડું કે તોડું બંને માં મારી લાગણી અને પ્રેમ શામેલ હોય છે. તમે બગીચા માં કોઈ સુંદર ગુલાબ નો છોડ વાવો છો , તમને એ દિલો-જાન થી અઝીઝ છે, પણ જ્યારે એની કોઈ ડાળી માં જીવાત બેસી જાય તો કમને પણ આખા છોડ ને બચાવવા તમે એ ડાળી કાપી નાખો છો ને? એ ડાળી કાપવા પાછળ તમારો સ્નેહ અને સંવેદના છે પણ એ કપાવવામાં ડાળી અને એનો માતૃ છોડ બંને સંતાપ અનુભવે છે… એવું જ કઈ સંબંધ નું પણ છે. મૃત્યુ તો એક
એકદમ સાહજીક ઘટના છે જે વ્યક્તિ ના જીવન સમયે જ નિશ્ચિત થઇ જાય છે – એ વાત માં તો તમે સંમત ને? બસ રીલેશનશીપ નું કૈક એવું જ છે દરેક વ્યક્તિમાત્ર ની જેમ સંબંધો ની પણ એક એક્સપાયરી ડેટ હોય છે , ઘણા સંબંધો માં એ સહજ રીતે જોઈ શકાય છે, તો ઘણા માં જોઈ શકવા છતાં લાગણીવશ થઇ આપણે એને અવગણીએ છે … ક્યારેક એ ડેડ લાઈન બ્રેક-અપ હોઈ શકે તો ક્યારેક એ વન-સાઈડેડ લવ, અને ક્યારેક એ મૃત્યુ પણ હોય! સંબંધ તૂટ્યા ના છાજીયા લેવામાં વ્યસ્ત એવા આપણે એ સંબંધ થી આપણે કેટલા સંપન્ન થયા કે કેટલા સક્ષમ થયા એની બુમો કેમ નથી પાડી શકતા? હશે, સંબંધ તૂટ્યો , દુખ થવાનું જ છે , પણ જેમ સ્વજન ના મૃત્યુ થી થતું દુખ સમય સાથે પચાવી જાણીએ છે અને એ સ્વજન સાથે ની દુખદ-પીડા આપનારી યાદો ને ભૂલીને ધીમે ધીમે એની સારી વાતો ને યાદ કરીને એને સારી રીતે જ યાદ કરીએ છે …એમ એક સંબંધ ના મૃત્યુ નો મલાજો આપણે કેમેય કરીને કેમ પાળતા નથી? હશે, કોઈ પણ કારણ હશે કોઈ આપણા થી છુટું થયું તો કઈ નઈ તો એટ લીસ્ટ એ આપણને સ્પેસ-ફ્રીડમ આપી ને જાય છે એ માની ને પણ હરખાવું. ! “
ભુમિકા : “ અદભુત, તમે તો સાક્ષાત લવ-ગુરુ છો! આઈ મીન , એફ.એમ પર રાતે પેલો શો આવે ને, બધા તમારી આગળ પાણી ભારે, તેમ તો લવ ની યુનિવર્સીટી છો! પણ હજુ મને થોડું કન્ફ્યુઝન છે .. આ પ્રેમ એક તપ્ છે એ સમજ્યા પણ લગ્ન બાદ એમા એક કાનો કેમ વધી જાય છે ? આઈ મીન પ્રેમ તપ, લગ્ન બાદ ટૂંક સમય માં તાપ થઇ જય છે , એ પણ લુ ઝરતો, કેમ એવું? “
કૃષ્ણ: “ સ્વ-અનુભવ લાગે છે … હા હા હા.. જો જો , મારો આં શ્યામ-વર્ણ મારા લગ્ન-તાપ ને કારણે નથી હોં કે … ચાલો જોક્સ અપાર્ટ , બહુ જ સરળ છે … સંબંધ એટલે બંધન નથી , સંબંધ એટલે એક-બીજા ને સ્પેસ આપવી અને એ સ્પેસ સાથે જ સ્વીકારવું. જોને આં નાના સરખા ટ્રેન ના કોચ માં પણ કેટલી બારીઓ છે , શા માટે? તાજી હવા ના સંદર્ચે જ્ઞાન ને અંદર આવવા , પ્રકાશ સ્વરૂપે નવા વિચારો ને પ્રવેશ આપવા , બહારની દુનિયાને જોવા – હા પાછુ રૂમાલ કે દુપટ્ટો નાખી ને જગ્યા રોકવા પણ હોં કે! આં બારીઓ અને એના દ્વારા મળતી મોકળાશ અને સ્પેસ કદાચ તમને મુસાફરી માં સહજતા ને અનુકુળતા આપે છે પણ જો આં બધી જ બારી ધીમે ધીમે એક એક કરીને કાયમ માટે બંધ કરી દેવા માં આવે તો, ધીમે ધીમે એક ઉકળાટ , અજંપો અને ઘુટન થશે ને ? સંબંધો નું પણ એવું જ છે! જ્યાં સુધી તમે સામેની વ્યક્તિ ની લાઈફ માં ફ્રીડમ
અને સ્પેસ ની બારીઓ ખુલ્લી રાખો છો – સંબંધ હુંફાળો છે. પણ – “ — કોનો ફોન હતો? , –એફ.બી ફ્રેન્ડ્સ લીસ્ટ માં આટલા બધા ફ્રેન્ડ્સ કેવી રીતે બન્યા? –રોજ સાંજે કેમ આટલું મોડું થાય છે? –બુક્સ ખરીદવામાં તો પૈસા વેડફાય? –મ્યુઝીક કોન્સર્ટ/ નાટ્ક/ મુવી તો મફત માં ટીવી પર શાંતિથી જોવાય- ખોટા ફદીયા ના નખાય, –રજાના દિવસે પણ ફ્રેન્ડ્સ સાથે રખડી ખાવાનું? “ – જેવા પ્રશ્નો અને એના કારણે સર્જાતા વાદ-વિવાદ ધીમે ધીમે આં હુંફાળી અને લાગણીભીની બારીઓ જે સંબંધ ને સ્પેસ અને ઉર્જા આપીને પોષે છે એ બંધ કરી દે છે અને અંતે જે ડૂમો, કંકાસ, આરોપ-પ્રતિઆરોપ શરુ થાય છે એજ કદાચ પ્રેમ-તપ ને મારી નાખનાર “તાપ” , ખરું કે નહિ? “
ભુમિકા : “ થોડું થોડું સમઝાય છે – સિમ્પલ વર્ડ્સ માં જીવન-સાથી કે પાર્ટનર સાથે સફર[હિન્દીમાં સફર] કરવા છે , પોત-પોતાની સ્પેસ સાથે , રાજી ખુશી થી , એના પર ચઢી-બેસી ને એને સફર[અંગ્રેજી માં સફર] કરાવવા નહિ ! તમે કેટલી સાદગીથી કેટલી ગુઢ વાત કહી.. પણ પ્રભુ એવા સંબંધો નું શું જેમાં આખી જીદગી પ્રેમ અને લાગણી નું સિંચન કર્યું હોય અને અચાનક જ એ જાળવવો કે પહેલાની જેમ પ્રેમપૂર્વક જાળવવો અશક્ય થઇ જાય? જેમકે દીકરી કે દીકરા ને લાડ-કોડ થી ઉછેર્યા હોય અને મોટા થઈને આજ સંતાન એટલા “મોટા” થઇ જાય કે પોતાના માળા માં જ સમાઈ ના શકે, અને ધીમે ધીમે પોતાના માં-બાપ થી પણ દુર થઇ જાય … ક્યારેક જોબ તો ક્યારેક ભણતર ના બહાને ? પાછલી ઉમરે , ઘડપણ માં એજ માં-બાપ ને એકલા જીવવું પડે જેમને આખું આયખું ભર્યું -ભાદર્યું ઘર જ જોયું હોય! કેટલું આકરું લાગે? “
કૃષ્ણ: “ હુમ્મ … માં-બાપ ની વ્યથા અને સ્વાર્થી સંતાનો – એવું બધું પૂછો છો ને? ચાલો તો મને એક જવાબ આપો .. તમે તમારા બગીચા માં એક નાનું બીજ વાવ્યું , રોજ એને સમયસર પાણી આપ્યું, ભરપુર ખાતર પણ આપ્યું , સરખો-માપસર સુર્યપ્રકાશ મળી રહે એને એવી વ્યવસ્થા પણ કરી, હવે એ છોડ બને છે મ કાલે એ ઝાડ બનશે. એની શાખા ઓ તમારી , તમારા બગીચાની પહોંચ ની બહાર ફેલાશે , એના બીજ જીવ-જંતુ થી પરિવહન કરી અન્યત્ર ફેલાશે અને ફરીથી નવો છોડ ફૂટશે. પણ તમે જીદ કરો કે ના હું આં છોડ ની માં છું એટલે હું કહું એમ જ એને કરવાનું , હું કહું એ જ દિશા માં વધવાનું , હું કહું એજ હદ સુધી વિસ્તારવાનું ને હું ના પાડું તો પોતાનો વિકાસ કુંઠિત કરીને પણ આજ્ઞાકારી સંતાન બની રહેવાનું – તોએ શક્ય છે? તમે જેટલી વાર પોતાની જીદ સાચી ઠેરવવા છોડ ની ડાળી કાપશો એ ફરી વધી જ જશે ! – એ સ્વતંત્ર છે , અને એનું કોઈ માલિક નથી! હવે જો એક નાનો અમથું તમારું વાવેલું ને પોશેલું બીજ પણ આગળ જઈને દબંગ- બાગી છોડ/વૃક્ષ બનવાનું છે , અને પોતાની મરજીથી ઊછરવાનું છે, જાતે ભૂલ કરી ને ભોગવવાનું છે , તો મનુષ્ય તો બૌધિક અને સાંસ્કૃતિક જીવ છે! સંતાન ભલે તમને ભગવાન સમઝે, તમે માત્ર એને દુનિયા માં લાવવા નો રસ્તો છો એ હમેશા યાદ રરાખવું જરૂરી છે. સંતાન ને પડવા દો , ભૂલ કરવા દો, દર્દ મહેસુસ કરવા દો, જાતે એની સારવાર કરવા દો.. અને આં બધું શીખવા એને દુનિયાની યુનિવર્સીટી માં છુટો રખડવા દો! અને સંતાન ને મુક્ત કરી ને તમે પણ માણો મુક્તિ જવાબદારીઓ થી અને જીવો જીન્દગી પોતાની જાત સાથે , જાત માટે! આખી જીંદગી તમે કરેલા નિર્ણય [કપડા થી લઈને કરિયર સુધી! ઇવન જીવનસાથી ની પસંદગી તો ઢોર પણ જાતે જ કરે છે!] જ જો તમારા સંતાનો અનુંકરણ કરે તો યાર, તમને શરમ આવી જોઈએ આવી નમાલી સંતાન પર ને તમે તો ગર્વ લો છો- શ્રાવણ લેબલ લગાવી ને! – અને બહુ જ સિમ્પલ છે યાર, જો જાત સાથે આં-જીન્દગી મૈત્રી રાખો તો કેવી એકલતા? “
ભુમિકા : ” બાળકો ની પોતાની જીન્દગી છે , પોતાની સ્પેસ છે, એમને જીવવા દો, – એવું તો આજકાલ બહુ જ જોર માં ચાલે છે . તારે ઝમીન પે થી લઇ ને ૩ ઇડીઅટસ સુધી - બધા જ બાળકો જાણે અચાનક જાગૃત થઇ ગયા છે – પોતાની જીન્દગી જીવવા! પણ તો શું માતા- પિતા એ બાળકો ને કૈજ ના કહેવું? પુખ્ત-વય ના સંતાન ની લાઈફ ની વાત બરાબર છે પણ ટીન-એજ બાળકો ને પણ પૂરી છૂટ ને સ્પેસ આપવાની ? ટીન-એજ પ્રેગનેન્સી, નાની ઉમરે ડેટિંગ અને ચાઈલ્ડ અબોર્શન અને આવા તો ઘણા સેન્સીટીવ ઇસ્યુઝ જે એજ માં થઇ શકે ત્યારે અપાતી છૂટ , સ્પેસ અને આઝાદી શું ઘાતક ના ઠરે? “
કૃષ્ણ: ” બહુ જ સંવેદનશીલ વાત છે. સ્પેસ અને આઝાદી કેટલી અને ક્યા આપવી એ ખરેખર ખુબ જટિલ પ્રશ્ન છે! જેમ માટી ના ઘડાને આકાર આપવા ભીની માટી ને દબાવવી પડે છે , બીબા માં જકડી રાખવી પડે છે , અને છેલે સુરજ ના આકરા તાપ માં તપાવવી પડે છે , ત્યારે જઈને એ પાણી ને સમાવે છે, બોજ સહન કરે છે , ટકે છે . એજ રીતે , એક નાનો છોડ ઉગે ત્યારે ખુબ કુમળો હોય છે , ધીમે ધીમે જેમ જેમ જ્યાં જ્યાં જગા મળે તેમ તેમ ત્યાં વિસ્તારવા પ્રયાસ કરે છે , પણ જાગ્રત માળી એને ખરી દિશા મળી રહે એ માટે જરૂર પડે એને બાંધે છે , એની રક્ષા કરવા એને આડાશો થી ઢાંકી ને રાખે છે , ત્યાં સુધી જ્યાં સુધી એ પુખ્ત નથી ! અને એમ છતાં એ બંધન માં કે એ આડાશમાં પણ છોડ ને વિકાસ મળી રહે એટલી જગા -સ્પેસ હોય જ છે! એમ જ સંતાન ને પણ નાનપણ થી માં-બાપ સ્વતંત્રતા સાથે જવાબદારી શીખવાડે એ જરૂરી છે! બાળક ને વિકસવા પ્રેમ નું ખાતર જોઈએ એજ રીતે જવાબદારી અને નીતિ-નિયમો ની વાડ પણ જરૂરી છે , એનું અનિષ્ટ થી રક્ષણ કરવા. સિમ્પલ શબ્દો માં કહું તો નાનપણ થી માત્ર એક જ વસ્તુ બાળક ને શીખવવી જરૂરી છે- સાચા ને ખોટા વચ્ચે નો ભેદ કરવાની. માત્ર એટલી સમઝ હોય તો આઝાદી અને સ્પેસ ની નવી હવા કે જવાબદારી નો તડકો પણ બાળક ને પૂર્ણ પણે વિકસતા ના જ અટકાવી શકે! “
“બહેન , આં સામેની સીટ પર જગ્યા રાખજો ને.. પ્લીઝ આં દુપટ્ટો મૂકી દેજો! “- બારી માંથી અચાનક ધસી આવેલા હાથ અને અવાજ થી જાણે રીયાલીટી ની લીટી દેખાઈ.
જાણે એક સ્વપ્ન તૂટ્યું , પણ સ્વપ્ન ની એ મઝા હજી દિલો-દિમાગ માં ઘુમરાય છે!
“અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ ..”- ગીત અચાનક યાદ આવી ગયું, અને હસી પડી હું …અને ક્રિશ પણ હસ્યા જ હશે – ક્યાંક , જ્યાં હોય ત્યાં !


અધભુત છે,મારી પાસે સબ્દો નથી કે આવું સમજાય એટલી બુદ્ધિ પણ નથી
હજી ૨ ૩ વાર વાંચીસ પછીજ ગળે ઉતરશે પણ કમેન્ટ દીધા વગર ના રેવાણું
ખરેખર વાંચી ને અમજ થાય છે કે તમને સાચેજ ક્યાંક ભટકાણા લાગે છે કૃષ્ણ
સુપર લાઇક,થમ્સ ઉપ,બ્રાવો…ઉભર્યો ડિક્સનરી માંથી સબ્દો ગોતવા પડશે મારે
તમને અને તમારી અંદર બેસેલા કૃષ્ણને સલામ છે…
@pinakin


અરે બંધુ બુદ્ધિ ને સમાજ ની તો મારે પણ ખોટ છે… જો કઈ બેશુમાર હોય તો એ છે કરેલી અઢળક ભૂલો , અને શીખેલા ઘણા લેસન્સ ! જો કે દર વખતે ભૂલ કરતા જાત સાથે એક પ્રોમીસ કરું- કે આવી ભૂલ ફરી નહિ જ થાય… અને સાચે જ એવી ભૂલ ફરી ના થાય, ફરી કૈક નવું જ આવે!
સુધરે એ બીજા!
એટલે આં ક્વેશ્ચન અને આન્સર માં કરેલા લવારા – અનુભવ ગત સીખ છે , જે બાદ નસીબે હું ઈમ્પ્લીમેન્ત નથી કરી શકી
જો કોઈ એક પણ રીડર ને તસુ જેટલો પણ વાંચવાથી ફાયદો થશે તો મારી કરેલી બે-શુમાર ભૂલો અને આં લખેલી કૃષ્ણ સીરીઝ સફળ જશે!
ખુબ ખુબ અભાર વાંચવા માટે..
@સાક્ષર
ખુબ ખુબ આભાર , વાંચવા માટે અને અભિપ્રાય આપવા માટે.
જોકે સલામ ને લાયક હું નહિ , આં સીરીઝ લખવા મને ફોર્સ કરનાર ટીમ મેઘદુત છે!
મેં તો માત્ર આં ૩૦ વર્ષો માં મેં કરેલી અધધધ ભૂલો અને છબરડા નું સરવૈયું જ લખ્યું છે , કદાચ કોઈ ને કામ લાગે એ વિચારી ને!
બાકી મારા જેવા પાપી અને સ્વાર્થી ને કૃષ્ણ સાક્ષાત્કાર તો ૧૦૦ જન્મે પણ ના થાય!
એકસ્પેક્ટ કર્યા હોય એનાથી પણ વધારે ઊંડા વિચારો એકસેપ્ટ કરવા -કરાવવા માટે ધન્યવાદ.
આભાર નહીં માનું કેમ કે krushnમય ‘ભૂમિકા’ ને એનો ભાર લાગે છે!
હોપ સુપર સિરીઝ કંટીન્યુ…
આમીન.!
@vishal
હા રે જ્યાં સુધી તમે બધા સહન કરો છો ત્યાં સુધી તો ચાલશે જ
કંટાળો ત્યારે પથરા મારી બંધ કરાવજો
કૃષ્ણ સાથે આટલી આત્મીયતા………!
મહાભારત વખતે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ – અર્જુન વચ્ચે કદાચ આવાં જ સંવાદો થયા હશે….!
જયારે ક્રિશ ને મળવાનું મન થશે ત્યારે તમને ઓનલાઇન મળી લઈશું તો ચાલશે એવું લાગે છે…..!
ધન્યવાદ છે તમને એટલે કે “આજ ના અર્જુન” ને.
@bharatdan Gadhvi
પ્રભુ , વાંચવા ને કમેન્ટ કરવા અભાર!
ના, રે , હું તો એક સહજ સિમ્પલ અને સીલ્લી , અઢળક ભૂલો ની મારી સોગાત જ વહેંચવા નીકળી છુ !
આં ભૂલો કરતા કરતા શીખેલી સહજ સમઝણ અને ઉકેલ મને ક્યારેય કામ નથી જ લાગ્યો , કેમકે દર વખતે નવા જ પ્રકારની ભૂલો કરવાનો રેકોર્ડ છે , પણ હા ..
]
જે અનુંભવગત જોયું અને જાણ્યું એ વહેચવાનો પ્રયાસ છે … [ દુર્યોધન કહે છે એમ- ધર્મ શું છે ને અધર્મ શું છે એ મને ખબર છે પણ ધર્મ નું આચરણ કરી શકતું નથી !!! - કદાચ મારે પણ એમ જ છે!
keep continue yur hotline wit krishna…!!!
koi var amare bi kai pu6vu hoy to kam lagse ne..!!!
sundar lekh mate abhar…!!!
jai shri krushna
@kapil Jethva

thanks a lot for reading and commenting!